GondalNews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gondalnews/ News for India Thu, 05 Oct 2023 14:53:28 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png GondalNews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gondalnews/ 32 32 174330959 Rajkot: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ http://revoltnewsindia.com/rajkot-attempted-self-immolation-by-agitators-over-dalit-cremation-land-in-gondal-dr/7758/ http://revoltnewsindia.com/rajkot-attempted-self-immolation-by-agitators-over-dalit-cremation-land-in-gondal-dr/7758/#respond Thu, 05 Oct 2023 13:54:49 +0000 http://revoltnewsindia.com/?p=7758 ગોંડલ તાલુકાના દલિત સમાજ દ્વારા સ્મશાનની જમીનની બાબતે ગોંડલમાં આવેલ ડો. આંબેડકરની પ્રતિમા પાસે છેલ્લા વીસ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં

The post Rajkot: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ appeared first on REVOLT NEWS INDIA.

]]>

આઝાદીના 75 વર્ષ બાદ પણ સ્મશાનની જમીનને લઈને દલિતો આંદોલન કરવા મજબૂર

આંદોલકારીઓ દ્વારા આપવામાં આવી હતી આત્મવિલોપનની ચીમકી

ગોંડલમાં દલિત સ્મશાન ભૂમિને લઈને આંદોલનકારીઓ દ્વારા આત્મદાહનો પ્રયાસ

ગોંડલના ખડવંથલી ગામના દલિત સમાજ દ્વારા દલિત સ્મશાનને લઈને છેલ્લાં 20 દિવસથી કરવામાં આવી રહ્યું હતું આંદોલન

Report by Dinesh Rathod

Rajkot: તા. 05- ઓક્ટોબર, રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકાના ખડવંથલીના દલિત સમાજ (Dalit Community) ના આંદોલનમાં એકબાજુ આંદોલનકારીઓએ પારણા કર્યા હતા. તો બીજી બાજુ વ્યકિતએ શરીર ઉપર કેરોસીન છાટ્યું હતું અને ત્રણ યુવાનોએ ફીનાઇલ પીધી હતી.

ગોંડલ તાલુકાના ખડવંથલી ગામના દલિત સમાજ દ્વારા સ્મશાનની જમીનની બાબતે ગોંડલમાં આવેલ ડો. આંબેડકરની પ્રતિમા પાસે છેલ્લા વીસ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં આજે અફડાતફડી મચી જવા પામી હતી.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખડવંથલીના દલિત સમાજના આંદોલનમાં એકબાજુ આંદોલનકારીઓએ પારણા કર્યા હતા. તો બીજી બાજુ વ્યકિતએ શરીર ઉપર કેરોસીન છાટ્યું હતું અને ત્રણ યુવાનોએ ફીનાઇલ પીધી હતી.

ખડવંથલી ગ્રામ પંચાયતના સરપંચ તથા સરકારી તંત્ર દ્વારા ઉપવાસ પર બેઠેલા લોકોની માંગણી સ્વિકારી લેવામાં આવી હોય જેને લઇને આગેવાનની હાજરીમાં પારણાં કરાવાઇ રહ્યા હતા.

એજ સમયે કેરોસીનની બોટલ લઈ છાવણીમાં ઘસી આવેલા વ્યક્તિએ શરીર પર કેરોસીન છાંટતા અફરાતફરી મચી જવા પામી હતી.

પોલીસે તુરંત આ વ્યક્તિને પકડી લઈ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યો હતો. હજુ તો આ ઘટના પુરી નથી થઈ ત્યાં બીજા ત્રણ વ્યક્તિઓએ ફીનાઇલ ગટગટાવતા અફડાતફડી મચી જવા પામી હતી.

આઝાદીના 75 વર્ષ બાદ પણ સ્મશાનની જમીનને લઈને દલિતો આંદોલન કરવા મજબૂર

પોલીસે તુરંત આ વ્યક્તિઓને પણ હોસ્પિટલ ખસેડ્યા હતા. અચાનક બનેલી ઘટનાને લઈને પારણા કરાવી રહેલા દલિત સમાજના આગેવાનો પણ અચંબીત બન્યા હતા.

