Ambulance Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/ambulance/ News for India Fri, 19 May 2023 18:05:47 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Ambulance Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/ambulance/ 32 32 174330959 Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/ http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/#respond Sat, 20 May 2023 00:30:00 +0000 https://revoltnewsindia.com/?p=7636 108ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતાની જટિલ પ્રસુતિ પણ નોર્મલ અને સફળ કરાવતાં બે ફુલ જેવા કોમળ જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની પ્રશંસનીય કાર્ય કરતા પરિવારજનોએ 108 સેવા અને તેના આરોગ્યકર્મીઓને બિરદાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

The post Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” appeared first on REVOLT NEWS INDIA.

]]>
File photo

રાજકોટ 108 ટીમની પ્રશંસનીય કામગીરી

Rajkot: રાજકોટના રાજસમઢિયાળા ગામની પ્રસુતા માટે “108 એમ્બ્યુલન્સ” સેવા જોડિયા બાળકો સહિત ત્રણ જિંદગીઓની જીવનદાતા બની હતી. 108ના જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટના રાજસમઢિયાળા ગામે ખેત મજુરી અર્થે આવેલા 26 વર્ષીય પ્રસુતાને પ્રસવ પીડા ઉપડતા આશાવર્કર બહેને 108ને કોલ કર્યો હતો. રાજકોટ 108ના સરધાર લોકેશન ફરજ ઉપરના ઈ.એમટી. કાળુભાઈ ગોહિલ અને પાયલોટ મનસુખભાઈ મેણીયા સત્વરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

વધુ વિગતો આપતા 108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ઈ.એમ.ઈ. યોગેશ જાનીએ જણાવ્યું હતું કે, રાજ સમઢિયાળા વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પ્રસુતાને હોસ્પિટલ લાવી રહ્યા હતા.

ત્યારે અસહ્ય દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રસુતિ કરાવવી જરૂરી જણાતા. ગામની બહાર જ રસ્તાની સાઈડમાં 108 ઉભી રાખી સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી.

એપ્રિલ માસમાં રાજકોટનાં 48 સહીત ગુજરાતનાં 784 બાળકોની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ

એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમટી. કાળુભાઈ ગોહિલને પ્રસુતાનાં રીપોર્ટ તપાસતા જણાયું કે તેઓને જોડિયા બાળકો છે. પ્રસુતિ વેળાએ માથાનાં બદલે હાથ દેખાતા પ્રસુતિ કરાવવી મુશ્કેલ થઈ જતાં

ઈ.એમટી. કાળુભાઈએ સમયસૂચકતા વાપરી 108 હેડ ઓફીસનાં ઈ.આર.સી.પી. ડો. જય અને ડો.મયુરનું ટેલીફોનીક માર્ગદર્શન મેળવી પ્રસુતાની નોર્મલ અને સફળ પ્રસુતિ કરાવી બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.

નવજાત શિશુઓને શ્વાસ લેવામાં થોડી તકલીફ હોવાથી કૃત્રિમ શ્વાસ અને ઓક્સિજન આપી જરૂરી સારવાર આપવામાં આવી હતી.

વધુ સારવાર અર્થે નવજાત શિશુઓ અને માતાને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને શિશુઓ સંપુર્ણપણે સ્વસ્થ છે.

108ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતાની જટિલ પ્રસુતિ પણ નોર્મલ અને સફળ કરાવતાં બે ફુલ જેવા કોમળ જોડીયા બાળકોને

જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની પ્રશંસનીય કાર્ય કરતા પરિવારજનોએ 108 સેવા અને તેના આરોગ્યકર્મીઓને બિરદાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમ. ટી.ની મદદથી એપ્રિલ માસમાં રાજકોટનાં 48 સહીત ગુજરાતનાં 784 બાળકોની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી.

