CrimeNews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/crimenews/ News for India Mon, 15 May 2023 10:48:40 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png CrimeNews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/crimenews/ 32 32 174330959 ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/#respond Mon, 15 May 2023 10:48:37 +0000 https://revoltnewsindia.com/?p=7601 રાજકોટ રેન્જના IG અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના SP જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવુતી નાબુદ કરવા સુચના આપેલ હોય

The post ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic Image

Rajkot: રાજકોટ રેન્જના IG અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના SP જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવુતી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ (Rajkot Rural LCB Police) ઈન્સ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્સ ડી.જી.બડવા તથા પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા.

જે દરમિયાન સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના મોટીપાનેલી ગામની સીમમાં માંડાસણ રોડ પર આવેલ અનીલ જેન્તીભાઇ જાદવ રહે. ગામ મોટીપાનેલી વાળાની કબ્જા ભોગવટાની વાડીએ રેઇડ કરી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ –52 કી. રૂ. 27,040/- ની કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ હતી.

પકડવા પર બાકી આરોપી: અનીલ જેન્તીભાઇ જાદવ રહે. ગામ મોટી પાનેલી માંડાસણ રોડ જુના જારવાસ, તા. ઉપલેટા, જી. રાજકોટ.

આ કામગીરી કરનાર ટીમમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસના ઇન્સ. વી.વી.ઓડેદારા, પો.સબ.ઈન્સ ડી.જી.બડવા, પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ, પો.સબ.ઇન્સ જે.યુ.ગોહીલ એ.એસ.આઇ મહેશ જાની, પો.હેડ.કોન્સ. શક્તિસિંહ જાડેજા, નીલેશ ડાંગર, વાસુદેવસિંહ જાડેજા, દીવ્યેશ સુવા, તથા પો કોન્સ કૌશીક જોષી, મહેશ સારીખડા, મેહુલ સોનરાજ તથા ડ્રા. પો કોન્સ અનીરૂધ્ધસિંહ જાડેજા જોડાયેલા હતા. તેમ એલ.સી.બી. (Local Crime Branch) રાજકોટ ગ્રામ્ય (RAJKOT RURAL) ની યાદીમાં જણાવવામાં આવેલ હતું.

Loading

The post ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/feed/ 0 7601
Dwarka:અંધશ્રદ્ધામાં ખેલાયો મોતનો ખેલ ‘મેલું કાઢવા’ ભૂવા અને પરિવારે ત્રણ સંતાનોની માતાને સાંકળ-ધોકાથી માર મારી કરી ક્રૂર હત્યા http://revoltnewsindia.com/dwarka-the-game-of-death-played-in-superstition-bhuva-and-the-family-brutally-killed-the-mother-of-three-children-by-beating-them-with-a-chain-threat/3698/ http://revoltnewsindia.com/dwarka-the-game-of-death-played-in-superstition-bhuva-and-the-family-brutally-killed-the-mother-of-three-children-by-beating-them-with-a-chain-threat/3698/#respond Fri, 15 Oct 2021 13:22:47 +0000 http://revoltnewsindia.com/?p=3698 Devbhoomidwarka: જિલ્લાના ઓખામઢી (Okhamadhi) ગામે મેલી વિદ્યાના ચક્કરમાં પરોઢિયે પરિણીતાને સાંકળ અને ધોકા વડે બેફામ માર મારી ડામ દઈ અમાનુષી હત્યા (Murder) નિપજાવવામાં આવી હોવાનો બનાવ સામે આવતાં હાલારભરમાં ભારે…

The post Dwarka:અંધશ્રદ્ધામાં ખેલાયો મોતનો ખેલ ‘મેલું કાઢવા’ ભૂવા અને પરિવારે ત્રણ સંતાનોની માતાને સાંકળ-ધોકાથી માર મારી કરી ક્રૂર હત્યા appeared first on REVOLT NEWS INDIA.