લોકો એકઠા થઈ જતા અને દેકારો બોલી જતા પોલીસે મહામુસીબતે પરિસ્થિતિ પર કાબુ લઈ ઉપવાસ પર બેઠેલા વ્યક્તિઓની છાવણી હટાવી દીધી હતી.

આ દરમિયાન ગોંડલની સરકારી હોસ્પિટલે પણ દલિત સમાજના યુવાનો એકઠા થતા વાતાવરણ તંગ બન્યુ હતુ. વણસેલી પરિસ્થિતિને લઈ હોસ્પિટલ ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ખડવંથલી ગ્રામ પંચાયતના દ્વારા દલિત સમાજના સ્મશાનને તોડી પાડી ત્યાથી રસ્તો કઢાયો હોય જેના વિરોધમાં છેલ્લા વીસ દિવસથી ખડવંથલીના દલિત સમાજ દ્વારા ગોંડલ ખાતે આવેલ ડો. આંબેડકરની પ્રતિમા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતુ.

આંદોલનને વીસ દિવસ વીતી ગયા હોવા છતા સરકારી તંત્ર દ્વારા નોંધ સુધ્ધા લેવાઇ ન હોય આખરે આંદોલકારીઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી અપાતા તંત્ર હરકતમાં આવ્યુ હોય તેમ પીઆઇ. ડામોર, પીએસઆઇ કોઠીયા, તાલુકા પીએસઆઇ ઝાલા સહિત પોલીસ કાફલો ઉપવાસી છાવણી ખાતે ખડકાયો હતો.

એમ્બ્યુલન્સ ઉપરાંત ફાયર બ્રિગેડને પણ તહેનાત કરાયુ હતુ.

આ દરમિયાન બપોરના બાર કલાકે પ્રાંત અધીકારી દેવાહુતી મેડમ, મામલતદાર ચાવડા, નાયબ મામલતદાર મનિષ જોષી, તાલુકા વિકાસ અધિકારી ગઢવી તથા ખડવંથલીના સરપંચ ભાવેશભાઈ કથીરીયા સહિત છાવણી પર દોડી આવી આંદોલનકારીઓની માંગણી સ્વીકારી,

સ્મશાન માટે જમીન ફાળવવાની મૌખિક ખાત્રી આપતા દલિત સમાજના આગેવાનો ગીરધરભાઇ સોલંકી, બાબુભાઇ મકવાણા, સવજીભાઈ સાગઠીયા, હરીભાઇ રાઠોડ, પોલાભાઇ ખીમસુરીયા, હરીભાઇ મયાત્રા, ભીખાભાઇ બગડા, વિપુલભાઈ પરમાર સહિત સમાજના લોકો સહમત થયા હતા.

અને ઉપવાસ કરનારા હકાભાઇ પરમાર, જમનભાઇ પરમાર તથા ભરતભાઇ પરમારને પારણાં કરાવ્યા હતા. પરંતુ આ સમયે રામોદના મનસુખભાઈ રાઠોડ કેરોસીનની બોટલ સાથે ઘસી આવી શરીર પર કેરોસીન છાટ્યુ હતુ.

પરંતુ એલર્ટ રહેલા પીઆઇ. ડામોર સહિત ના પોલીસ સ્ટાફે મનસુખભાઈને પકડી લઈ ફાયર બ્રિગેડનો ફુવારો મારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

ત્યાં જ છાવણીમાં અચાનક ભીખાભાઇ પરમાર, જીતેન્દ્રભાઇ પરમાર અને ભરતભાઇ પરમારે ફીનાઇલ ગટગટાવી લેતા હલ્લાબોલ મચી જવા પામી હતી.

પોલીસે તુરંત ત્રણેય વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડી અફડાતફડીના માહોલને કાબુમાં લઈ આગેવાનોને સાથે રાખી છાવણી હટાવી લોકોનાં ટોળાને વિખેર્યુ હતુ.

સરકારીતંત્ર દ્વારા લેખિત બાહેંધરી ન અપાતા કરાયો હતો આત્મવિલોપનનો પ્રયાસ

બીજી બાજુ સિવિલ હોસ્પિટલ ખાતે દલિત સમાજના યુવાનો એકઠા થતા ડીવાયએસપી ઝાલા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર

હોસ્પિટલ રહેલા મનસુખભાઈ રાઠોડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સરકારી તંત્ર દ્વારા કોઈ લેખીત બાહેંધરી અપાઇ ના હોય અમારે આત્મવિલોપન કરવા મજબુર બનવુ પડ્યુ છે.

બીજી બાજુ ગોંડલ મેઘવાળ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ ગીરધરભાઇ સોલંકીએ જણાવ્યુ કે સરપંચ તથા પ્રાંત અધિકારી સહિત તંત્ર દ્વારા લેખીત બાહેંધરી અપાઇ છે.

તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આઠ દિવસમાં સ્મશાનની જમીનના પેપર તૈયાર કરી આપવા ખાત્રી અપાઇ હોય આંદોલન પુર્ણ થયુ છે.

જે યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે તેમને આ જાણ ન હોય આ પગલુ ભરાયુ છે. હોસ્પીટલમાં દાખલ થયેલા ચારેય યુવાનોની તબીયત સારી હોવાનું જણાવ્યુ હતુ.

આમ અફડાતફડી ભરી ઘટનાઓ વચ્ચે છેલ્લા વીસ દિવસથી ચાલતુ આંદોલન આજે સમેટાયું હતુ.

ઉલ્લેખનીય છે કે જ્યારે આપણા દેશ ભારતને આઝાદી મળી તેના 75 ઉપર વર્ષ વીત્યા હોવા છતાં. અને દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે દેશની મોટી આબાદી એવા દલિત સમાજને આજના સમયમાં પણ અંતિમવિધિ કરવા માટેની જમીન માટે આંદોલન કરવું પડે તે આપણાં સૌ ભારતવાસીઓ માટે શરમજનક બાબત કહેવાય.

Loading

The post Rajkot: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-attempted-self-immolation-by-agitators-over-dalit-cremation-land-in-gondal-dr/7758/feed/ 0 7758
Gondal: જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ મોવિયામાં ઓક્સિજન પાર્કનું થયું આયોજન http://revoltnewsindia.com/gondal-oxygen-park-organized-at-gyanayagna-gurukul-school-and-gyanayagna-skill-college-movia/1802/ http://revoltnewsindia.com/gondal-oxygen-park-organized-at-gyanayagna-gurukul-school-and-gyanayagna-skill-college-movia/1802/#respond Fri, 02 Jul 2021 10:42:05 +0000 http://revoltnewsindia.com/gondal-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%aa%be%e0%aa%a8%e0%aa%af%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e-%e0%aa%97%e0%ab%81%e0%aa%b0%e0%ab%81%e0%aa%95%e0%ab%81%e0%aa%b2-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%95%e0%ab%82%e0%aa%b2/ સામાજિક વનીકરણ વિભાગ (Rajkot) રાજકોટ, સામાજિક વનીકરણ રેન્જ કોટડા સાંગાણી, જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ – (Moviya) મોવિયાનાં સંયુક્ત ઉપક્રમે તા.02/07/2021 ને શુક્રવારનાં રોજ સવારે 10:00 વાગ્યે એક…

The post Gondal: જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ મોવિયામાં ઓક્સિજન પાર્કનું થયું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>

સામાજિક વનીકરણ વિભાગ (Rajkot) રાજકોટ, સામાજિક વનીકરણ રેન્જ કોટડા સાંગાણી, જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ – (Moviya) મોવિયાનાં સંયુક્ત ઉપક્રમે તા.02/07/2021 ને શુક્રવારનાં રોજ સવારે 10:00 વાગ્યે એક બાળ એક ઝાડનાં ઉદેશથી (Ogyen Park) “ઓક્સિઝન પાર્ક – 2021” નું આયોજન કરેલ હતું.

