CrimeinJetpur Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/crimeinjetpur/ News for India Sat, 23 Oct 2021 14:50:44 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png CrimeinJetpur Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/crimeinjetpur/ 32 32 174330959 Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/ http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/#respond Sat, 23 Oct 2021 13:35:02 +0000 https://revoltnewsindia.com/?p=3950 પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ જેતપુરમાં થોડા દિવસ પહેલા એક અનુસૂચિત જાતિ (Schedule caste) ના યુવાન ઉપર કથિત દબંગ લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.…

The post Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ

જેતપુરમાં થોડા દિવસ પહેલા એક અનુસૂચિત જાતિ (Schedule caste) ના યુવાન ઉપર કથિત દબંગ લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને જેતપુર શહેર પોલીસ (Police) દ્વારા આજદિન સુધી આરોપીઓની ધરપકડ ન કરાતા જેતપુરના SC સમાજ દ્વારા જેતપુર ડિવિઝન (Jetpur Police Division) ના ASP ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

મામુલી બોલાચાલીમાં યુવાન પર કરવામાં આવ્યો છે છરી વડે હુમલો: અનુ.જાતિ સમાજના આગેવાનો

આવરા અને ગુંડા તત્વો બેફામ બન્યા હોવાનું પણ આવ્યું જણાવવામાં

Rajkot: જિલ્લાના જેતપુરમાં જેતપુરમા અનુસૂચિત જાતિના આગેવાન કાળાભાઈ ચાવડાના પુત્ર  કિશોર ઉપર મામુલી બોલાચાલીમાં છરી વડે હુમલો કરી જાતિ અંગે અપમાનિત કરવાના બનાવમાં તારીખ 20/10/2021 ના રોજ જેતપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય કલમો મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત જાતી (Schedule caste) સમાજ દ્વારા SC સમાજના અગેવાનના પુત્ર પર કથિત દબંગો દ્વારા જીવલેણ હુમલો કરાતા પોલીસ ફરીયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરાતા એના વિરોધમાં આજે જેતપુરમાં નાયબ પોલીસ અધ્યક્ષ કચેરી (DYSP Office) ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.

Photo: ASP ને આવેદનપત્ર પાઠવતા SC સમાજના આગેવાનો

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, જેતપુર વિસ્તારમાં SC સમાજ પ્રત્યે ખૂબ જ અત્યાચારો થઇ રહ્યા છે.
બહેન-દિકરીઓ સલામત નથી. તેમજ નશાખોર બેફામ થઇ રહ્યા છે. તેમજ પોલીસ પ્રશાસનની જરાય જેટલી બીક કે ડર નથી. પોલીસ તંત્ર દ્વારા બુટલેગરોને આવારા તત્વોને છાવરવામાં આવતુ હોય તેવુ લાગી રહ્યુ છે.

જીવલેણ હુમલાના આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયો

રોજ-બરોજ નવી નવી ઘટનાઓ અમારા સમાજના યુવાનો તથા બહેન દિકરીઓને ટાર્ગેટ બનાવવા બની રહી છે. આમ દરેક જગ્યાએ અનુ. જાતિના વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી તેના પર અત્યાચાર થઈ રહ્યા છે. તેનો અમો જેતપુર શહેર/તાલુકા અનુ. જાતિ સમાજ વતી સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. તેમજ અમારા સમાજના લોકોની સલામતી જોખમાય હોય તેવુ સામ્રાજય સ્થપાય રહ્યુ હોય.

SC સમાજ પર અત્યાચારો વધ્યા હોવાનું પણ આવ્યું જણાવવામાં

તેમજ અમારે દહેશતમાં જીવવુ પડે તેવી પરીસ્થિતીનું નિર્માણ થઇ રહ્યુ છે. તેમજ હાલ બે દિવસ પહેલા પણ જેતપુરના એક પ્રતિષ્ઠીત બુજુર્ગ દલીત આગેવાનના યુવાન પુત્ર ઉપર જીવલેણ હુમલો થયેલ હોય.

Photo: SC સમાજના લોકો

હુમલાખોર આરોપીઓ ઝનુની સ્વભાવના અને માયાભારે હોવાની છાપ ધરાવતા હોય તેમજ મની મસલ્સ પાવરના કારણે પોલીસ બેડામાં તેનો રોફ હોય જેના કારણે આવા ગુંડા અને આવારા તત્વો બેફામ બની રહ્યા છે.

આરોપીની ધરપકડ કરી ના હોવાને લઇને SC સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો

ત્યારે સમગ્ર હકીકત ધ્યાને લઇ આવા લોકોની તાત્કાલિક ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવવા અને ફરી આવા કોઇ બનાવો ફરી ન બને તે બાબતે સખત અને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવા અંગેની જેતપુર શહેર/તાલુકા SC સમાજ દ્વારા SC સમાજના ભાઈઓ, આગેવાનો મનોજભાઈ પારધી, કાળાભાઈ ચાવડા, જીતુભાઇ પારધી, કાંતિભાઈ વેગડા, તરુણભાઈ પારઘી, સંજયભાઈ જાદવ અને પ્રકાશભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

અને આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે મોટી સંખ્યામાં એકત્રીત થઈને જેતપુર ડિવિઝનના પોલીસ વડા એ.એસ.પી. (ASP) સાગર બાગમાર (Sagar Bagmar, IPS) ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

Loading

The post Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/feed/ 0 3950
Jetpur: પેઢલા ગામમાં જુગારના અડ્ડા પર LCB ત્રાટકી, સાડા ચાર લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે http://revoltnewsindia.com/gamblers-were-picked-up-by-rajkot-rural-lcb-from-pedhala-village-in-jetpur-taluka/2759/ http://revoltnewsindia.com/gamblers-were-picked-up-by-rajkot-rural-lcb-from-pedhala-village-in-jetpur-taluka/2759/#respond Tue, 07 Sep 2021 05:11:56 +0000 https://revoltnewsindia.com/?p=2759 રાજકોટ રૂરલ LCB એ જુગારના અડ્ડા પર દરોડો પાડતા જેતપુર તાલુકા પોલીસ ઉંઘતી ઝડપાઇ Rajkot Rural LCB Police એ પેઢલા Pedhala ગામની સીમમાં આવેલ નિલેશ હંસરાજ પાદરિયાની માલિકીની વાડીમાં આવેલ…

The post Jetpur: પેઢલા ગામમાં જુગારના અડ્ડા પર LCB ત્રાટકી, સાડા ચાર લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે appeared first on REVOLT NEWS INDIA.

]]>
રેડમાં પકડાયેલા આરોપીઓનો ફોટો

રાજકોટ રૂરલ LCB એ જુગારના અડ્ડા પર દરોડો પાડતા જેતપુર તાલુકા પોલીસ ઉંઘતી ઝડપાઇ

Rajkot Rural LCB Police એ પેઢલા Pedhala ગામની સીમમાં આવેલ નિલેશ હંસરાજ પાદરિયાની માલિકીની વાડીમાં આવેલ ઓરડીમાં જુદીજુદી જગ્યાએથી શકુનીઓને પત્તા ખેંચતા ઝડપી પાડવામાં આવ્યા છે.

છેલ્લા ઘણા સમયથી Jetpur જેતપુર પંથક જાણે જુગારપુર થઈ ગયું હોય તેવું સામે આવી રહ્યું છે. જાણે સમાજિક દુષણોએ માજા મૂકી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ પેઢલાના જુગારના અખાડા પર LCB દ્વારા રેડ પાડતા જેતપુર તાલુકા પોલીસ કુંભકર્ણ નિદ્રામાં વ્યસ્ત હોય તેવી પણ લોકોચર્ચા થઈ રહી છે.

Advertisement

આ રેડમાં પકડાયેલા આરોપીઓ:

(1) મુકેશ હંસરાજ પાદરીયા (વાડી માલીક )
(2) જયેશ મનજી પાદરીયા
(3) સોહીત ઉર્ફ સંજય ગોરધન પોકીયા
(4) રમેશ ભગવાનજી સરધારા
(5) એહમદ ઉર્ફે બાબુ સલીમ મંગીયાણા
(6) અરવિદ ઉર્ફ અસ્વીન હરી ચોવટીયા
(7) વિજય ધીરૂ સાવલીયા
(8) વિમલ જમન રાબડીયા
(9) જયેશ વલભ દાવડા

આ રેડમાં કબ્જે કરાયેલ મુદ્દામાલ:

(1) રોકડા રૂપીયા 3,21,100/-
(2) મોબાઇલ ફોન નંગ 7 કિ.રૂ. રૂ.50,500/-
(3) મોટર સાયકલ નંગ-4 કી.રૂ. 90,000/-
(4) ગંજી પનાના પાના નંગ-52 કી.રૂ. 00/- કુલ મુદામાલ કિ.રૂ 4,61,600/-

આ રેડમાં કામગીરી કરનાર ટીમ:

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઈન્સ. એ.આર.ગોહીલ, તથા પો.સબ.ઈન્સ. એસ.જે. રાણા, એ.એસ.આઈ. મહેશ જાની, પો.હેડ.કોન્સ. બાલક્રુષ્ણ ત્રીવેદી, નિલેશ ડાંગર, શક્તીસીંહ જાડેજા, પો.કોન્સ. દિવ્યેશ સુવા, કૌશીક જોશી.

Loading

The post Jetpur: પેઢલા ગામમાં જુગારના અડ્ડા પર LCB ત્રાટકી, સાડા ચાર લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gamblers-were-picked-up-by-rajkot-rural-lcb-from-pedhala-village-in-jetpur-taluka/2759/feed/ 0 2759
પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને જેતપુરમાંથી ઝડપી પાડતી LCB http://revoltnewsindia.com/lcb-speeding-the-accused-from-jetpur-while-jumping-parole-and-having-breakfast/1519/ http://revoltnewsindia.com/lcb-speeding-the-accused-from-jetpur-while-jumping-parole-and-having-breakfast/1519/#respond Fri, 19 Feb 2021 13:10:17 +0000 https://revoltnewsindia.com/%e0%aa%aa%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%b2-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%8d%e0%aa%aa-%e0%aa%95%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a8%e0%aa%be%e0%aa%b8%e0%aa%a4%e0%aa%be-%e0%aa%ab%e0%aa%b0%e0%aa%a4%e0%aa%be/ જુનાગઢ સેન્ટ્રલ જેલમાંથી વચગાળાના જામીન પરથી થયેલ ફરાર  થયેલ પાકા કામના કેદીને જેતપુરના નવાગઢ ગઢની રાંગ પાસેથી રાજકોટ રૂરલ LCB એ ઝડપી પાડ્યો. પોલીસ સૂત્રોન જણાવ્યા મુજબ સંજય ગાંડુભાઈ ડાભી…

The post પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને જેતપુરમાંથી ઝડપી પાડતી LCB appeared first on REVOLT NEWS INDIA.

]]>

જુનાગઢ સેન્ટ્રલ જેલમાંથી વચગાળાના જામીન પરથી થયેલ ફરાર  થયેલ પાકા કામના કેદીને જેતપુરના નવાગઢ ગઢની રાંગ પાસેથી રાજકોટ રૂરલ LCB એ ઝડપી પાડ્યો.

પોલીસ સૂત્રોન જણાવ્યા મુજબ સંજય ગાંડુભાઈ ડાભી પાકા કામનો કેદી હોય, જે જુનાગઢ સેન્ટ્રલ જેલમાંથી પેરોલ મેળવી નાસી છૂટી ગયેલ હતો. આ દરમિયાન રાજકોટ રૂરલ LCB ને ખાનગી બાતમી મળેલ જેને આધારે ફરાર કેદીને જેતપુરના નવાગઢ ગઢની રાંગ ભોલેનાથ લાકડાની લાતી પાસેથી આજરોજ ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પો.ઇન્સ.  એ.આર.ગોહીલ તથા પો.સબ.ઈન્સ. વી.એમ. કોલાદરા તથા પો.હેડ.કોન્સ. સંજયભાઈ પરમાર, નીલેશભાઇ ડાંગર, મહેશભાઈ જાની, બાલકૃષ્ણભાઈ ત્રીવેદી તથા પો.કોન્સ. નારણભાઇ પંપાણીયા જોડાયા હતા.

Loading

The post પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને જેતપુરમાંથી ઝડપી પાડતી LCB appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/lcb-speeding-the-accused-from-jetpur-while-jumping-parole-and-having-breakfast/1519/feed/ 0 1519
જેતપુરમાં નકલી પોલીસ બની લોકોને લૂંટતા વડીયાના રંગા-બિલ્લા ઝડપાયા http://revoltnewsindia.com/in-jetpur-wadias-ranga-billa-were-caught-robbing-people-by-becoming-fake-police/1392/ http://revoltnewsindia.com/in-jetpur-wadias-ranga-billa-were-caught-robbing-people-by-becoming-fake-police/1392/#respond Mon, 09 Nov 2020 15:26:39 +0000 http://revoltnewsindia.com/?p=1392 પરપ્રાંતિયો અને સિનિયર સિટીઝનોને બનાવતા હતા ટાર્ગેટ ! Report by Rahul Vegda જેતપુરના ઓછી અવર-જવર વાળા વિસ્તારોમાં એકજ દીવસમાં અલગ-અલગ જગ્યાએ નકલી પોલીસ બની લુંટ કરતા આરોપીઓને ગણતરીના કલાકોમાં જ…

The post જેતપુરમાં નકલી પોલીસ બની લોકોને લૂંટતા વડીયાના રંગા-બિલ્લા ઝડપાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>

પરપ્રાંતિયો અને સિનિયર સિટીઝનોને બનાવતા હતા ટાર્ગેટ !

Report by Rahul Vegda

જેતપુરના ઓછી અવર-જવર વાળા વિસ્તારોમાં એકજ દીવસમાં અલગ-અલગ જગ્યાએ નકલી પોલીસ બની લુંટ કરતા આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ગુન્હાનો ભેદ ઉકેલી બન્ને આરોપીઓને તમામ મુદ્દામાલ સાથે જેતપુર પોલીસે ઝડપી પડયા હતા.

પકડાયેલા બન્ને આરોપીઓ વીજય ઉર્ફ દેવરાજ જીતેન્દ્રભાઈ બાભણીયા અને કાનો ચીનુભાઈ લાલકીયા નામના બન્ને ઈસમો વડીયાના રહેવાસી છે અને અગાઉ પણ લૂંટ અને દારૂના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.

જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 07/11/2020 નારોજ સાંજના સમયે સીનીયર સીટીઝન તથા પરપ્રાંતીય મજૂરોને ટાર્ગેટ કરી પોલીસની ઓળખ આપી બળજબરીથી પૈસા તથા મોબાઇલોની અલગ અલગ છ જગ્યાએથી લુંટ કરી નાસી ગયેલ હતા.

જે અંગે જેતપુર સીટી પો.સ્ટે. ખાતે બે ગુના દાખલ થયેલ હતા. જેથી જેતપુર સીટી પોલીસે આ ગંભીર ગુનાને ધ્યાનમાં લઇ અલગ-અલગ ટીમ બનાવી સી.સી.ટી.વી તથા ઈ ગુજકોપ એપ્લીકેશન તથા બાતમીદારો મારફતે માહીતી એકત્ર કરી હતી.

આ દરમિયાન પોલીસને ખાનગી રાહે હકીકત મળેલ કે આ લૂંટના ગુન્હામાં વપરાયેલું એક્ટીવા, વડીયા મુકામે ફરી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમી મળતા જ પોલીસની એક ટીમ વડીયા મુકામે રવાના થઈ હતી જ્યાંથી બે શંકાસ્પદ ઇસમોને જેતપુર સીટી પોલીસ સ્ટેશને લવાયા હતા.

પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બન્ને ઇસમો ભાંગી પડ્યા હતા અને પોપટ બની તેમના ગુન્હાની કબૂલાત કરી હતી. આરોપીઓએ લૂંટનો મૂદ્દામાલ ચાંપરાજપુર રેલ્વે સ્ટેશન થી આગળ રોડની સાઇડમાં દાટેલ હેવાનું જણાવ્યુ હતું.

જેથી બંને આરોપીઓને સાથે રાખી બન્ને ગુનામાં ગયેલ તમામ મુદ્દામાલ જેમાં 13 જેટલા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, ગુન્હામાં વપરાયેલું એક્ટિવા અને રોકડ રકમ રૂ 4320/- સહિત કુલ રૂ 65720/- ની કિંમતનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો હતો.

Loading

The post જેતપુરમાં નકલી પોલીસ બની લોકોને લૂંટતા વડીયાના રંગા-બિલ્લા ઝડપાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/in-jetpur-wadias-ranga-billa-were-caught-robbing-people-by-becoming-fake-police/1392/feed/ 0 1392