DhorajiUpdate Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/dhorajiupdate/ News for India Mon, 17 Jan 2022 07:51:51 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png DhorajiUpdate Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/dhorajiupdate/ 32 32 174330959 તોરણીયાધામમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ, યુવા સરપંચ અંકિત ટીલવાની આગેવાનીમાં કરવામાં આવી લોકોપયોગી કામગીરી http://revoltnewsindia.com/blood-donation-camp-held-at-toraniya-public-utility-work-was-done-under-the-leadership-of-young-sarpanch-ankit-tilwa/5517/ http://revoltnewsindia.com/blood-donation-camp-held-at-toraniya-public-utility-work-was-done-under-the-leadership-of-young-sarpanch-ankit-tilwa/5517/#respond Mon, 17 Jan 2022 07:41:00 +0000 https://revoltnewsindia.com/?p=5517 ગત તા. 16 ના રોજ સ્વ. હંસાબેન ટીલવા તથા સ્વ. લીલાબેન ટીલવાના સ્મરણાર્થે પ્રસિદ્ધ તોરણીયાધામ (Toraniya) ખાતે રકતદાન કેમ્પનું (Blood donation camp) આયોજન કરવામાં આવ્યું હતું. રકતદાન કેમ્પમાં 46 થી…

The post તોરણીયાધામમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ, યુવા સરપંચ અંકિત ટીલવાની આગેવાનીમાં કરવામાં આવી લોકોપયોગી કામગીરી appeared first on REVOLT NEWS INDIA.

]]>

ગત તા. 16 ના રોજ સ્વ. હંસાબેન ટીલવા તથા સ્વ. લીલાબેન ટીલવાના સ્મરણાર્થે પ્રસિદ્ધ તોરણીયાધામ (Toraniya) ખાતે રકતદાન કેમ્પનું (Blood donation camp) આયોજન કરવામાં આવ્યું હતું.

રકતદાન કેમ્પમાં 46 થી વધુ લોકોએ કર્યું રકતદાન

રાજકોટ: જિલ્લાના ધર્મસ્થાન તોરણીયા ગામે ખાતે ગત રવિવારના રોજ સ્વ. હંસાબેન ટીલવા તથા સ્વ. લીલાબેન ટીલવાના સ્મરણાર્થે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ અને સરપંચ અંકિત ટીલવાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

રકતદાન કેમ્પમાં એકઠું થયેલ લોહી રાજકોટ સિવિલ ખાતે મોકલાશે

આ બ્લડ ડોનેશન કેમ્પમાં 46 થી વધુ લોકોએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. અને તેમના લોહીનું દાન કર્યું હતું. આ કેમ્પના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રકતદાન કેમ્પમાં એકઠું થયેલ રક્ત રાજકોટ સિવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે.

થેલેસેમિયાની બીમારીથી પીડાતા બાળકોને ઉપયોગી થશે રક્તદાનમાં એકઠું થયેલ રક્ત

આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આરોગ્ય કેન્દ્ર તોરણીયા ખાતે કરવામાં આવ્યું હતુ. આ સાથે જ તોરણીયાના સરપંચ અંકિત ટીલવાએ જણાવ્યું હતું કે આ એકઠું થયેલ બ્લડ ખાસ થેલેસેમિયાથી પીડાતા બાળકોને ઉપયોગી થશે. તેમજ વધુમાં કહ્યું હતું કે આવા કેમ્પ કરવાથી માનવતાની મહેક મહેકાવી શકાય છે. અને માનવ-માનવ વચ્ચેના માનવીય સંબંધો વિકસાવી શકાય છે.

Loading

The post તોરણીયાધામમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ, યુવા સરપંચ અંકિત ટીલવાની આગેવાનીમાં કરવામાં આવી લોકોપયોગી કામગીરી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/blood-donation-camp-held-at-toraniya-public-utility-work-was-done-under-the-leadership-of-young-sarpanch-ankit-tilwa/5517/feed/ 0 5517
Breaking News Dhoraji: તોરણીયા ગામના પાટીયા નજીક અકસ્માતમા એકનુ કમકમાટી ભર્યુ મોત http://revoltnewsindia.com/breaking-news-dhoraji/4396/ http://revoltnewsindia.com/breaking-news-dhoraji/4396/#respond Fri, 12 Nov 2021 17:38:13 +0000 https://revoltnewsindia.com/?p=4396 રાજકોટના ધોરાજી નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત, ધોરાજીના તોરણીયા ગામના પાટીયા નજીક અકસ્માતમા એકનુ કમકમાટી ભર્યુ મોત, તોરણીયા પાટીયા નજીક સાઈકલ સવારને ટ્રકે હડફેટે લેતા સાઈકલ સવારનુ મોત,…

The post Breaking News Dhoraji: તોરણીયા ગામના પાટીયા નજીક અકસ્માતમા એકનુ કમકમાટી ભર્યુ મોત appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટના ધોરાજી નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત,

ધોરાજીના તોરણીયા ગામના પાટીયા નજીક અકસ્માતમા એકનુ કમકમાટી ભર્યુ મોત,

તોરણીયા પાટીયા નજીક સાઈકલ સવારને ટ્રકે હડફેટે લેતા સાઈકલ સવારનુ મોત,

મનોજભાઈ નામનો શખ્સ સાઈકલ લઈને જતો હોય ત્યારે ટ્રક દ્વારા હડફેટે લેતા અકસ્માત,

અકસ્માતમાં સાઈકલ ચાલકનુ ઘટના સ્થળ પર જ મોત નિપજયુ હોવાનું આવ્યું સામે,

મૃતદેહને પી.એમ. અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમા ખસેડાવામા આવેલ,

મૃતક 40 વર્ષીય મનોજભાઈ હોવાનું અને ખેત મજુર હોય તેવુ પ્રાથમિક તપાસમા જાણવા મળેલ

હાલ અકસ્માતની ઘટના બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ: આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ).

Loading

The post Breaking News Dhoraji: તોરણીયા ગામના પાટીયા નજીક અકસ્માતમા એકનુ કમકમાટી ભર્યુ મોત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/breaking-news-dhoraji/4396/feed/ 0 4396
Dhoraji: અતિવૃષ્ટિની સહાય અને વિજકાપને લઈને યોજવામાં આવી આક્રોશ રેલી http://revoltnewsindia.com/dhoraji-an-indignation-rally-was-organized-with-the-help-of-heavy-rains-and-lightning/4007/ http://revoltnewsindia.com/dhoraji-an-indignation-rally-was-organized-with-the-help-of-heavy-rains-and-lightning/4007/#respond Mon, 25 Oct 2021 07:29:27 +0000 https://revoltnewsindia.com/?p=4007 આક્રોશ રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી સહાયની કરવામાં આવી માંગ ધોરાજી (Dhoraji) માં અતિવૃષ્ટિ (Heavy rain) ની સહાય બાબતે ધોરાજી શહેર-તાલુકાનો સમાવેશ કરવા તથા સમય સર પૂરતો વીજ…

The post Dhoraji: અતિવૃષ્ટિની સહાય અને વિજકાપને લઈને યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>

આક્રોશ રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી સહાયની કરવામાં આવી માંગ

ધોરાજી (Dhoraji) માં અતિવૃષ્ટિ (Heavy rain) ની સહાય બાબતે ધોરાજી શહેર-તાલુકાનો સમાવેશ કરવા તથા સમય સર પૂરતો વીજ પુરવઠો (Power Supply) આપવા બાબત શહેરના જાહેરમાર્ગો પર આક્રોશ રેલી યોજી મુખ્યમંત્રી (Chief Minister) ને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતુ.

રાજકોટના ધોરાજી પંથકમાં થોડા સમય પહેલા પડેલ ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયેલ છે ત્યારે આ બાબતે અતિવૃષ્ટિની સહાય રાજ્ય સરકારે જાહેર કરી હતી. ત્યારે આ જાહેરાતમાં ધોરાજી તાલુકાના 30 ગામો માંથી ફક્ત 4 જેટલા જ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ત્યારે ધોરાજી શહેરના અને તાલુકાના ઘણા ખરા ગામો અને શહેરી વિસ્તારના ખેડૂતોને પણ આ રાહત પેકેજ માંથી બાકાત રાખવામાં આવેલ છે, ત્યારે આ બાબતે ખેડૂતો સરકારના રાહત પેકેજથી નારાઝ જોવા મળી રહ્યા છે.

આવી નારાજગીને લઈને અતિવૃષ્ટિમાં આખાય ધોરાજી તાલુકા 30 ગામોના ખેડૂતોના ઊભા પાકને ભયંકર નુકશાન થયેલ છે તેમ છતાં તંત્ર દ્વારા આ પંથકમાં જાણે યોગ્ય સર્વે કરાવવામાં ન આવતા ધોરાજી શહેરના અને ગ્રામ્યમાં પેકેજમાં સમાવેશ નથી થયો ત્યારે ખેડૂતો દ્વારા રોષ વ્યક્તમાં કરવામાં આવ્યો હતો.