જેમાં શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને આશરે 500 થી વધુ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું અને શાળા અને કોલેજ કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. દરેક વિદ્યાર્થીભાઈઓ અને બહેનોને એક એક વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં ફળ ફળાદી, ઔષધિ, અને છાયડાના વૃક્ષોનો સમાવેશ થાય છે આ તકે શાળાના ફાઉન્ડર ચેરમેન શ્રી હિરેનભાઈ ખુંટ દ્વારા વૃક્ષનું મહત્વ સમજાવી દરેક વિદ્યાર્થીઓને વૃક્ષ ઉછેરની અગત્યતા સમજાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને વૃક્ષના ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

આ ઉપરાંત ગોંડલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી. આર. એફ. ઓ. વિલાસબેન દ્વારા તમામ વિદ્યાર્થીઓને એક એક વૃક્ષએ ઓક્સિઝનની બોટલ છે અને વૃક્ષ આપણા જીવનમાં કેટલું ઉપયોગી છે એ સમજાવામાં આવ્યું.

આ તકે મોવિયા ગામનાં સરપંચ શ્રી વાઘજીભાઈ પડારીયા,તલાટી મંત્રીશ્રી ડાંગોદરા સાહેબ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી બટુકભાઈ ઠુંમર, તાલુકા પંચાયત સદસ્યશ્રી મનીષભાઈ ખુંટ, ગામનાં આગેવાન શ્રી કિશોરભાઈ અંદીપરા, ભીખાલાલ ખુંટ, હંસરાજભાઈ કાલરીયા,રસિકભાઈ, ડિજ્ઞેશભાઈ કાલરીયા, ભૂતપૂર્વ સરપંચ શ્રી જેન્તીભાઇ ભાલાળા, પરબેશ્વર મહાદેવ મંદિરનાં મહંતશ્રી જગાબાપુ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની પુરી તકેદારી સાથે આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

Report: Narendra Patel, Gondal

Loading

The post Gondal: જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ મોવિયામાં ઓક્સિજન પાર્કનું થયું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gondal-oxygen-park-organized-at-gyanayagna-gurukul-school-and-gyanayagna-skill-college-movia/1802/feed/ 0 1802
Gondal: ગંભીર બિમારીથી પિડાતા વિવાનની સારવાર માટે યુવાનો દ્વારા રાહત ફંડ ઉઘરાવવાનું શરૂ કરાયું http://revoltnewsindia.com/gondal-youths-start-raising-relief-funds-for-treatment-of-critically-ill-vivan/1798/ http://revoltnewsindia.com/gondal-youths-start-raising-relief-funds-for-treatment-of-critically-ill-vivan/1798/#respond Thu, 01 Jul 2021 14:20:16 +0000 https://revoltnewsindia.com/gondal-%e0%aa%97%e0%aa%82%e0%aa%ad%e0%ab%80%e0%aa%b0-%e0%aa%ac%e0%aa%bf%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%a5%e0%ab%80-%e0%aa%aa%e0%aa%bf%e0%aa%a1%e0%aa%be%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b5%e0%aa%bf/ કોડીનાર (Kodinar) તાલુકાનું માસૂમ બાળક (Child) ગંભીર બિમારીથી પીડાઇ રહ્યું હોય તેની સારવાર માટે આર્થિક રકમ ખૂબ મોટા પ્રમાણમાં જરૂરી હોય ગોંડલ (Gondal) પંથકના યુવાનો દ્વારા ટોલ નાકે રાહત ફંડ…

The post Gondal: ગંભીર બિમારીથી પિડાતા વિવાનની સારવાર માટે યુવાનો દ્વારા રાહત ફંડ ઉઘરાવવાનું શરૂ કરાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોડીનાર (Kodinar) તાલુકાનું માસૂમ બાળક (Child) ગંભીર બિમારીથી પીડાઇ રહ્યું હોય તેની સારવાર માટે આર્થિક રકમ ખૂબ મોટા પ્રમાણમાં જરૂરી હોય ગોંડલ (Gondal) પંથકના યુવાનો દ્વારા ટોલ નાકે રાહત ફંડ (Relief Fund) ઉઘરાવવાનું ઉમદા કાર્ય હાથ ધરાયું છે.

તાજેતરમાં જ ધૈર્યરાજસિંહ માટે લોકોએ ઉમદા હાથે ફાળો આપી તેની સારવારમાં મદદ કરી હતી.

