Rajkot: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ

SHARE THE NEWS

આઝાદીના 75 વર્ષ બાદ પણ સ્મશાનની જમીનને લઈને દલિતો આંદોલન કરવા મજબૂર

આંદોલકારીઓ દ્વારા આપવામાં આવી હતી આત્મવિલોપનની ચીમકી

ગોંડલમાં દલિત સ્મશાન ભૂમિને લઈને આંદોલનકારીઓ દ્વારા આત્મદાહનો પ્રયાસ

ગોંડલના ખડવંથલી ગામના દલિત સમાજ દ્વારા દલિત સ્મશાનને લઈને છેલ્લાં 20 દિવસથી કરવામાં આવી રહ્યું હતું આંદોલન

Report by Dinesh Rathod

Rajkot: તા. 05- ઓક્ટોબર, રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકાના ખડવંથલીના દલિત સમાજ (Dalit Community) ના આંદોલનમાં એકબાજુ આંદોલનકારીઓએ પારણા કર્યા હતા. તો બીજી બાજુ વ્યકિતએ શરીર ઉપર કેરોસીન છાટ્યું હતું અને ત્રણ યુવાનોએ ફીનાઇલ પીધી હતી.

ગોંડલ તાલુકાના ખડવંથલી ગામના દલિત સમાજ દ્વારા સ્મશાનની જમીનની બાબતે ગોંડલમાં આવેલ ડો. આંબેડકરની પ્રતિમા પાસે છેલ્લા વીસ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં આજે અફડાતફડી મચી જવા પામી હતી.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખડવંથલીના દલિત સમાજના આંદોલનમાં એકબાજુ આંદોલનકારીઓએ પારણા કર્યા હતા. તો બીજી બાજુ વ્યકિતએ શરીર ઉપર કેરોસીન છાટ્યું હતું અને ત્રણ યુવાનોએ ફીનાઇલ પીધી હતી.

ખડવંથલી ગ્રામ પંચાયતના સરપંચ તથા સરકારી તંત્ર દ્વારા ઉપવાસ પર બેઠેલા લોકોની માંગણી સ્વિકારી લેવામાં આવી હોય જેને લઇને આગેવાનની હાજરીમાં પારણાં કરાવાઇ રહ્યા હતા.

એજ સમયે કેરોસીનની બોટલ લઈ છાવણીમાં ઘસી આવેલા વ્યક્તિએ શરીર પર કેરોસીન છાંટતા અફરાતફરી મચી જવા પામી હતી.

પોલીસે તુરંત આ વ્યક્તિને પકડી લઈ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યો હતો. હજુ તો આ ઘટના પુરી નથી થઈ ત્યાં બીજા ત્રણ વ્યક્તિઓએ ફીનાઇલ ગટગટાવતા અફડાતફડી મચી જવા પામી હતી.

આઝાદીના 75 વર્ષ બાદ પણ સ્મશાનની જમીનને લઈને દલિતો આંદોલન કરવા મજબૂર

પોલીસે તુરંત આ વ્યક્તિઓને પણ હોસ્પિટલ ખસેડ્યા હતા. અચાનક બનેલી ઘટનાને લઈને પારણા કરાવી રહેલા દલિત સમાજના આગેવાનો પણ અચંબીત બન્યા હતા.

લોકો એકઠા થઈ જતા અને દેકારો બોલી જતા પોલીસે મહામુસીબતે પરિસ્થિતિ પર કાબુ લઈ ઉપવાસ પર બેઠેલા વ્યક્તિઓની છાવણી હટાવી દીધી હતી.

આ દરમિયાન ગોંડલની સરકારી હોસ્પિટલે પણ દલિત સમાજના યુવાનો એકઠા થતા વાતાવરણ તંગ બન્યુ હતુ. વણસેલી પરિસ્થિતિને લઈ હોસ્પિટલ ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ખડવંથલી ગ્રામ પંચાયતના દ્વારા દલિત સમાજના સ્મશાનને તોડી પાડી ત્યાથી રસ્તો કઢાયો હોય જેના વિરોધમાં છેલ્લા વીસ દિવસથી ખડવંથલીના દલિત સમાજ દ્વારા ગોંડલ ખાતે આવેલ ડો. આંબેડકરની પ્રતિમા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતુ.

આંદોલનને વીસ દિવસ વીતી ગયા હોવા છતા સરકારી તંત્ર દ્વારા નોંધ સુધ્ધા લેવાઇ ન હોય આખરે આંદોલકારીઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી અપાતા તંત્ર હરકતમાં આવ્યુ હોય તેમ પીઆઇ. ડામોર, પીએસઆઇ કોઠીયા, તાલુકા પીએસઆઇ ઝાલા સહિત પોલીસ કાફલો ઉપવાસી છાવણી ખાતે ખડકાયો હતો.

એમ્બ્યુલન્સ ઉપરાંત ફાયર બ્રિગેડને પણ તહેનાત કરાયુ હતુ.

આ દરમિયાન બપોરના બાર કલાકે પ્રાંત અધીકારી દેવાહુતી મેડમ, મામલતદાર ચાવડા, નાયબ મામલતદાર મનિષ જોષી, તાલુકા વિકાસ અધિકારી ગઢવી તથા ખડવંથલીના સરપંચ ભાવેશભાઈ કથીરીયા સહિત છાવણી પર દોડી આવી આંદોલનકારીઓની માંગણી સ્વીકારી,

સ્મશાન માટે જમીન ફાળવવાની મૌખિક ખાત્રી આપતા દલિત સમાજના આગેવાનો ગીરધરભાઇ સોલંકી, બાબુભાઇ મકવાણા, સવજીભાઈ સાગઠીયા, હરીભાઇ રાઠોડ, પોલાભાઇ ખીમસુરીયા, હરીભાઇ મયાત્રા, ભીખાભાઇ બગડા, વિપુલભાઈ પરમાર સહિત સમાજના લોકો સહમત થયા હતા.

અને ઉપવાસ કરનારા હકાભાઇ પરમાર, જમનભાઇ પરમાર તથા ભરતભાઇ પરમારને પારણાં કરાવ્યા હતા. પરંતુ આ સમયે રામોદના મનસુખભાઈ રાઠોડ કેરોસીનની બોટલ સાથે ઘસી આવી શરીર પર કેરોસીન છાટ્યુ હતુ.

પરંતુ એલર્ટ રહેલા પીઆઇ. ડામોર સહિત ના પોલીસ સ્ટાફે મનસુખભાઈને પકડી લઈ ફાયર બ્રિગેડનો ફુવારો મારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

ત્યાં જ છાવણીમાં અચાનક ભીખાભાઇ પરમાર, જીતેન્દ્રભાઇ પરમાર અને ભરતભાઇ પરમારે ફીનાઇલ ગટગટાવી લેતા હલ્લાબોલ મચી જવા પામી હતી.

પોલીસે તુરંત ત્રણેય વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડી અફડાતફડીના માહોલને કાબુમાં લઈ આગેવાનોને સાથે રાખી છાવણી હટાવી લોકોનાં ટોળાને વિખેર્યુ હતુ.

સરકારીતંત્ર દ્વારા લેખિત બાહેંધરી ન અપાતા કરાયો હતો આત્મવિલોપનનો પ્રયાસ

બીજી બાજુ સિવિલ હોસ્પિટલ ખાતે દલિત સમાજના યુવાનો એકઠા થતા ડીવાયએસપી ઝાલા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર

હોસ્પિટલ રહેલા મનસુખભાઈ રાઠોડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સરકારી તંત્ર દ્વારા કોઈ લેખીત બાહેંધરી અપાઇ ના હોય અમારે આત્મવિલોપન કરવા મજબુર બનવુ પડ્યુ છે.

બીજી બાજુ ગોંડલ મેઘવાળ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ ગીરધરભાઇ સોલંકીએ જણાવ્યુ કે સરપંચ તથા પ્રાંત અધિકારી સહિત તંત્ર દ્વારા લેખીત બાહેંધરી અપાઇ છે.

તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આઠ દિવસમાં સ્મશાનની જમીનના પેપર તૈયાર કરી આપવા ખાત્રી અપાઇ હોય આંદોલન પુર્ણ થયુ છે.

જે યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે તેમને આ જાણ ન હોય આ પગલુ ભરાયુ છે. હોસ્પીટલમાં દાખલ થયેલા ચારેય યુવાનોની તબીયત સારી હોવાનું જણાવ્યુ હતુ.

આમ અફડાતફડી ભરી ઘટનાઓ વચ્ચે છેલ્લા વીસ દિવસથી ચાલતુ આંદોલન આજે સમેટાયું હતુ.

ઉલ્લેખનીય છે કે જ્યારે આપણા દેશ ભારતને આઝાદી મળી તેના 75 ઉપર વર્ષ વીત્યા હોવા છતાં. અને દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે દેશની મોટી આબાદી એવા દલિત સમાજને આજના સમયમાં પણ અંતિમવિધિ કરવા માટેની જમીન માટે આંદોલન કરવું પડે તે આપણાં સૌ ભારતવાસીઓ માટે શરમજનક બાબત કહેવાય.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *