Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકાના મેસપર (Mespar) ગામે આજથી બે અઢી વર્ષ પહેલા ચકચારી બનેલ હત્યાના (Murder) કેસમાં ગોંડલ સેસન્સ કોર્ટે (Court) તમામ 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
મેસપર ગામે આજથી બે અઢી વર્ષ પહેલા રાજકોટ એસીપીના કમાન્ડો તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ જાડેજા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી.
ચકચારી હત્યાના આ બનાવમાં પોલીસે હત્યાના ગુનામાં મેસપર ગામના પૂર્વ સરપંચ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા જટુભા જાડેજા,મધુભા ઉર્ફે મુનાભાઈ પ્રવિણસિંહ જાડેજા,મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા,ત્રિપાલસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ અજયસિંહ જાડેજા સહિતના 5 આરોપીઓને ઝડપીને ગુનો દાખલ કર્યો હતો.
જેમનો કેસ આજે ગોંડલ એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ એચ.પી.મહેતાની કોર્ટમાં ચાલી જતા સેસન્સ જજે તમામ આરોપીઓને આજીવન કેદની સજા અને દંડ ફટકારતી સજા સુનાવી હતી.
હત્યાના આ કેસનો ચૂકાદો આપતી વેળાએ ગોંડલ કોર્ટ બિલ્ડીંગમાં કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
Report: Narendra Patel, Gondal
1,162 Views, 2