આવી જ રીતે કોડીનાર તાલુકાના નાના એવા ગામના વતની અશોકભાઈનો માસૂમ પુત્ર વિવાન ગંભીર બિમારીમાં સપડાય હોય તેની સારવાર માટે મોટી રકમની જરૂરિયાત હોય ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામના યુવાન દિવ્યેશભાઈ બગડાને જાણ થતા સાથી મિત્રોને એકત્રિત કરી ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ભરુડી ટોલનાકા ખાતે રાહત ફંડ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આ માટે વિવાનના પિતાના મોબાઈલ નંબર તેમજ બેન્ક એકાઉન્ટ નંબર આપવામાં આવી રહ્યા છે.

તેમજ બોર્ડ બેનરમાં ક્યુ આર કોડ (QR code) મૂકવામાં આવ્યા હોય ડિજિટલાઇઝેશનથી પણ ફંડ ટ્રાન્સફર કરી કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. લોકો બહોળી સંખ્યામાં માસુમ યુવાનની વહારે આવી રહ્યા છે.

Report: Narendra Patel, Gondal

Loading

The post Gondal: ગંભીર બિમારીથી પિડાતા વિવાનની સારવાર માટે યુવાનો દ્વારા રાહત ફંડ ઉઘરાવવાનું શરૂ કરાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gondal-youths-start-raising-relief-funds-for-treatment-of-critically-ill-vivan/1798/feed/ 0 1798
Gondal: મેસપર ગામે બનેલ હત્યાના બનાવમાં ગોંડલ સેસન્સ કોર્ટે તમામ આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા http://revoltnewsindia.com/gondal-sessions-court-sentences-all-accused-in-mesper-village-murder-case-to-life-imprisonment/1790/ http://revoltnewsindia.com/gondal-sessions-court-sentences-all-accused-in-mesper-village-murder-case-to-life-imprisonment/1790/#respond Tue, 29 Jun 2021 09:47:05 +0000 http://revoltnewsindia.com/gondal-%e0%aa%ae%e0%ab%87%e0%aa%b8%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%ac%e0%aa%a8%e0%ab%87%e0%aa%b2-%e0%aa%b9%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%a8%e0%aa%be/ Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકાના મેસપર (Mespar) ગામે આજથી બે અઢી વર્ષ પહેલા ચકચારી બનેલ હત્યાના (Murder) કેસમાં ગોંડલ સેસન્સ કોર્ટે (Court) તમામ 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી…

The post Gondal: મેસપર ગામે બનેલ હત્યાના બનાવમાં ગોંડલ સેસન્સ કોર્ટે તમામ આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકાના મેસપર (Mespar) ગામે આજથી બે અઢી વર્ષ પહેલા ચકચારી બનેલ હત્યાના (Murder) કેસમાં ગોંડલ સેસન્સ કોર્ટે (Court) તમામ 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

મેસપર ગામે આજથી બે અઢી વર્ષ પહેલા રાજકોટ એસીપીના કમાન્ડો તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ જાડેજા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી.

ચકચારી હત્યાના આ બનાવમાં પોલીસે હત્યાના ગુનામાં મેસપર ગામના પૂર્વ સરપંચ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા જટુભા જાડેજા,મધુભા ઉર્ફે મુનાભાઈ પ્રવિણસિંહ જાડેજા,મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા,ત્રિપાલસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ અજયસિંહ જાડેજા સહિતના 5 આરોપીઓને ઝડપીને ગુનો દાખલ કર્યો હતો.

જેમનો કેસ આજે ગોંડલ એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ એચ.પી.મહેતાની કોર્ટમાં ચાલી જતા સેસન્સ જજે તમામ આરોપીઓને આજીવન કેદની સજા અને દંડ ફટકારતી સજા સુનાવી હતી.

હત્યાના આ કેસનો ચૂકાદો આપતી વેળાએ ગોંડલ કોર્ટ બિલ્ડીંગમાં કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

Report: Narendra Patel, Gondal

Loading

The post Gondal: મેસપર ગામે બનેલ હત્યાના બનાવમાં ગોંડલ સેસન્સ કોર્ટે તમામ આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gondal-sessions-court-sentences-all-accused-in-mesper-village-murder-case-to-life-imprisonment/1790/feed/ 0 1790