અકસ્માત સર્જી પોલીસની ખોટી ઓળખ આપી ભાગી જનાર યુવતિને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ

SHARE THE NEWS

ફોટોમાં દેખાતી મહિલા તા.04/03/2021 ના રોજ ઢેબર રોડ બોમ્બે પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જનાર છે.

જેને રાજકોટ સરકારી હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરેલ જયાં પોતાની ખોટી ઓળખ મહિલા પોલીસ હોવાની આપેલ અને ભકિતગર પોલીસ સ્ટેશનની પોલીસ આવે તે પહેલા યુવતી ભાગી ગયેલ હતી.

આ યુવતિ વિરૂદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોલીસની ખોટી ઓળખ આપવાનો તેમજ બેફીકરાયથી વાહન ચલાવી અકસ્માત સર્જવાનો ગુનો નોંધાયેલ હતો.

આ મહિલાએ પોતે મહીલા પોલીસ હોવાની પોતાની ખોટી ઓળખ આપી સમાજમાં પોલીસની ખરાબ છાપ ઉપસ્થિત થાય તેવું કૃત્ય કરેલ.

જે બનાવ અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર મીણા સાહેબ ઝોન-1 તથા જાડેજા સાહેબ ઝોન-2 તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયા સાહેબએ યુવતીને તાત્કાલીક શોધવા સુચના આપેલ હતી.

તા.06/03/2021 ના ડી.સી.બી. પો.સ્ટે.ની ટીમ દ્વારા આ યુવતીને 202-વિરનર્મદ ટાઉનશીપ, એસટીવર્કસોપ પાછળગોંડલરોડ, રાજકોટ ખાતેથી પકડી પાડી ભક્તિનગર પો.સ્ટે. ખાતે સોપી આપેલ હતી.

આરોપીનું પૂરું નામ: વંદના ઉર્ફે વંસીકા ઉર્ફે મીના ઘાનાણી ડો/ઓ પરસોતમભાઇ વાઘેલા રહે. હાલ રાજકોટ મુળ રહે, વિરમગામ શકતિનગર સોસા. ફાટક પાસે, જી. અમદાવાદ

આરોપી વિરૂધ અગાઉ દાખલ થયેલ ગુનાઓની વિગત

(1) ગાંધીગ્રામ-2 (યુની) પો. સ્ટે. ગુરન 7/19 આઇપીસી કલમ 302, ૨01, 506, 511, 34, 120 બી, જીપીએકટ કલમ 135(1) ((1) વંદના ઉર્ફે વંસીકા પરસોતમભાઇ વાઘેલા (2) અલી ઉર્ફે આતીફ ઇસ્માઇલ શેખ (3) ગાયત્રીબા રવીરાજસિંહ વાઘેલા (4) યાશીન ઉર્ફે યુસુફભાઇ શાંધ વાળાઓએ કાવત્રુ રચી મરણજનાર કિરીટ ચંદુલાલ મહેતાની સાથે વંદનાએ ટેલીફોનીક કોન્ટેકટ કરી તેની સાથે શારીરીક સંબંધ બાંધી તેનુ મોબાઇલ દ્વારા વિડીયો ઉતારી રૂપિયા પડવી લેવા માટે ધાક ધમકી આપી છરી બતાવી ધમકી આપી ખૂન કરી લાશને છુપાવાના પ્રયત્નો કરી ગુનો કરેલ છે.

(2) રાજકોટ તાલુકા પો. સ્ટે. ફ. ગુરન 211/2016 આઇપીસી કલમ 389,384, 114 મુજબનો ગુનો દાખલ થયેલ છે. (ગુનાની વિગતઃ- (1) હીમાંશુ મોહનભાઈ પરમાર (2) ચંદ્રેશ ચેતનભાઇ ચૌહાણ (3) વંસીકા પરસોતમ વાઘેલા (4) ગીતાબેન મહેશભાઇ ગૌસ્વામી એ મળી ગઇ તા.31/12/2016 ફરીયાદી ને ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપી રૂ.5,00,000/- તેમજ ગાડી નંબર જીજે-03 જેસી-7278 ની બળજબરથી લઇ જઇ ગુનો કર્યા બાબત.

(3) સાવરકુંડલા પોલીસ સ્ટેશન ફ. ગુરન 76/2017 આઇપીસી કલમ 442,389,504,506(2), 120બી, 323, 114 મુજબ ગુનામાં પકડાયેલ છે. (ગુનાની વિગતઃ- આરોપી વંદના તથા સહઆરોપી હરેશભાઇ શંભુભાઇ ટાંક સાથે મળી સાથે ફ્રેન્ડસીપ બાંધી વાતોમાં લઇ ફરીયાદી ને બંધ સિમેન્ટ ફેકટરીએ લઇ જઇ વંદનાએ પોતાના ફ્રેન્ડને બોલાવી ફરીયાદી ને ધાક ધમકી આપી માર મારી ફરીયાદી પાસેથી રૂ.10,00,000/- બળજબરીથી કઢાવી ફરીયાદીને ગોંધી રાખી ગુનો કર્યા બાબત.

રિપોર્ટ: અશોકભાઈ ભરવાડ, જેતપુર.

 1,334 Views,  4 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: