HalarNews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/halarnews/ News for India Wed, 20 Oct 2021 05:32:39 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png HalarNews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/halarnews/ 32 32 174330959 Jamnagar: કાલાવડનાકા બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો http://revoltnewsindia.com/hesitant-attack-on-couple-and-two-year-old-girl-at-night-outside-jamnagar-kalawadnaka/3852/ http://revoltnewsindia.com/hesitant-attack-on-couple-and-two-year-old-girl-at-night-outside-jamnagar-kalawadnaka/3852/#respond Wed, 20 Oct 2021 05:23:35 +0000 https://revoltnewsindia.com/?p=3852 જામનગર (Jamnagar)માં કાલાવડનાકા (Kalawadnaka) બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો (Attack) થયો હતો. બે વર્ષની નાનકડી બાળકીને માર મારતા ફીટકાર લાગણી સાથે રોષ ભભૂક્યો. જામનગર…

The post Jamnagar: કાલાવડનાકા બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો appeared first on REVOLT NEWS INDIA.

]]>
Photo: Symbolic image

જામનગર (Jamnagar)માં કાલાવડનાકા (Kalawadnaka) બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો (Attack) થયો હતો. બે વર્ષની નાનકડી બાળકીને માર મારતા ફીટકાર લાગણી સાથે રોષ ભભૂક્યો.

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી અમન ચમન સોસાયટી નજીક આદર્શ પૂલ પાસેથી પસાર થતા દંપતી અને બે વર્ષના બાળકને રાત્રિના સમયે પાંચથી છ જેટલા અજાણ્યા શખ્સોએ આંતરીને આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો.

એકાએક થયેલા હુમલાથી દંપતી અવાચક થઈ ગયું હતું અને હુમલામાં પતિ-પત્ની અને બાળકને ઈજાઓ પહોંચી હતી

હુમલાખોરો રાત્રિના અંધારામાં પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ પતિ-પત્ની અને બાળકને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યાં બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો અને દંપતી અને બાળક ઉપર હુમલો કરનાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધવા તેમજ શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: કાલાવડનાકા બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/hesitant-attack-on-couple-and-two-year-old-girl-at-night-outside-jamnagar-kalawadnaka/3852/feed/ 0 3852
Jamnagar: મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં છેલ્લા પાંચ દિવસથી પાણીની સપ્લાય બંધ http://revoltnewsindia.com/the-water-supply-to-the-womens-washroom-in-the-jamnagar-municipal-corporation-building-has-been-cut-off-for-the-last-five-days/3848/ http://revoltnewsindia.com/the-water-supply-to-the-womens-washroom-in-the-jamnagar-municipal-corporation-building-has-been-cut-off-for-the-last-five-days/3848/#respond Wed, 20 Oct 2021 05:04:45 +0000 https://revoltnewsindia.com/?p=3848 જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipal corporation) ની બિલ્ડિંગમાં મહિલા (Ladies) વોશરૂમ (Washroom)માં છેલ્લા પાંચ દિવસથી પાણી (Water supply) બંધ છે. જેથી સગર્ભા તેમજ અન્ય મહિલાઓ મુશ્કેલી ભોગવી રહી છે. ત્યારે મહિલા…

The post Jamnagar: મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં છેલ્લા પાંચ દિવસથી પાણીની સપ્લાય બંધ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Photo: કોર્પોરેટર રચનાબેન નંદાણીયા

જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipal corporation) ની બિલ્ડિંગમાં મહિલા (Ladies) વોશરૂમ (Washroom)માં છેલ્લા પાંચ દિવસથી પાણી (Water supply) બંધ છે. જેથી સગર્ભા તેમજ અન્ય મહિલાઓ મુશ્કેલી ભોગવી રહી છે.

ત્યારે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં પાણી ન આવવાની ફરિયાદ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને કરવામાં આવી હતી.

જેથી આજે સોમવારે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મહિલા વોશરૂમ પાસે ખુરશી નાખી ધરણા પર બેસી ગયા હતા. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકા તંત્રમાં અફરા-તફરી સર્જાઈ હતી. ત્યારે મહાનગરપાલિકાના જ બિલ્ડિંગના વોશરૂમમાં પાણીની વ્યવસ્થા ન હોય તો શહેરમાં શું હોય તેવો પ્રશ્ન પણ ઉદ્દભવ્યો છે.

મહાનગરપાલિકાના પહેલા માળ પાસે આવેલા મહિલા વોશરૂમ પાસે રચનાબેન ખુરશી નાખીને ધરણા પર બેસી ગયા બાદ તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વોશરૂમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જેથી મામલો થાળે પડ્યો હતો. ત્યારે જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં જ પાણીની અવ્યવસ્થા સર્જાય છે, તો શહેરમાં કેવી પરિસ્થિતિ હશે તેવી લોકો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે, મહિલા વોશરૂમમાં આખરે પાણી શરૂ થતા હાલ આ પ્રશ્નનો નિકાલ થઈ ગયો છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં છેલ્લા પાંચ દિવસથી પાણીની સપ્લાય બંધ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-water-supply-to-the-womens-washroom-in-the-jamnagar-municipal-corporation-building-has-been-cut-off-for-the-last-five-days/3848/feed/ 0 3848
Jamnagar: આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ નિમિતે ધનવંતરી આરોગ્ય રથ દ્વારા દિકરીઓ માટે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો http://revoltnewsindia.com/jamnagar-dhanwantari-arogya-rath-organized-a-special-health-camp-for-daughters-on-the-occasion-of-international-daughters-day/3701/ http://revoltnewsindia.com/jamnagar-dhanwantari-arogya-rath-organized-a-special-health-camp-for-daughters-on-the-occasion-of-international-daughters-day/3701/#respond Fri, 15 Oct 2021 13:41:01 +0000 http://revoltnewsindia.com/?p=3701 Jamnagar: આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (International Day of the Girl 2021) નિમિતે ગુજરાત સરકાર (Government of Gujarat) ના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને GVK EMRI દ્વારા સંચાલિત ધનવંતરી…

The post Jamnagar: આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ નિમિતે ધનવંતરી આરોગ્ય રથ દ્વારા દિકરીઓ માટે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jamnagar: આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (International Day of the Girl 2021) નિમિતે ગુજરાત સરકાર (Government of Gujarat) ના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને GVK EMRI દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ જામનગર દ્વારા, સરકારી શાળા નં 4,21, સરકારી ચિલ્ડ્રન હોમ, એમ.પી.શાહ એજ્યુકેશન ટ્રસ્ટ, રણજીત સાગર (Ranjit sagar) રોડ, જામનગર ખાતે આરોગ્ય કેમ્પ (Health camp)નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દિકરીઓ, તેમનાં માતા પિતા અને અન્ય લોકોના રેગ્યુલર ચેક અપ જેવા કે લોહીની ટકાવારી, બી.પી, ડાયાબિટીસ જેવા રિપોર્ટ સ્થળ ઉપર જ કરવામાં આવેલાં હતા. તદઉપરાંત તેમનામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવા, રોજિંદા જીવનમાં જરૂરી ખોરાક, સ્વાસ્થ્ય સંબંધી કાળજી રાખવા માટેની રોજિંદી ટેવ અને ટેક, રોજિંદા આહારમાં જોવા મળતી ટેવ, કુટેવ, પૌષ્ટિક આહારની જરૂરિયાતની સમજ આપવામાં આવી હતી.

કેમ્પમાં મુખ્યત્વે મહિલાઓમાં લોહીની ઉણપ ઘટાડવા વિશે, લોકોને સ્વાસ્થ્યની દરકાર લેવાનો અને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક સર્વે મુજબ 51% જેટલી ગર્ભવતી મહિલાઓ લોહીની ટકાવારીની ઊણપ ભોગવી રહી છે અને સંવેદનશીલ સરકાર આ મહિલાઓની મદદ માટે પુરતાં પગલાં લઈ રહી છે. કેમ્પ દરમિયાન રિપોર્ટ ઉપરાંત સ્થળ પર જ સામાન્ય બિમારીઓની દવા આપવામાં આવી હતી. કેમ્પમાં ૩૦૦ જેટલા લોકોને તપાસવામાં આવ્યાં હતાં, જેમાં 228 જેટલાં દર્દીઓને દવા અને સારવાર આપવામાં આવી હતી.

કેમ્પને સફળ બનાવવા જામનગર ધનવંતરી ટીમના ડો. પૂજા શિયાર, ડો. અંજલિ પરમાર, લેબ ટેક્નિશિયન દિશાબેન, વિપુલભાઈ મેણીયા, પેરામેડીક નિકુંજભાઇ, વિપુલભાઈ લોખીલ તથા દિનેશભાઈ દ્વારા સુવ્યવસ્થિત આયોજન અને સેવા આપવામાં આવી હતી. આ આયોજનમાં જામનગર બાંધકામ બોર્ડના પી.એમ. મકવાણા અને સ્કૂલનાં આચાર્ય મધુબેન રૂપાપરા અને સંચાલકોનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

The post Jamnagar: આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ નિમિતે ધનવંતરી આરોગ્ય રથ દ્વારા દિકરીઓ માટે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamnagar-dhanwantari-arogya-rath-organized-a-special-health-camp-for-daughters-on-the-occasion-of-international-daughters-day/3701/feed/ 0 3701