ટંકારા તાલુકાના ધૂનડા ગામે ડોક્ટર દર્દીઓને યોગ્ય જવાબ આપતા ના હોય અને દર્દીઓને સમયસર સારવાર મળતી ના હોય જેથી આ મામલે ગ્રામ પંચાયતે જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે
ધૂનડા ગ્રામ પંચાયતના સરપંચ પ્રાણજીવનભાઈ જીવાણીએ જીલ્લા આરોગ્ય અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગામમાં આરોગ્યની શાખાના ડોક્ટર યોગ્ય જવાબ આપતા નથી જેથી દર્દીઓને ધક્કા ખાવાનો વારો આવે છે.
ગામના કાસુન્દ્રા પ્રવીણભાઈ મગનભાઈને છેલ્લા દસ દિવસથી તાવ આવી જતો હોય અને ગળું બરવા તેમજ માથું દુખવાની ફરિયાદ હોય અને તેઓ ગામના દવાખાને જતા ડોકટરે મો બાંધવાનું કહ્યું હતું અને ગાડી રોડ પર હોય જ્યાં માસ્ક પહેરવા જતા ડોક્ટર દવાખાનું બંધ કરી જતા રહ્યા હતા અને બીજી વખત જતા તેને નેસડા ચાર્જનો ફોન હોવાથી ત્યાં ગયેલ અને દર્દી હાજર હોય તો ય ડોક્ટર નીકળી જતા હોય ત્યારે તેની સામે કાયદેસર કાર્યવાહી હટાવી જોઈએ તેમજ ટાઈમટેબલ પણ ના હોય જેથી ડોક્ટર ક્યારે હાજર હોય તેની માહિતી મળતી નથી જેથી ટાઈમ ટેબલનું બોર્ડ મારવા અને દર્દીઓને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થાની માંગ કરી છે