અને રોષ સાથે ધારાસભ્ય લલિત વસોયાના કાર્યાલય ખાતેથી પ્રાંત અધિકારી કચેરી સુધી આક્રોશ રેલી કાઢી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી સહાયની માંગ કરી હતી.

આ સાથે હાલમાં ખેતીવાડીમાં કપાસ, એરંડા, તુવેર જેવા પાકોને પિયત આપવાની તાકીદે જરૂરિયાત છે અને કુવાઓમાં, બોરમાં પાણી છે છતાએ ખેડૂતો વીજળીના અભાવે ઊભા પાક ને પાણી આપી શકાય તેમ નથી. જેથી ઊભા પાકો સુકાય રહ્યા છે ત્યારે ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે તેવી પણ માંગ પણ આ તકે કરવામાં આવી હતી.

રિપોર્ટ: આશિષ લાલકિયા, ધોરાજી (રાજકોટ).

Loading

The post Dhoraji: અતિવૃષ્ટિની સહાય અને વિજકાપને લઈને યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dhoraji-an-indignation-rally-was-organized-with-the-help-of-heavy-rains-and-lightning/4007/feed/ 0 4007
Dhoraji: શહેર અને તાલુકાની અંદાજે 70 જેટલી આશા વર્કર બહેનોએ પોતાના હક્કની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું http://revoltnewsindia.com/about-70-asha-workers-from-dhoraji-city-and-taluka-sent-an-application-letter-to-mamlatdar-demanding-their-rights/3264/ http://revoltnewsindia.com/about-70-asha-workers-from-dhoraji-city-and-taluka-sent-an-application-letter-to-mamlatdar-demanding-their-rights/3264/#respond Mon, 27 Sep 2021 10:37:46 +0000 https://revoltnewsindia.com/?p=3264 ધોરાજી (Dhoraji) મામલતદારને (Mamlatdar) આવેદનપત્ર પાઠવતા આશાવર્કર (Asha worker) બહેનો એ પોતાની માગણી કરતા જણાવ્યું કે તમારી બહેનને લઘુતમ વેતન મળે અને અમારો ફિક્સ પગાર થાય તેમજ અન્ય કામગીરી કરવામાં…

The post Dhoraji: શહેર અને તાલુકાની અંદાજે 70 જેટલી આશા વર્કર બહેનોએ પોતાના હક્કની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>

ધોરાજી (Dhoraji) મામલતદારને (Mamlatdar) આવેદનપત્ર પાઠવતા આશાવર્કર (Asha worker) બહેનો એ પોતાની માગણી કરતા જણાવ્યું કે તમારી બહેનને લઘુતમ વેતન મળે અને અમારો ફિક્સ પગાર થાય તેમજ અન્ય કામગીરી કરવામાં આવે છે તેનો કોઈ વળતર મળતું નથી ફક્ત સેવા કરવામાં આવે છે.

કોરોના મહામારી ના સમયમાં અમારી બહેનો ફેસેલેટર બહેનો ને કોઈ વળતર મળતું નથી. પોતાની વેદના ઠાલાવતા બહેનોએ જણાવેલ કે અમારી બહેનોની વ્યથા કોણ સાંભળે!

કોરોનાના કપરા સમયમાં અમે અમારા બાળકો તેમજ  મારા ઘરવાળાને છોડીને જીવના જોખમે સેવા કરી છે, પરંતુ અમને મળવા પાત્ર ભથ્થા સરકાર આપતી નથી જેનો અમે વિરોધ કરીએ છીએ.

પગાર નક્કી કરવામાં આવે અથવા તો અમારી માગણી છે એ મુજબ અમારી તમામ માગણી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી સૌની માગણી છે ધોરાજી તાલુકાના આશા વર્કર બહેનો વીણાબેન તલસાનીયા ભાનુબેન કાછડીયા સંગીતાબેન વેકરીયા શોભનાબેન જોશી મુમતાઝબેન સંધી અસમીતાબેન ગાલોરીયા નીતાબેન સાગઠીયા ટીનાબેન પુષ્પાબેન રાઠોડ ગીતાબેન રાઠોડ વિગેરે આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા.

રિપૉર્ટ: કૌશલ સોલંકી, ધોરાજી

Loading

The post Dhoraji: શહેર અને તાલુકાની અંદાજે 70 જેટલી આશા વર્કર બહેનોએ પોતાના હક્કની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/about-70-asha-workers-from-dhoraji-city-and-taluka-sent-an-application-letter-to-mamlatdar-demanding-their-rights/3264/feed/ 0 3264