Loading

The post Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/feed/ 0 7636
Jamnagar: અકસ્માતગ્રસ્ત વ્યક્તિની વસ્તુઓ પરિવારને સોંપી આપતી 108 ની ટીમ http://revoltnewsindia.com/jamnagar-a-team-of-108-handing-over-the-items-of-the-accident-victim-to-the-family/3694/ http://revoltnewsindia.com/jamnagar-a-team-of-108-handing-over-the-items-of-the-accident-victim-to-the-family/3694/#respond Fri, 15 Oct 2021 12:15:25 +0000 http://revoltnewsindia.com/?p=3694 Jamnagar: ગૌરવ૫થ પર આવેલા ભીડભંજન મહાદેવ મંદિર પાસે આજે સવારે હિતેનભાઈને ગાંધી નામના વ્યક્તિ બાઈક સ્લીપ થતાં ફેંકાઈ ગયા હતા. તેઓને માથામાં ઈજા પહોંચી હતી. અકસ્માતની 108 ને જાણ કરાતા…

The post Jamnagar: અકસ્માતગ્રસ્ત વ્યક્તિની વસ્તુઓ પરિવારને સોંપી આપતી 108 ની ટીમ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jamnagar: ગૌરવ૫થ પર આવેલા ભીડભંજન મહાદેવ મંદિર પાસે આજે સવારે હિતેનભાઈને ગાંધી નામના વ્યક્તિ બાઈક સ્લીપ થતાં ફેંકાઈ ગયા હતા. તેઓને માથામાં ઈજા પહોંચી હતી. અકસ્માતની 108 ને જાણ કરાતા એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી. તેના સ્ટાફના મહેન્દ્રસિંહ વાળા તથા ભાવેશ રામ દ્વારા ઈજાગ્રસ્તને જી. જી. હોસ્પિટલમાં ખસેડયા હતા. ઈજાગ્રસ્ત પાસેથી રૃપિયા 3000/- રોકડા, સોનાની વીંટી, મોબાઈલ, બેન્ક ડોકયુમેન્ટ વગેરે મળી આવ્યા હતા. તે તમામ વસ્તુ 108 ના સ્ટાફે ઈજાગ્રસ્તના પત્ની મનિષાબેનને સુપરત કરી હતી.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

The post Jamnagar: અકસ્માતગ્રસ્ત વ્યક્તિની વસ્તુઓ પરિવારને સોંપી આપતી 108 ની ટીમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamnagar-a-team-of-108-handing-over-the-items-of-the-accident-victim-to-the-family/3694/feed/ 0 3694
પશુ સારવાર માટેની ફરતી એમ્બ્યુલન્સ 1962 ટોલ ફ્રી સેવા રાજકોટમાં શરૂ કરવામાં આવી http://revoltnewsindia.com/mobile-ambulance-for-animal-treatment-1962-toll-free-service-was-started-in-rajkot/1150/ http://revoltnewsindia.com/mobile-ambulance-for-animal-treatment-1962-toll-free-service-was-started-in-rajkot/1150/#respond Thu, 25 Jun 2020 11:14:30 +0000 http://revoltnewsindia.com/?p=1150 108 બાદ રાજકોટ શહેરમાં 1962 ટોલ ફ્રી સેવા આજરોજથી શરૂ કરવામાં આવી છે. પશુઓને થતા તમામ રોગોની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. પશુઓને કેન્સરથી…

The post પશુ સારવાર માટેની ફરતી એમ્બ્યુલન્સ 1962 ટોલ ફ્રી સેવા રાજકોટમાં શરૂ કરવામાં આવી appeared first on REVOLT NEWS INDIA.

]]>

108 બાદ રાજકોટ શહેરમાં 1962 ટોલ ફ્રી સેવા આજરોજથી શરૂ કરવામાં આવી છે. પશુઓને થતા તમામ રોગોની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે.

પશુઓને કેન્સરથી માંડી અનેક પ્રકારના રોગો થતા હોઈ છે ત્યારે પશુઓને ઝડપથી સારવાર મળી રહે તે હેતુથી આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ તમામ ધારાસભ્યો દ્વારા એમ્બ્યુલન્સને ગ્રીન સિગ્નલ આપવામા આવ્યું હતું.

Loading

The post પશુ સારવાર માટેની ફરતી એમ્બ્યુલન્સ 1962 ટોલ ફ્રી સેવા રાજકોટમાં શરૂ કરવામાં આવી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/mobile-ambulance-for-animal-treatment-1962-toll-free-service-was-started-in-rajkot/1150/feed/ 0 1150