Lok Sabha Elections 2024: કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. યાદીમાં રાજસ્થાનની બે લોકસભા અને મહારાષ્ટ્રની એક લોકસભા બેઠક (Lok Sabha Seat) માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે પાર્ટી (Congress)એ રાજસ્થાનના જયપુરથી પોતાનો ઉમેદવાર બદલ્યો છે.
અહીંથી સુનિલ શર્માના સ્થાને પ્રતાપ સિંહ ખાચરિયાવાસને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય રાજસ્થાન રાજ્યની દૌસા બેઠક પરથી મુરારી લાલ મીણાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ મહારાષ્ટ્રની ચંદ્રપુર લોકસભા સીટ પરથી પ્રતિભા સુરેશ ધાનોરકરને મેદાનમાં ઉતાર્યા છે.
આ પણ વાંચો: Uttarpradesh: BSPએ 16 ઉમેદવારોની યાદી કરી જાહેર, સાત મુસ્લિમ ઉમેદવારોને આપી ટિકિટ
અત્યારસુધીમાં 187 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે
આ પહેલા શનિવારે કોંગ્રેસની ચોથી યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં 45 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.
કોંગ્રેસે રાજસ્થાનની નાગૌર બેઠક રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) માટે છોડી દીધી છે. અગાઉ 21 માર્ચે કોંગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી, જેમાં 57 નામ સામેલ હતા. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 અને બીજી યાદીમાં 43 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.