ગત તા. 16 ના રોજ સ્વ. હંસાબેન ટીલવા તથા સ્વ. લીલાબેન ટીલવાના સ્મરણાર્થે પ્રસિદ્ધ તોરણીયાધામ (Toraniya) ખાતે રકતદાન કેમ્પનું (Blood donation camp) આયોજન કરવામાં આવ્યું હતું.
રકતદાન કેમ્પમાં 46 થી વધુ લોકોએ કર્યું રકતદાન
રાજકોટ: જિલ્લાના ધર્મસ્થાન તોરણીયા ગામે ખાતે ગત રવિવારના રોજ સ્વ. હંસાબેન ટીલવા તથા સ્વ. લીલાબેન ટીલવાના સ્મરણાર્થે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ અને સરપંચ અંકિત ટીલવાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
રકતદાન કેમ્પમાં એકઠું થયેલ લોહી રાજકોટ સિવિલ ખાતે મોકલાશે
આ બ્લડ ડોનેશન કેમ્પમાં 46 થી વધુ લોકોએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. અને તેમના લોહીનું દાન કર્યું હતું. આ કેમ્પના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રકતદાન કેમ્પમાં એકઠું થયેલ રક્ત રાજકોટ સિવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે.
થેલેસેમિયાની બીમારીથી પીડાતા બાળકોને ઉપયોગી થશે રક્તદાનમાં એકઠું થયેલ રક્ત
આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આરોગ્ય કેન્દ્ર તોરણીયા ખાતે કરવામાં આવ્યું હતુ. આ સાથે જ તોરણીયાના સરપંચ અંકિત ટીલવાએ જણાવ્યું હતું કે આ એકઠું થયેલ બ્લડ ખાસ થેલેસેમિયાથી પીડાતા બાળકોને ઉપયોગી થશે. તેમજ વધુમાં કહ્યું હતું કે આવા કેમ્પ કરવાથી માનવતાની મહેક મહેકાવી શકાય છે. અને માનવ-માનવ વચ્ચેના માનવીય સંબંધો વિકસાવી શકાય છે.