Atrocity Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/atrocity/ News for India Sat, 23 Oct 2021 14:50:44 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Atrocity Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/atrocity/ 32 32 174330959 Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/ http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/#respond Sat, 23 Oct 2021 13:35:02 +0000 https://revoltnewsindia.com/?p=3950 પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ જેતપુરમાં થોડા દિવસ પહેલા એક અનુસૂચિત જાતિ (Schedule caste) ના યુવાન ઉપર કથિત દબંગ લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.…

The post Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ

જેતપુરમાં થોડા દિવસ પહેલા એક અનુસૂચિત જાતિ (Schedule caste) ના યુવાન ઉપર કથિત દબંગ લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને જેતપુર શહેર પોલીસ (Police) દ્વારા આજદિન સુધી આરોપીઓની ધરપકડ ન કરાતા જેતપુરના SC સમાજ દ્વારા જેતપુર ડિવિઝન (Jetpur Police Division) ના ASP ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

મામુલી બોલાચાલીમાં યુવાન પર કરવામાં આવ્યો છે છરી વડે હુમલો: અનુ.જાતિ સમાજના આગેવાનો

આવરા અને ગુંડા તત્વો બેફામ બન્યા હોવાનું પણ આવ્યું જણાવવામાં

Rajkot: જિલ્લાના જેતપુરમાં જેતપુરમા અનુસૂચિત જાતિના આગેવાન કાળાભાઈ ચાવડાના પુત્ર  કિશોર ઉપર મામુલી બોલાચાલીમાં છરી વડે હુમલો કરી જાતિ અંગે અપમાનિત કરવાના બનાવમાં તારીખ 20/10/2021 ના રોજ જેતપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય કલમો મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત જાતી (Schedule caste) સમાજ દ્વારા SC સમાજના અગેવાનના પુત્ર પર કથિત દબંગો દ્વારા જીવલેણ હુમલો કરાતા પોલીસ ફરીયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરાતા એના વિરોધમાં આજે જેતપુરમાં નાયબ પોલીસ અધ્યક્ષ કચેરી (DYSP Office) ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.

Photo: ASP ને આવેદનપત્ર પાઠવતા SC સમાજના આગેવાનો

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, જેતપુર વિસ્તારમાં SC સમાજ પ્રત્યે ખૂબ જ અત્યાચારો થઇ રહ્યા છે.
બહેન-દિકરીઓ સલામત નથી. તેમજ નશાખોર બેફામ થઇ રહ્યા છે. તેમજ પોલીસ પ્રશાસનની જરાય જેટલી બીક કે ડર નથી. પોલીસ તંત્ર દ્વારા બુટલેગરોને આવારા તત્વોને છાવરવામાં આવતુ હોય તેવુ લાગી રહ્યુ છે.

જીવલેણ હુમલાના આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયો

રોજ-બરોજ નવી નવી ઘટનાઓ અમારા સમાજના યુવાનો તથા બહેન દિકરીઓને ટાર્ગેટ બનાવવા બની રહી છે. આમ દરેક જગ્યાએ અનુ. જાતિના વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી તેના પર અત્યાચાર થઈ રહ્યા છે. તેનો અમો જેતપુર શહેર/તાલુકા અનુ. જાતિ સમાજ વતી સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. તેમજ અમારા સમાજના લોકોની સલામતી જોખમાય હોય તેવુ સામ્રાજય સ્થપાય રહ્યુ હોય.

SC સમાજ પર અત્યાચારો વધ્યા હોવાનું પણ આવ્યું જણાવવામાં

તેમજ અમારે દહેશતમાં જીવવુ પડે તેવી પરીસ્થિતીનું નિર્માણ થઇ રહ્યુ છે. તેમજ હાલ બે દિવસ પહેલા પણ જેતપુરના એક પ્રતિષ્ઠીત બુજુર્ગ દલીત આગેવાનના યુવાન પુત્ર ઉપર જીવલેણ હુમલો થયેલ હોય.

Photo: SC સમાજના લોકો

હુમલાખોર આરોપીઓ ઝનુની સ્વભાવના અને માયાભારે હોવાની છાપ ધરાવતા હોય તેમજ મની મસલ્સ પાવરના કારણે પોલીસ બેડામાં તેનો રોફ હોય જેના કારણે આવા ગુંડા અને આવારા તત્વો બેફામ બની રહ્યા છે.

આરોપીની ધરપકડ કરી ના હોવાને લઇને SC સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો

ત્યારે સમગ્ર હકીકત ધ્યાને લઇ આવા લોકોની તાત્કાલિક ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવવા અને ફરી આવા કોઇ બનાવો ફરી ન બને તે બાબતે સખત અને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવા અંગેની જેતપુર શહેર/તાલુકા SC સમાજ દ્વારા SC સમાજના ભાઈઓ, આગેવાનો મનોજભાઈ પારધી, કાળાભાઈ ચાવડા, જીતુભાઇ પારધી, કાંતિભાઈ વેગડા, તરુણભાઈ પારઘી, સંજયભાઈ જાદવ અને પ્રકાશભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

અને આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે મોટી સંખ્યામાં એકત્રીત થઈને જેતપુર ડિવિઝનના પોલીસ વડા એ.એસ.પી. (ASP) સાગર બાગમાર (Sagar Bagmar, IPS) ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

Loading

The post Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/feed/ 0 3950
દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય? http://revoltnewsindia.com/guj_dalit_atrocity_in_sabarkantha/1607/ http://revoltnewsindia.com/guj_dalit_atrocity_in_sabarkantha/1607/#respond Sun, 07 Mar 2021 10:27:23 +0000 https://revoltnewsindia.com/?p=1607 શહેરી વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડ થાય ત્યારે દલિતો પ્રખર હિન્દુ લાગે છે ; પરંતુ કોઈ દલિત ઘોડી ઉપર બેસીને ‘વરઘોડો’ કાઢે કે ‘ફૂલેકું’ કાઢે તે વખતે તે હિન્દુ મટીને શૂદ્ર…

The post દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય? appeared first on REVOLT NEWS INDIA.

]]>

શહેરી વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડ થાય ત્યારે દલિતો પ્રખર હિન્દુ લાગે છે ; પરંતુ કોઈ દલિત ઘોડી ઉપર બેસીને ‘વરઘોડો’ કાઢે કે ‘ફૂલેકું’ કાઢે તે વખતે તે હિન્દુ મટીને શૂદ્ર બની જાય છે ! આટલો દંભ અને હલકી માનસિકતા દુનિયામાં કોઈ જગ્યાએ જોવા મળતી નથી.

સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશન હેઠળના ભજપુરા ગામે 6 માર્ચ 2021 ના રોજ દલિત સમાજના દુર્લભ સુતરિયાના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવ્યો; તેનો પોલીસ બંદોબસ્ત ગજબનો હતો : 1 DySP; 1 PI; 7 PSI; અને 60 પોલીસ કોન્સ્ટેબલ્સના બંદોબસ્ત વચ્ચે આ વરઘોડો નીકળ્યો હતો ! કેટલાંક કહે છે કે વરઘોડો કાઢવો/સાફો બાંઘવો/મૂછો રાખવી વગેરે સામંતશાહીની નિશાનીઓ છે; એને છોડી દેવી જોઈએ. આવી દલીલ કરીને છટકી શકાય નહીં. સમાજનો ઉપલો વર્ણ દલિતો સાથે અપમાનજનક વર્તન કરી શકે નહીં. ઘોડી ઉપર બેસવું/સાફો બાંધવો એ માત્ર ઉપલા વર્ણના લોકોનો રિવાજ છે; જેનું અનુકરણ દલિતો કરી શકે નહીં; એવી દલીલ કરી શકાય નહીં.

આ સમય ભારતીય બંધારણના માનવીય ગૌરવનો છે; મનુસ્મૃતિનો નથી; આટલી સમજ આપણામાં કેમ ઊગતી નથી? 60 પોલીસ કર્મચારીઓ અને 9 પોલીસ અધિકારીઓ એક વરધઘોડા પાછળ રોકાય તે સરકાર માટે શરમજનક બાબત કહેવાય.

ક્યાં સુધી પોલીસ બંદોબસ્ત હેઠળ દલિતોના વરઘોડા કાઢશો? પટેલો/ઠાકોર/કોળી વગેરે સમાજના લોકો પણ દલિત વરઘોડાનો વિરોધ કરે છે; તેમણે મનુસ્મૃતિ વાંચી લેવી જોઈએ. તેઓ ઉપલા ત્રણ વર્ણમાં આવતા નથી; છતાં શામાટે દલિતોનો વિરોધ કરતા હશે?

મોરારીબાપૂ/પાંડુરંગ શાસ્ત્રી/શ્રી શ્રી રવિશંકર/જગ્ગી વાસુદેવ વગેરેની મોટિવેશનલ વાતોથી સમાજ સુધરતો નથી; જો કંઈક પણ ફરક પડતો હોય તો દલિત વરઘોડા વખતે તોતિંગ પોલીસ બંદોબસ્ત રાખવાની જરુર જ ન રહે ! આ પ્રકારના અન્યાય બંધ ન થઈ શકે? શું માનવીય ગૌરવને હાનિ ન પહોંચે તે માટે કોઈ ઉપાય નથી? ઉપાય તો છે; પણ નિષ્ઠાનો અભાવ છે. એટ્રોસિટી એક્ટ તેમજ ગુજરાત પોલીસ એક્ટમાં સામૂહિક દંડ વસૂલ કરવાની પરફેક્ટ જોગવાઈ છે ! મારી દ્રષ્ટિએ જે ગામમાં/કસબામાં દલિત વરઘોડાનો વિરોધ કરવામાં આવે અને એ વરઘોડો જો પોલીસ બંદોબસ્ત સાથે કાઢવામાં આવે તો; પોલીસ બંદોબસ્તનો સઘળો ખર્ચ ગામના બિનદલિતો પાસેથી વસૂલ કરવો જોઈએ; તો જ બિનદલિતોની માનસિકતામાં સુધારો થશે !

લેખક: રમેશ સવાની (પૂર્વ આઈજીપી ગુજરાત પોલીસ અને પૂર્વ આચાર્ય પોલીસ ટ્રેનિંગ સ્કૂલ વડોદરા)

Loading

The post દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/guj_dalit_atrocity_in_sabarkantha/1607/feed/ 0 1607