]]>

Devbhoomidwarka: જિલ્લાના ઓખામઢી (Okhamadhi) ગામે મેલી વિદ્યાના ચક્કરમાં પરોઢિયે પરિણીતાને સાંકળ અને ધોકા વડે બેફામ માર મારી ડામ દઈ અમાનુષી હત્યા (Murder) નિપજાવવામાં આવી હોવાનો બનાવ સામે આવતાં હાલારભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

મૃતકનાં પરિવારજન સહિત પાંચેક વ્યકિતની સંડોવણી ખૂલતાં પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. દેવભૂમિ દ્વારકા સહિત હાલારભરમાં ભારે અરેરાટી પ્રસરાવનારા બનાવની જાણવા મળતી વિગત અનુસાર, દ્વારકાના ઓખામઢી ગામે એક ધર્મસ્થાન પાસે વહેલી સવારે રમીલાબેન વાલાભાઈ સોલંકી (ઉં.વ. 25) નામની પરિણીતાને ‘મેલું કાઢવા’ માટે તેનાં પરિવારજન અને ભૂવાઓ સહિતના સાંકળ અને ધોકા વડે માર મારી શરીરે ડામ દેતાં ગંભીર ઇજાઓ થતાં રમીલાબેને દમ તોડયો હતો.

આથી આ બનાવ હત્યામાં પલટાયો હતો.આ બનાવની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડયો હતો. બીજી બાજુ, પ્રાથમિક પોલીસ તપાસમાં હત્યાના બનાવમાં અમુક પરિવારજનોની પણ સંડોવણી સામે આવતાં પોલીસે પાંચેક લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

બીજી બાજુ, મેલી વિદ્યાના ચક્કરમાં એક પરિણીતાની અમાનુષી હત્યાના બનાવને પગલે દ્વારકા સહિત હાલારભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. ક્રૂર હત્યાના આ બનાવમાં મૃતકનો પરિવાર, ભૂવાઓની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. અંધશ્રદ્ધના ખપ્પરમાં પચીસ વર્ષીય પરિણીતાએ જીવ ગુમાવતાં તેનાં ત્રણ માસૂમ બાળકોએ તેની માતાની છત્રછાયા ગુમાવી દીધી હોવાનું બહાર આવ્યું છે. આ કાંડમાં મહિલાને સળિયા ગરમ કરી ડામ દેવાયા હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

The post Dwarka:અંધશ્રદ્ધામાં ખેલાયો મોતનો ખેલ ‘મેલું કાઢવા’ ભૂવા અને પરિવારે ત્રણ સંતાનોની માતાને સાંકળ-ધોકાથી માર મારી કરી ક્રૂર હત્યા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dwarka-the-game-of-death-played-in-superstition-bhuva-and-the-family-brutally-killed-the-mother-of-three-children-by-beating-them-with-a-chain-threat/3698/feed/ 0 3698
અકસ્માત સર્જી પોલીસની ખોટી ઓળખ આપી ભાગી જનાર યુવતિને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ http://revoltnewsindia.com/guj_rajkot_crime_news/1593/ http://revoltnewsindia.com/guj_rajkot_crime_news/1593/#respond Sat, 06 Mar 2021 14:42:27 +0000 http://revoltnewsindia.com/?p=1593 ફોટોમાં દેખાતી મહિલા તા.04/03/2021 ના રોજ ઢેબર રોડ બોમ્બે પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જનાર છે. જેને રાજકોટ સરકારી હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરેલ જયાં પોતાની ખોટી ઓળખ મહિલા પોલીસ હોવાની આપેલ…

The post અકસ્માત સર્જી પોલીસની ખોટી ઓળખ આપી ભાગી જનાર યુવતિને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ફોટોમાં દેખાતી મહિલા તા.04/03/2021 ના રોજ ઢેબર રોડ બોમ્બે પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જનાર છે.

જેને રાજકોટ સરકારી હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરેલ જયાં પોતાની ખોટી ઓળખ મહિલા પોલીસ હોવાની આપેલ અને ભકિતગર પોલીસ સ્ટેશનની પોલીસ આવે તે પહેલા યુવતી ભાગી ગયેલ હતી.

આ યુવતિ વિરૂદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોલીસની ખોટી ઓળખ આપવાનો તેમજ બેફીકરાયથી વાહન ચલાવી અકસ્માત સર્જવાનો ગુનો નોંધાયેલ હતો.

આ મહિલાએ પોતે મહીલા પોલીસ હોવાની પોતાની ખોટી ઓળખ આપી સમાજમાં પોલીસની ખરાબ છાપ ઉપસ્થિત થાય તેવું કૃત્ય કરેલ.

જે બનાવ અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર મીણા સાહેબ ઝોન-1 તથા જાડેજા સાહેબ ઝોન-2 તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયા સાહેબએ યુવતીને તાત્કાલીક શોધવા સુચના આપેલ હતી.

તા.06/03/2021 ના ડી.સી.બી. પો.સ્ટે.ની ટીમ દ્વારા આ યુવતીને 202-વિરનર્મદ ટાઉનશીપ, એસટીવર્કસોપ પાછળગોંડલરોડ, રાજકોટ ખાતેથી પકડી પાડી ભક્તિનગર પો.સ્ટે. ખાતે સોપી આપેલ હતી.

આરોપીનું પૂરું નામ: વંદના ઉર્ફે વંસીકા ઉર્ફે મીના ઘાનાણી ડો/ઓ પરસોતમભાઇ વાઘેલા રહે. હાલ રાજકોટ મુળ રહે, વિરમગામ શકતિનગર સોસા. ફાટક પાસે, જી. અમદાવાદ

આરોપી વિરૂધ અગાઉ દાખલ થયેલ ગુનાઓની વિગત

(1) ગાંધીગ્રામ-2 (યુની) પો. સ્ટે. ગુરન 7/19 આઇપીસી કલમ 302, ૨01, 506, 511, 34, 120 બી, જીપીએકટ કલમ 135(1) ((1) વંદના ઉર્ફે વંસીકા પરસોતમભાઇ વાઘેલા (2) અલી ઉર્ફે આતીફ ઇસ્માઇલ શેખ (3) ગાયત્રીબા રવીરાજસિંહ વાઘેલા (4) યાશીન ઉર્ફે યુસુફભાઇ શાંધ વાળાઓએ કાવત્રુ રચી મરણજનાર કિરીટ ચંદુલાલ મહેતાની સાથે વંદનાએ ટેલીફોનીક કોન્ટેકટ કરી તેની સાથે શારીરીક સંબંધ બાંધી તેનુ મોબાઇલ દ્વારા વિડીયો ઉતારી રૂપિયા પડવી લેવા માટે ધાક ધમકી આપી છરી બતાવી ધમકી આપી ખૂન કરી લાશને છુપાવાના પ્રયત્નો કરી ગુનો કરેલ છે.

(2) રાજકોટ તાલુકા પો. સ્ટે. ફ. ગુરન 211/2016 આઇપીસી કલમ 389,384, 114 મુજબનો ગુનો દાખલ થયેલ છે. (ગુનાની વિગતઃ- (1) હીમાંશુ મોહનભાઈ પરમાર (2) ચંદ્રેશ ચેતનભાઇ ચૌહાણ (3) વંસીકા પરસોતમ વાઘેલા (4) ગીતાબેન મહેશભાઇ ગૌસ્વામી એ મળી ગઇ તા.31/12/2016 ફરીયાદી ને ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપી રૂ.5,00,000/- તેમજ ગાડી નંબર જીજે-03 જેસી-7278 ની બળજબરથી લઇ જઇ ગુનો કર્યા બાબત.

(3) સાવરકુંડલા પોલીસ સ્ટેશન ફ. ગુરન 76/2017 આઇપીસી કલમ 442,389,504,506(2), 120બી, 323, 114 મુજબ ગુનામાં પકડાયેલ છે. (ગુનાની વિગતઃ- આરોપી વંદના તથા સહઆરોપી હરેશભાઇ શંભુભાઇ ટાંક સાથે મળી સાથે ફ્રેન્ડસીપ બાંધી વાતોમાં લઇ ફરીયાદી ને બંધ સિમેન્ટ ફેકટરીએ લઇ જઇ વંદનાએ પોતાના ફ્રેન્ડને બોલાવી ફરીયાદી ને ધાક ધમકી આપી માર મારી ફરીયાદી પાસેથી રૂ.10,00,000/- બળજબરીથી કઢાવી ફરીયાદીને ગોંધી રાખી ગુનો કર્યા બાબત.

રિપોર્ટ: અશોકભાઈ ભરવાડ, જેતપુર.

Loading

The post અકસ્માત સર્જી પોલીસની ખોટી ઓળખ આપી ભાગી જનાર યુવતિને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/guj_rajkot_crime_news/1593/feed/ 0 1593