પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને જેતપુરમાંથી ઝડપી પાડતી LCB

SHARE THE NEWS

જુનાગઢ સેન્ટ્રલ જેલમાંથી વચગાળાના જામીન પરથી થયેલ ફરાર  થયેલ પાકા કામના કેદીને જેતપુરના નવાગઢ ગઢની રાંગ પાસેથી રાજકોટ રૂરલ LCB એ ઝડપી પાડ્યો.

પોલીસ સૂત્રોન જણાવ્યા મુજબ સંજય ગાંડુભાઈ ડાભી પાકા કામનો કેદી હોય, જે જુનાગઢ સેન્ટ્રલ જેલમાંથી પેરોલ મેળવી નાસી છૂટી ગયેલ હતો. આ દરમિયાન રાજકોટ રૂરલ LCB ને ખાનગી બાતમી મળેલ જેને આધારે ફરાર કેદીને જેતપુરના નવાગઢ ગઢની રાંગ ભોલેનાથ લાકડાની લાતી પાસેથી આજરોજ ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પો.ઇન્સ.  એ.આર.ગોહીલ તથા પો.સબ.ઈન્સ. વી.એમ. કોલાદરા તથા પો.હેડ.કોન્સ. સંજયભાઈ પરમાર, નીલેશભાઇ ડાંગર, મહેશભાઈ જાની, બાલકૃષ્ણભાઈ ત્રીવેદી તથા પો.કોન્સ. નારણભાઇ પંપાણીયા જોડાયા હતા.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *