Health Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/health/ News for India Tue, 26 Oct 2021 09:40:31 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Health Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/health/ 32 32 174330959 Jetpur: સમાજ સુરક્ષા વિભાગ દ્વારા યોજાયેલ દિવ્યાંગ કેમ્પમાં લાભાર્થીઓને સુવિધાઓ ને બદલે મળી અનેક દુવિધાઓ http://revoltnewsindia.com/beneficiaries-found-many-dilemmas-instead-of-facilities-in-the-divyang-camp-organized-by-jetpur-social-security-department/4043/ http://revoltnewsindia.com/beneficiaries-found-many-dilemmas-instead-of-facilities-in-the-divyang-camp-organized-by-jetpur-social-security-department/4043/#respond Tue, 26 Oct 2021 09:21:06 +0000 https://revoltnewsindia.com/?p=4043 Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) માં સમાજ સુરક્ષા વિભાગ (Social security department) દ્વારા જેતપુરમાં આવેલ સરકારી હોસ્પિટલ (Hospital) ખાતે એક ખાસ દિવ્યાંગ કેમ્પ (Divyang camp) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…

The post Jetpur: સમાજ સુરક્ષા વિભાગ દ્વારા યોજાયેલ દિવ્યાંગ કેમ્પમાં લાભાર્થીઓને સુવિધાઓ ને બદલે મળી અનેક દુવિધાઓ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) માં સમાજ સુરક્ષા વિભાગ (Social security department) દ્વારા જેતપુરમાં આવેલ સરકારી હોસ્પિટલ (Hospital) ખાતે એક ખાસ દિવ્યાંગ કેમ્પ (Divyang camp) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુવિધાના બદલે દુવિધાઓ મળતા કેમ્પમાં આવેલ દિવ્યાંગજનોમાં સુખને બદલે દુઃખીની લાગણીઓ જોવા મળી હતી.

જેતપુરમાં આજરોજ દિવ્યાંગ લોકોને મેડિકલ સર્ટિ આપવા અને એસ.ટી. બસના પાસ માટેના એક કેમ્પનું આયોજન  સમાજ સુરક્ષા વિભાગ દ્વારા  કરવામાં આવેલ હતુ. જેમાં વહેલી સવારથી જ લોકો દૂરદૂરથી દિવ્યાંગ કેમ્પનો લાભ લેવા માટે આવી પહોંચ્યા હતા.

જેમાં દૂરદૂરથી આવેલા લોકો તેમાં પણ ખાસ કરીને દિવ્યાંગ લોકો માટે કેમ્પના સ્થળે પીવાના પાણી કે શૌચાલયની યોગ્ય વ્યવસ્થા ન હોય તેમજ કેમ્પ આયોજન કરનારા જવાબદાર અધિકારીઓને પણ 24 કલાક પહેલાં જ કેમ્પ જેતપુરમાં થવાનો છે તેની જાણ તેમના ઉચ્ચ અધિકારીઓએ કરી હોવાનો લુલો બચાવ કરતા જોવા મળ્યા હતા.

Photo: તડકામાં અને બેસવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી જમીન પર બેસવા મજબૂર લોકો

જેમાં મીડિયા દ્વારા જેતપુરના સરકારી હોસ્પિટલના અધિક્ષકની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. અને દિવ્યાંગ દર્દીઓને કેમ્પમાં પડતી હાલાકી અંગે પૂછતાં તેમણે જણાવેલ હતું કે આ કેમ્પ સમાજ સુરક્ષા ખાતા હેઠળ કરવામાં આવેલ છે તેમજ તેઓની જ જવાબદારી છે, દિવ્યાંગ કેમ્પમાં વ્યવસ્થા કરવાની.

જ્યારે ફરજ પરના સમાજ સુરક્ષાના અધિકારીને દિવ્યાંગ લોકોને કેમ્પમાં પડતી હાલાકી અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેઓ જેતપુર સરકારી હોસ્પિટલના વહિવટ વિભાગ દ્વારા જ કોઈ સુવિધાઓમાં સાથ સહકાર ન આપતા હોવાનું ગાણું ગાયું હતું. આ સરકારી હોસ્પિટલ જેતપુર અને સમાજ સુરક્ષા વિભાગ વચ્ચે  સંકલનનો રીતસરની અભાવ જોવા મળ્યો હતો.

Photo: સરકારી હોસ્પિટલ જેતપુરમાં થયેલ દિવ્યાંગ કેમ્પ

શું સરકારી ટાર્ગેટ પૂરો કરવા માટે યોજાય છે દિવ્યાંગ કેમ્પ?

દિવ્યાંગ કેમ્પમાં આવેલ દર્દીઓ પડતી હાલાકી અંગે ફરજ પરના જેતપુર સરકારી હોસ્પિટલના અધિક્ષક અને ફરજ પરના રાજકોટથી આવેલા સમાજ સુરક્ષા કર્મચારીઓ ને મીડિયા દ્વારા સવાલો કરતા તેઓ પોતાની જવાબદારીમાંથી છટકબારી શોધતા દેખાયા હતા. આ જોઈને લોકોમાં ચર્ચાઓ એ વેગ પકડ્યું છે કે શું આ સરકારી બાબુઓ સરકારી ટાર્ગેટ પૂરો કરવા માટે જ ફક્ત દિવ્યાંગ કેમ્પ યોજી રહ્યાં છે?

by Team Revolt, Jetpur (Rajkot).

Loading

The post Jetpur: સમાજ સુરક્ષા વિભાગ દ્વારા યોજાયેલ દિવ્યાંગ કેમ્પમાં લાભાર્થીઓને સુવિધાઓ ને બદલે મળી અનેક દુવિધાઓ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/beneficiaries-found-many-dilemmas-instead-of-facilities-in-the-divyang-camp-organized-by-jetpur-social-security-department/4043/feed/ 0 4043
Upleta: હેલ્થ અને વેલનેશ સેન્ટરના નર્સની સમજણ અને સતર્કતાથી સગર્ભા મહિલાને મળ્યું નવજીવન http://revoltnewsindia.com/the-nurses-understanding-and-vigilance-gave-new-life-to-the-pregnant-woman/1750/ http://revoltnewsindia.com/the-nurses-understanding-and-vigilance-gave-new-life-to-the-pregnant-woman/1750/#respond Mon, 07 Jun 2021 17:57:29 +0000 http://revoltnewsindia.com/upleta-%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%a5-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%ab%87%e0%aa%b2%e0%aa%a8%e0%ab%87%e0%aa%b6-%e0%aa%b8%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%b0%e0%aa%a8/ ડીલિવરી બાદ માતાને પોસ્ટ હેમરેજ (પી.પી.એચ) ની ત્વરિત સારવાર ઉપલબ્ધ કરી સ્વાસ્થ્ય પ્રદાન કરતુ ઉપલેટા આરોગ્ય કેન્દ્ર (Upleta Health Center) રાજકોટ તા. 7, જુન – રાજયના દુર સુદુર ગ્રામ્ય વિસ્તારમાં…

The post Upleta: હેલ્થ અને વેલનેશ સેન્ટરના નર્સની સમજણ અને સતર્કતાથી સગર્ભા મહિલાને મળ્યું નવજીવન appeared first on REVOLT NEWS INDIA.

]]>

ડીલિવરી બાદ માતાને પોસ્ટ હેમરેજ (પી.પી.એચ) ની ત્વરિત સારવાર ઉપલબ્ધ કરી સ્વાસ્થ્ય પ્રદાન કરતુ ઉપલેટા આરોગ્ય કેન્દ્ર (Upleta Health Center)

રાજકોટ તા. 7, જુન – રાજયના દુર સુદુર ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્યની નિઃશૂલ્ક સેવાઓ ઉપલબ્ધ થાય અને દેશનો નાગરીક આર્થિક કારણોસર સારવાર વગરનો ન રહે તે માટે રાજય રસકાર દ્વારા તાલુકા કક્ષાએ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પેટા આરોગ્ય કેન્દ્ર તથા હેલ્થ અને વેલનેસ સેન્ટર પણ કાર્યરત કરાયા છે. જયાં લોકો ખાસ કરીને ડાયાબીટીઝ, સગર્ભા બહેનો અને બી.પી. કે હાર્ટની બીમારી ધરવતા લોકોની નિયમીત તપાસ અને પ્રાથમિક તપાસ પણ કરાય છે. રાજય સરકારની આ સેવાઓ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અનેક પ્રકારે ઉપકારક બની રહી છે.

તાજેતરમાં જ મુળ ઉપલેટા તાલુકાના અને હાલ જાળગામના રહેવાસી એવા સગર્ભા રસીલાબેન કેશુભાઇ કિડિયાને ખારચીયા ગામે કાર્યરત હેલ્થ અને વેલનેશ સેન્ટરની સેવાઓએ અને તેના કાર્યરત કર્મચારીઓની સતર્કતાએ માતા અને બાળકને નવજીવન આપ્યું છે.

રસીલાબેન કિડિયા સગર્ભા હોઇ તેમનું અર્લી રજીસ્ટ્રેશન કરાયું હતું. આ ગામ ખારચિયા હેલ્થ અને વેલનેશ સેન્ટરના નેજા હેઠળ આવતું હોઇ ત્યાં તેમની નિયમિત તપાસ કરાઇ રહી હતી. પરતું તેમનું વજન માત્ર ૪૦ કિલો અને લોહીનું પ્રમાણ સાવ ઓછું ૭.૫ હતું. આ ઉપરાંત અગાઉ 2009 માં પણ ડીલીવરી થઇ હોવાથી તેઓની હાઇરીસ્ક એ.એન.સી. નોંધ કરાઇ હતી. આથી તેઓને આયર્ન સોર્સની બોટલ પણ ચડાવાઇ હતી. જેથી લોહીનું પ્રમાણ વધીને 10.5 થયું હતું. તા. 21/05/2021 ના રોજ તેઓને પી.એચ.સી. સેન્ટર મોટી પાનેલી ખાતે બે કિલો અને 200 ગ્રામ વજનના બાળકનો જન્મ થયો હતો.

પરંતુ ત્યાર બાદ તેઓને પોસ્ટ હેમરેજ(પી.પી.એચ) શરૂ થઇ જતાં સ્ટાફ નર્સ રીનાબેન સુવા દ્વારા સતર્કતા દાખવી તેઓને પ્રાથમિક સારવાર આપી હેલ્થ અને વેલનેશ સેન્ટર ખારચીયાના ડો. નારણ ડાંગર તથા પી.એચ.સી. સેન્ટર મોટી પાનેલીના ડો. વોરાને તુરત જ જાણ કરી હતી. જેના કારણે તેઓ લાભાર્થી રસીલાબહેન સાથે તુરત ઉપલેટા ખાતે સામુહીક અરોગ્ય કેનદ્ર ખાતે પહોચી ગયા હતા. એટલું જ નહીં માર્ગમાં જ તાલુકા હેલ્થ ઓફીસર ડો. હેપ્પીને જાણ કરવામાં આવતાં તેઓએ લાભાર્થી પહોંચે તે પહેલા જ ગાયનેક તબીબને ઉપલેટા ખાતે હાજર રાખ્યા હતા.

રસીલાબેનને ત્વરિત સારવાર હેઠળ લઇને ગાયનેક ડોકટર અને તેની ટીમ દ્વારા સ્ટીચ (ટાંકા) લેવામાં આવ્યા ઉપરાંત લોહિનું પ્રમાણ 5.5 થઇ જતાં એક યુનીટ બ્લડ પણ ચડાવાયું હતું. ત્યાર બાદ બીજા દિવસે તેઓને રજા આપવામાં આવી હતી.

હાલ રસીલાબેનને આયર્ન સોર્સ પી.એચ.સી. સેન્ટર પાનેલી ખાતે ચાલુ છે. તથા માતા અને બાળક બન્ને સ્વસ્થ છે. રસીલાબેનને નવજીવન મળતાં પરીજનો દ્વારા નર્સ રીનાબેન તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓનો આભાર વ્યકત કરાયો હતો.

આમ હેલ્થ અને વેલનેશ સેન્ટરના સ્ટાફ નર્સ રીનાબેનની સમયસુચકતા અને સતર્કતાએ રસીલાબેન તથા બાળકને નવજીવન આપ્યું હતું. રાજય સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ શરૂ કરાયેલ આરોગ્ય સેવાઓ અનેક આર્થીક નબળા અને જરૂરીયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે.

Loading

The post Upleta: હેલ્થ અને વેલનેશ સેન્ટરના નર્સની સમજણ અને સતર્કતાથી સગર્ભા મહિલાને મળ્યું નવજીવન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-nurses-understanding-and-vigilance-gave-new-life-to-the-pregnant-woman/1750/feed/ 0 1750
ભારત કોરોના અપડેટ : પાછલા 24 કલાકમાં પોઝિટિવ કેસ 1.15 લાખને ઉપર http://revoltnewsindia.com/india-corona-update-positive-cases-above-1-15-lakh-in-last-24-hours/1103/ http://revoltnewsindia.com/india-corona-update-positive-cases-above-1-15-lakh-in-last-24-hours/1103/#respond Sat, 06 Jun 2020 06:25:02 +0000 http://revoltnewsindia.com/?p=1103 ભારત કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 9,887 નવા કેસ, કુલ સક્રિય કેસ 1.15 લાખને પાર દેશમાં કોવિડ-19 સામેનો જંગ ચાલુ જ છે…ભારત સરકાર મહામારીના બચાવ માટે તમામ સંભવ પ્રયાસ કરી…

The post ભારત કોરોના અપડેટ : પાછલા 24 કલાકમાં પોઝિટિવ કેસ 1.15 લાખને ઉપર appeared first on REVOLT NEWS INDIA.

]]>

ભારત કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 9,887 નવા કેસ, કુલ સક્રિય કેસ 1.15 લાખને પાર

દેશમાં કોવિડ-19 સામેનો જંગ ચાલુ જ છે…ભારત સરકાર મહામારીના બચાવ માટે તમામ સંભવ પ્રયાસ કરી રહી છે…આમ છતાં, દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે…છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 9,887 નવા કેસ સામે આવ્યા છે….આજે સવારે 8 વાગ્યે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં, 1 લાખ 15 હજાર 942 કેસ સક્રિય છે, તો અત્યાર સુધી 1 લાખ 14 હજાર 72 લોકો સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે,

તો અત્યાર સુધી 6,642 દર્દીઓ કોરોના સામે જંગ હારી ચૂક્યા છે…આ સાથે જ દેશમાં નોંધાયેલા કેસનો કુલ આંકડો 2 લાખ 36 હજાર 657 થઇ ચૂક્યો છે…દેશમાં કોરોનાનું એપી સેન્ટર બની ચૂકેલા મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 80 હજારને પાર પહોંચી ચૂક્યા છે…તો કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્યોમાં તામિલનાડુ બીજા નંબર પર છે, જ્યાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને 28,694 પર પહોંચ્યો છે..તો ત્રીજા નંબર પર આવતા દિલ્લીમાં 26 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે.

Loading

The post ભારત કોરોના અપડેટ : પાછલા 24 કલાકમાં પોઝિટિવ કેસ 1.15 લાખને ઉપર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/india-corona-update-positive-cases-above-1-15-lakh-in-last-24-hours/1103/feed/ 0 1103
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે શહેરના નિષ્ણાંત ડોક્ટરો કોરોનાના દર્દીઓને ફ્રી સેવા આપશે http://revoltnewsindia.com/at-rajkot-civil-hospital-citys-specialist-doctors-will-provide-free-services-to-coronas-patients/959/ http://revoltnewsindia.com/at-rajkot-civil-hospital-citys-specialist-doctors-will-provide-free-services-to-coronas-patients/959/#respond Wed, 27 May 2020 10:30:19 +0000 http://revoltnewsindia.com/?p=959 સિવિલ હોસ્પિટલ અધિક્ષક ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, કોવીડ હોસ્પિટલ ખાતે રાજકોટની નામાંકિત હોસ્પિટલના ક્રિટિકલ કેર સાથે સંકળાયેલા અનુભવી ડોક્ટર્સની ટીમ રોજ જરૂરિયાત મુજબ તેમની સેવા આપશે. તેઓ ઓન…

The post રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે શહેરના નિષ્ણાંત ડોક્ટરો કોરોનાના દર્દીઓને ફ્રી સેવા આપશે appeared first on REVOLT NEWS INDIA.

]]>
File Photo of Civil Hospital Rajkot

સિવિલ હોસ્પિટલ અધિક્ષક ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, કોવીડ હોસ્પિટલ ખાતે રાજકોટની નામાંકિત હોસ્પિટલના ક્રિટિકલ કેર સાથે સંકળાયેલા અનુભવી ડોક્ટર્સની ટીમ રોજ જરૂરિયાત મુજબ તેમની સેવા આપશે.

તેઓ ઓન કોલ 24 કલાક હાજર રહેશે તેમજ દિવસમાં જરૂરિયાત મુજબ દર્દીઓની તપાસ માટે વિઝીટ કરશે. જેને કારણે કોરોનાના ગંભીર દર્દીઓને ફિઝિશિયન, મેડિસિન સહિતના અનુભવી ડોક્ટરના અનુભવનો વિશેષ લાભ મળશે.

આ પ્રંસગે ડો. સંકલ્પ વણઝારાએ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ કેસ ધરાવતા દર્દીઓમાં, હૃદય, ફેફસા સંલગ્ન કેસમાં ક્રિટિકલ સમયે ઓક્સિજનની જરૂર હોઈ વેન્ટિલેટર, મેડિસિન સહીત જરૂરી ક્રિટિકલ કેર સહાય નામાંકિત ડોક્ટરોની ટીમ દ્વારા મળી રહે તેના આગોતરા આયોજનના ભાગરૂપે 19 ડોક્ટર્સની ટીમ હાલ તૈયાર કરવામાં આવી છે, તેમજ જરૂર પડ્યે વધુ ડોક્ટર્સ સેવા આપશે.

નોડલ ઓફિસર ડો. મનીષાબેન પંચાલે ક્રિટિકલ કેર તજજ્ઞ ડોકટોરની મદદથી ગંભીર દર્દીઓની સારવાર સુવિધામાં વધારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Loading

The post રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે શહેરના નિષ્ણાંત ડોક્ટરો કોરોનાના દર્દીઓને ફ્રી સેવા આપશે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/at-rajkot-civil-hospital-citys-specialist-doctors-will-provide-free-services-to-coronas-patients/959/feed/ 0 959
દેશમાં 83 હજારથી વધુ એક્ટિવ કેસ http://revoltnewsindia.com/more-than-83000-active-in-the-country/952/ http://revoltnewsindia.com/more-than-83000-active-in-the-country/952/#respond Wed, 27 May 2020 10:00:49 +0000 http://revoltnewsindia.com/?p=952 કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 4337 લોકોના મોત થયા દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જોકે રિકવરી રેટ વધતા ચોક્કસ રાહતના સમાચાર છે. બુધવારના આંકડાઓ પર…

The post દેશમાં 83 હજારથી વધુ એક્ટિવ કેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 4337 લોકોના મોત થયા

દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જોકે રિકવરી રેટ વધતા ચોક્કસ રાહતના સમાચાર છે. બુધવારના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં હાલ કોરોના વાયરસના 83 હજાર એક્ટિવ કેસ છે. જ્યારે 64 હજારથી વધુ લોકો સાજા થઈ ઘરે પહોંચ્યા છે. તો આ તરફ 4300થી વધુના કોરોના વાયરસથી મોત થયા છે. કેન્દ્રિય આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ

83,004 એક્ટિવ કેસ
64,425 સાજા થયા
4,337 મૃત્યુથયા

Loading

The post દેશમાં 83 હજારથી વધુ એક્ટિવ કેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/more-than-83000-active-in-the-country/952/feed/ 0 952
મોરબીઃ ટંકારાના ધૂનડા ગામે આરોગ્ય વિભાગની બેદરકારી અંગે આરોગ્ય અધિકારીને કરવામાં આવી ફરિયાદ http://revoltnewsindia.com/morbi-tankara-health-department/555/ http://revoltnewsindia.com/morbi-tankara-health-department/555/#respond Sat, 04 Apr 2020 07:03:46 +0000 http://revoltnewsindia.com/?p=555 ટંકારા તાલુકાના ધૂનડા ગામે ડોક્ટર દર્દીઓને યોગ્ય જવાબ આપતા ના હોય અને દર્દીઓને સમયસર સારવાર મળતી ના હોય જેથી આ મામલે ગ્રામ પંચાયતે જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે…

The post મોરબીઃ ટંકારાના ધૂનડા ગામે આરોગ્ય વિભાગની બેદરકારી અંગે આરોગ્ય અધિકારીને કરવામાં આવી ફરિયાદ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ટંકારા તાલુકાના ધૂનડા ગામે ડોક્ટર દર્દીઓને યોગ્ય જવાબ આપતા ના હોય અને દર્દીઓને સમયસર સારવાર મળતી ના હોય જેથી આ મામલે ગ્રામ પંચાયતે જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે

ધૂનડા ગ્રામ પંચાયતના સરપંચ પ્રાણજીવનભાઈ જીવાણીએ જીલ્લા આરોગ્ય અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગામમાં આરોગ્યની શાખાના ડોક્ટર યોગ્ય જવાબ આપતા નથી જેથી દર્દીઓને ધક્કા ખાવાનો વારો આવે છે.

ગામના કાસુન્દ્રા પ્રવીણભાઈ મગનભાઈને છેલ્લા દસ દિવસથી તાવ આવી જતો હોય અને ગળું બરવા તેમજ માથું દુખવાની ફરિયાદ હોય અને તેઓ ગામના દવાખાને જતા ડોકટરે મો બાંધવાનું કહ્યું હતું અને ગાડી રોડ પર હોય જ્યાં માસ્ક પહેરવા જતા ડોક્ટર દવાખાનું બંધ કરી જતા રહ્યા હતા અને બીજી વખત જતા તેને નેસડા ચાર્જનો ફોન હોવાથી ત્યાં ગયેલ અને દર્દી હાજર હોય તો ય ડોક્ટર નીકળી જતા હોય ત્યારે તેની સામે કાયદેસર કાર્યવાહી હટાવી જોઈએ તેમજ ટાઈમટેબલ પણ ના હોય જેથી ડોક્ટર ક્યારે હાજર હોય તેની માહિતી મળતી નથી જેથી ટાઈમ ટેબલનું બોર્ડ મારવા અને દર્દીઓને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થાની માંગ કરી છે  

Loading

The post મોરબીઃ ટંકારાના ધૂનડા ગામે આરોગ્ય વિભાગની બેદરકારી અંગે આરોગ્ય અધિકારીને કરવામાં આવી ફરિયાદ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/morbi-tankara-health-department/555/feed/ 0 555