Junagadh Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/junagadh/ News for India Mon, 04 Mar 2024 13:27:50 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Junagadh Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/junagadh/ 32 32 174330959 Junagadh: સફાઈ કામદાર અને તેઓના આશ્રિતોને સીધા ધિરાણની વિવિધ યોજનાઓના લાભ મેળવવાની તક http://revoltnewsindia.com/junagadh-opportunity-to-avail-various-direct-credit-schemes-to-the-scavengers-and-their-dependents/7921/ http://revoltnewsindia.com/junagadh-opportunity-to-avail-various-direct-credit-schemes-to-the-scavengers-and-their-dependents/7921/#respond Mon, 04 Mar 2024 13:24:16 +0000 https://revoltnewsindia.com/?p=7921 Junagadh: જૂનાગઢ તા. 04 માર્ચ, 2024 (રવિવાર) ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતો માટે નિગમની સીધા ધિરાણની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે.…

The post Junagadh: સફાઈ કામદાર અને તેઓના આશ્રિતોને સીધા ધિરાણની વિવિધ યોજનાઓના લાભ મેળવવાની તક appeared first on REVOLT NEWS INDIA.

]]>
જૂનાગઢ તા. 04 માર્ચ, 2024 (રવિવાર) ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતો માટે નિગમની સીધા

Junagadh: જૂનાગઢ તા. 04 માર્ચ, 2024 (રવિવાર) ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતો માટે નિગમની સીધા ધિરાણની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે.

મહિલા સમૃધ્ધિ યોજના અને માઇક્રો ક્રેડીટ ફાઇનાન્સ યોજના હેઠળ રુ.01 લાખની લોન ઉપરાંત વ્યક્તિગત લોન યોજના હેઠળ રુ.02 લાખની.

અને સીધા ધિરાણ (ધંધા-વ્યવસાય- વ્હીકલ) યોજના હેઠળ રુ. 15 લાખની લોન સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી સફાઇ કામદાર કે તેના આશ્રિતો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામા આવે છે.

આ યોજનાનો લાભ મૂળ ગુજરાત રાજ્યના વતની હોય તેવા સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને (ઉંમર મર્યાદા18 વર્ષથી ઓછી નહિ અને 50 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

તેમજ સફાઇ કામદાર કે સફાઇ કામદારના આશ્રિત હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

આ યોજના હેઠળ વધુમાં વધુ લાભ લેવા માટે સફાઇ કામદાર કે તેમના આશ્રિતોએ તા.23-03-2024 સુધી નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

તેમજ વાહન માટે અરજી કરનાર જાહેરાતની તારીખે વાહન ચલાવવાનું લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ. જૂનાગઢ જિલ્લાના તમામ સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોએ આ અંગેની નોંધ લેવી.

આ અંગેની વધુ વિગતો મેળવવા માટે આ કચેરીનો સંપર્ક કરવો, તેમ જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢની કચેરીએ એક યાદીમાં જણાવ્યું છે.

Loading

The post Junagadh: સફાઈ કામદાર અને તેઓના આશ્રિતોને સીધા ધિરાણની વિવિધ યોજનાઓના લાભ મેળવવાની તક appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/junagadh-opportunity-to-avail-various-direct-credit-schemes-to-the-scavengers-and-their-dependents/7921/feed/ 0 7921
Junagadh: જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાન પર કરાયો હીંચકારો હુમલો http://revoltnewsindia.com/attack-on-dalit-youth-by-mineral-mafia-in-junagadh/7836/ http://revoltnewsindia.com/attack-on-dalit-youth-by-mineral-mafia-in-junagadh/7836/#respond Tue, 19 Dec 2023 10:10:32 +0000 https://revoltnewsindia.com/?p=7836 Junagadh: મોરબી દલિત અત્યાચારની આગ હજુ શાંત નથી થઈ ત્યાં જૂનાગઢમાં દલિત અત્યાચારની ઘટના (Attack on Dalit youth) સામે આવી છે. જૂનાગઢ (Junagadh)માં ખનીજ માફિયાઓ (Mineral mafia) દ્વારા ટ્રક ચાલક…

The post Junagadh: જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાન પર કરાયો હીંચકારો હુમલો appeared first on REVOLT NEWS INDIA.

]]>

Junagadh: મોરબી દલિત અત્યાચારની આગ હજુ શાંત નથી થઈ ત્યાં જૂનાગઢમાં દલિત અત્યાચારની ઘટના (Attack on Dalit youth) સામે આવી છે. જૂનાગઢ (Junagadh)માં ખનીજ માફિયાઓ (Mineral mafia) દ્વારા ટ્રક ચાલક દલિત યુવાન પર ફિલ્મી ઢબે હુમલો કરવાની ઘટના સામે આવી છે. ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાનને નિર્દયતાથી માર મારવામાં આવતા હાલ આ દલિત યુવાન હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ફોટો: અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિન

શું છે પૂરો મામલો

મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ ગામના વતની અને હાલ વંથલી તાલુકાના કણજા ગામે રેતીના ફેરા કરવા માટે ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા બિપિન જયસુખભાઈ પરમાર (32) ઉપર ખનીજ માફિયાઓ દ્વારા ફિલ્મી ઢબે હુમલો કરવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર દલિત યુવાન બિપિન જયસુખભાઈ પરમાર વંથલી તાલુકાના કણજા ગામે પ્રદીપ મિયાત્રાના રેતી ચારવાના ચારણે આવેલા મકાનમાં રહે છે.

આ પણ વાંચો: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ

ભોગ બનનાર દલિત યુવાન બિપિન કોડીનાર બાજુ રેતીનો ફેરો કરવા ગયેલ હતો. ત્યારે એક ગ્રાહકે તેને રેતીના ફેરાનો ભાવ પૂછ્યો હતો. આ ગ્રાહક કેશોદ તાલુકાના મંગલપુર ગામના સતિશ મરઢ અને અર્જુન પાસેથી પણ રેતી મંગાવતા હોય જેથી બિપિન પાસેથી રેતી લે છે તેવું તેઓને જણાઈ આવ્યું હતું.

ફોટો: અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિન

જેને લઈને ખનીજ માફિયાઓ દ્વારા અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિનને ફોન કરીને તું કેમ રેતીના ફેરાના ભાવ ઓછા કરીને ભાવ બગાડે છે. તેમ કહીને ગાળા-ગાળી કરી હતી.

બાદમાં આ ખનીજ માફિયાઓ દ્વારા કણજા ગામ પાસે એસયુવી ગાડીમાં આવીને આ અત્યાચારનો ભોગ બનનાર યુવાન બિપિનને આંતરીને બેફામ રીતે લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો.

જેના કારણે દલિત યુવાન બિપિનના પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોચી હતી. તેમજ આ ગુંડાઓ દ્વારા દલિત યુવાન બિપિનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે!

તેમજ આ યુવાનને જાતિ પ્રત્યે પણ હડધૂત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત બિપિનને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

વંથલી પોલીસે દલિત યુવાન બિપિનની ફરિયાદ લઈને પાંચેય ગુંડાઓ વિરુદ્ધ જુદા જુદા કાયદાઓ મુજબ ગુનો દાખલ કરીને ફરિયાદ દાખલ કરી છે. આ કેસની તપાસ ડીવાયએસપી ડી વી કોડિયાતર ચલાવી રહ્યા છે.

ફોટો: અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિન

આ પણ વાંચો: દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય?

FIR મુજબ આરોપીઓના નામ

  1. સતિશ મરંઢ આહીર
  2. અર્જુન મરંઢ આહીર
  3. તથા તેની સાથે સ્કોર્પિયોમાં આવેલા ત્રણ અજાણ્યા ઇસમો.

કઈ-કઈ કલમો મુજબ ગુનો થયો દાખલ

જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા ટ્રક ચાલક દલિત યુવાન પર ફિલ્મી ઢબે હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં આઇપીસી 326, 325, 249(b),506(2),143,147,148,149,120(b). તેમજ અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ મુજબ સેક્શન 3(2)(v),3(1)(r),3(1)(s) અને જીપી એક્ટ મુજબ સેક્શન 135 મુજબ વંથલી પોલીસ સ્ટેશનમાં તા. 14/12/2023ના રોજ FIR દાખલ થયેલ છે.

ઉલ્લેખનીય છે કે IPC, SC/ST act જેવા કાયદાઓ હોવા છતાં પણ ગુજરાતમાં એક બાદ એક દલિત અત્યાચારની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે જાણે ગુનેગારોને તંત્રનો કોઈ ડર જ ન હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

આ પણ વાંચો: ગામડાં અંગે ડૉ. આંબેડકરનો વિચાર વિસ્ફોટ- મયુર વાઢેર

Loading

The post Junagadh: જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાન પર કરાયો હીંચકારો હુમલો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/attack-on-dalit-youth-by-mineral-mafia-in-junagadh/7836/feed/ 0 7836
Junagadh: ગીરના સિંહોને નિહાળી રોમાંચ અનુભવતા G-20ના મહેમાનો http://revoltnewsindia.com/junagadh-g20-delegates-sighted-of-gir-lions-at-devalia-safaripark-rni-dr/7618/ http://revoltnewsindia.com/junagadh-g20-delegates-sighted-of-gir-lions-at-devalia-safaripark-rni-dr/7618/#respond Fri, 19 May 2023 13:12:58 +0000 https://revoltnewsindia.com/?p=7618 જૂનાગઢ તા.19 G-20ના ડેલીગેટ્સે એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન એવા ગીર ખાતેના દેવળીયા સફારી પાર્કમાં પ્રકૃતિના ખોળે વિહરતા સિંહો સહિતના અન્ય વન્ય પ્રાણીઓ અને પ્રાકૃતિક વૈભવ નિહાળી અભીભૂત થયા હતા. સાથે જ તેઓ ગીરના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવથી પણ પરિચિત થયા હતા.

The post Junagadh: ગીરના સિંહોને નિહાળી રોમાંચ અનુભવતા G-20ના મહેમાનો appeared first on REVOLT NEWS INDIA.

]]>
સાસણ-દેવળીયા સફારીપાર્કમાં સિંહ દર્શન કરતાં G-20 ડેલિગેટ્સ
Junagadh: જૂનાગઢ તા.19 G-20ના ડેલીગેટ્સે એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન એવા ગીર ખાતેના દેવળીયા સફારી પાર્કમાં પ્રકૃતિના ખોળે વિહરતા સિંહો સહિતના અન્ય વન્ય પ્રાણીઓ અને પ્રાકૃતિક વૈભવ નિહાળી અભીભૂત થયા હતા. સાથે જ તેઓ ગીરના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવથી પણ પરિચિત થયા હતા.
દીવ ખાતે સાયન્સ-20 અંતર્ગત સાયન્ટિફિક ચેલેન્જર્સ એન્ડ ઓર્પ્ચુનીટી ટુવાર્ડસ અચીવીંગ અ સસ્ટેનેબલ બ્લુ ઈકોનોમી બેઠકમાં સહભાગી થઈને ખાસ બસના માધ્યમથી દેવળીયા સફારી પાર્ક ખાતે પધારેલા G-20ના 75 લોકોના ડેલિગેટ્સમાં ટેકનોક્રેટ, વૈજ્ઞાનિક, એન્જિનિયર અને ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાંથી G-20 દેશોના 35 પ્રતિનિધિઓએ પણ સિંહ દર્શન કર્યા હતા.
4*4 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ આ દેવળીયા સફારી પાર્કના પ્રવાસ દરમિયાન સિંહ, દીપડા, સાબર, હરણ સહિતના વન્ય પ્રાણીઓને નજીકના અંતરેથી નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો.
ઉપરાંત વન વિભાગના ગાઈડ દ્વારા એશિયાટિક લાયનના એકમાત્ર વસવાટ એવા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યની વિશેષતાઓથી અવગત કરાવ્યા હતા. સાથે જ સિંહ તેમજ અન્ય જીવોની લાક્ષણિકતાઓ વિશે પણ જાણકારી આપી હતી.
G-20ના આ ડેલિગેટ્સ આગમન વેળાએ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા સુતરની આટી અને પુષ્પ આપી સસ્નેહ સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રવાસ સંદર્ભે કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં નાયબ વન સંરક્ષક મોહન રામ, નિવાસી અધિક કલેકટર પી.જી. પટેલ, પ્રાંત અધિકારી નિશાબા ચુડાસમા સહિતના અધિકારીઓએ જરૂરી વ્યવસ્થાઓનું સંકલન સાથે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

Loading

The post Junagadh: ગીરના સિંહોને નિહાળી રોમાંચ અનુભવતા G-20ના મહેમાનો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/junagadh-g20-delegates-sighted-of-gir-lions-at-devalia-safaripark-rni-dr/7618/feed/ 0 7618
Junagadh: માળિયાહાટીના પાણીધ્રા ગામેથી 17 વર્ષની કિશોરી ગુમ http://revoltnewsindia.com/junagadh-17year-old-girl-missing-from-panidhra-village-maliyahatina-rni-dr/7574/ Sun, 07 May 2023 01:30:00 +0000 https://revoltnewsindia.com/?p=7574 જૂનાગઢ તા.6 માળિયાહાટીના પાણીધ્રા ગામના વાડિ વિસ્તારમાં રહેતી 17 વર્ષ 7 મહિના 10 દિવસની કિશોરી તા.29-04-2023ના પાણીધ્રા ગામેથી ગુમ થઇ છે

The post Junagadh: માળિયાહાટીના પાણીધ્રા ગામેથી 17 વર્ષની કિશોરી ગુમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Image source: Internet

Junagadh: જૂનાગઢ તા.6 માળિયાહાટીના પાણીધ્રા ગામના વાડિ વિસ્તારમાં રહેતી 17 વર્ષ 7 મહિના 10 દિવસની કિશોરી તા.29-04-2023ના પાણીધ્રા ગામેથી ગુમ થઇ છે. તેમના જમણા હાથના કાંડામાં અકસ્માત થયેલાના સફેદ નિશાન છે. તેમણે ભુખરા કલરનો કુર્તો પંજાબી ડ્રેસ પહેરેલ છે. આ કિશોરીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માળિયા પોલીસે જણાવ્યું છે.

Loading

The post Junagadh: માળિયાહાટીના પાણીધ્રા ગામેથી 17 વર્ષની કિશોરી ગુમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
7574
World Heritage Day: જૂનાગઢમાં આવેલા છે આ 46 હેરિટેજ સ્થળો, વાંચો આ લેખ http://revoltnewsindia.com/world-heritage-day-46-heritage-places-are-located-in-junagadh-rni-dr/7552/ http://revoltnewsindia.com/world-heritage-day-46-heritage-places-are-located-in-junagadh-rni-dr/7552/#respond Tue, 18 Apr 2023 01:30:00 +0000 http://revoltnewsindia.com/?p=7552 જૂનાગઢ જિલ્લો ઐતિહાસિક દ્રષ્ટિએ વિશ્વભરમાં આગવુ સ્થાન ધરાવે છે. જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય રક્ષિત કુલ 46 સ્મારકો આવેલા છે. જૂનાગઢ જિલ્લામાં ઐતિહાસિક સ્મારકો, શિલાલેખ, ધાર્મિક સ્થળો, કોતરેલી ગુફાઓની મુલાકાત દર વર્ષે લાખો પ્રવાસીઓ લઇ રહ્યા છે

The post World Heritage Day: જૂનાગઢમાં આવેલા છે આ 46 હેરિટેજ સ્થળો, વાંચો આ લેખ appeared first on REVOLT NEWS INDIA.

]]>
18 April, World Heritage Day: જૂનાગઢ જિલ્લો ઐતિહાસિક દ્રષ્ટિએ વિશ્વભરમાં આગવુ સ્થાન ધરાવે છે. જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય રક્ષિત કુલ 46 સ્મારકો આવેલા છે. જૂનાગઢ જિલ્લામાં ઐતિહાસિક સ્મારકો, શિલાલેખ, ધાર્મિક સ્થળો, કોતરેલી ગુફાઓની મુલાકાત દર વર્ષે લાખો પ્રવાસીઓ લઇ રહ્યા છે.

Junagadh:દર વર્ષે 18 એપ્રિલને વિશ્વ હેરિટેજ દિવસ (18 April, World Heritage Day) તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને આ ભવ્ય અને ઐતિહાસિક વારસાથી અવગત કરાવવાનો છે. આ દિવસને સ્મારકો અને સ્થળો માટે આંતરરાષ્ટ્રીય દિવસના નામથી પણ ઓળખવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લામાં આવેલાં છે કેન્દ્ર રક્ષિત 7 અને રાજ્ય રક્ષિત 39 પુરાતત્વીય સ્મારકો

જૂનાગઢ જિલ્લો ઐતિહાસિક દ્રષ્ટિએ વિશ્વભરમાં આગવુ સ્થાન ધરાવે છે. જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય રક્ષિત કુલ 46 સ્મારકો આવેલા છે. જૂનાગઢ જિલ્લામાં ઐતિહાસિક સ્મારકો, શિલાલેખ, ધાર્મિક સ્થળો, કોતરેલી ગુફાઓની મુલાકાત દર વર્ષે લાખો પ્રવાસીઓ લઇ રહ્યા છે. અને ઐતિહાસિક વારસાની જાળવણી માટે પૌંરાણિક સ્થળોનું તેની જૂની ગરિમા ને અકબંધ રાખીને જાળવણીની દ્રષ્ટિએ નવિનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

ઉપરકોટનો કિલ્લો મોર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વારા બનાવવામાં આવેલો હતો

જૂનાગઢ શહેરમાં ઇતિહાસ પ્રસિધ્ધ ઉપરકોટનો કિલ્લો આવેલ છે. આ કિલ્લાનું મુળ નામ ગિરિદુર્ગ હતું. ઉપરકોટનો કિલ્લો મોર્ય સમ્રાટ ચંદ્ર ગુપ્ત દ્વારા ઇ.સ. પૂર્વ ૩૧૯માં બનાવવામાં આવેલો હતો. હાલમાં આ કિલ્લાનું નવીનીકરણ શરૂ છે. આ કિલ્લા ઉપરથી દેખાતા ગિરનાર તરફના શહેર અને પૂર્વ તરફના દ્રશ્યો શાનદાર છે. જૂનાગઢ આવતા પ્રવાસીઓ આ કિલ્લાની મુલાકાત અચુક લે છે.

જૂનાગઢ શહેરથી ગિરનાર તરફ જતા રસ્તામાં ભારતવર્ષના ભૂતકાળની ઝાંખી કરાવતા સમ્રાટ અશોકના ત્રણ શિલાલેખ વિશાળ પથ્થર પર દ્રશ્યમાન થાય છે.

જૂનાગઢ શહેરમાં ઉપરકોટથી ગિરનાર તરફ જતા રસ્તામાં ત્રણ હારમાળામાં ખડકમાંથી કોતરેલી આ ગુફાઓ ઇ.સ. પ્રથમ અને દ્વિતિય સદીમાં બનેલી છે.

જૂનાગઢમાં નવાબી સ્થાપત્ય જુદી ભાત પાડે છે. જૂનાગઢની મધ્યમાં નવાબ મહોબ્બત ખાન બીજાએ બનાવેલ મહોબ્બત મકબરો કલાત્મક ગુંબજો, અત્યંત બારીક કોતરણીઓ નવાબી સ્થાપત્યના બેનમુન છે.

જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય રક્ષિત કુલ 46 હેરિટેજ સ્થળો

જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર રક્ષિત સાત અને રાજ્ય રક્ષિત 39 સ્મારકો અને સ્થળો છે. જેમાં કેન્દ્ર રક્ષિત અશોકનો શિલાલેખ, બૌધ્ધ ગુફા, બાબા પ્યારે, ખાપરા કોડિયાની ગુફા, પ્રાચીન ટીંબો, જામીન મસ્જીદ, બીબી મસ્જીદ અને રવેલી મસ્જીદનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્ય રક્ષિત સ્મારકોમાં અડીકડી વાવ,

જુમા મસ્જીદ અને તોપ નિલમ અને કડાનલ, નરસિંહ મહેતાનો ચોરો, પંચેશ્વર ગુફાઓ, માત્રી રા ખેંગાર મહેલ, વંથલીમાં નાની વાવનો શિલાલેખ, બગસરા ઘેડમાં દાહ સંસ્કારની સ્મૃતિનો પાળીયો, હનુમાન ધારા, હાથ પગલા, માળિયા હાટીનામાં ધનવંતરીનો પાળિયો સહિતનાનો સમાવેશ થાય છે.

જૂનાગઢ જીલ્લો પ્રવાસનની દ્રષ્ટિએ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. પૌરાણિક ગિરનાર પર્વત પર પણ સ્મારકો આવેલા છે. ગિરનાર પર રોપવે બનતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.

જુનાગઢ શહેર હેરિટેજ સ્થળોથી શોભાયમાન છે. જૂનાગઢની બાઉદીન કોલેજ પણ એક અર્થમાં હેરિટેજ બિલ્ડીંગ છે. પૌરાણિક સ્થળો અને સ્મારકો વિશે જાણીએ અને તેની જાળવણી કરીએ એ સૌની ફરજ છે.

Loading

The post World Heritage Day: જૂનાગઢમાં આવેલા છે આ 46 હેરિટેજ સ્થળો, વાંચો આ લેખ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/world-heritage-day-46-heritage-places-are-located-in-junagadh-rni-dr/7552/feed/ 0 7552
Bilkha: પૂ. ગોપાલાનંદજી બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિતે ભંડારો અને ભાવ ભજન ભક્તિનું કરવામાં આવ્યું આયોજન http://revoltnewsindia.com/bhandaro-and-bhav-bhajan-bhakti-was-organized-on-the-occasion-of-the-third-punyatithi-of-poo-gopalanandji-bapu/3350/ http://revoltnewsindia.com/bhandaro-and-bhav-bhajan-bhakti-was-organized-on-the-occasion-of-the-third-punyatithi-of-poo-gopalanandji-bapu/3350/#respond Thu, 30 Sep 2021 08:36:15 +0000 https://revoltnewsindia.com/?p=3350 બિલખા (Bilkha) રાવતેશ્વર ધર્માલયના મહંત શિવ ઉપાસક શ્રી શ્રી 108 તપોનિષ્ઠા અગ્નિહોત્રી શ્રી મહંત સંપુર્ણાનંદ બ્રહ્મચારી મહારાજની આગેવાનીમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું Junagadh: સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક…

The post Bilkha: પૂ. ગોપાલાનંદજી બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિતે ભંડારો અને ભાવ ભજન ભક્તિનું કરવામાં આવ્યું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>

બિલખા (Bilkha) રાવતેશ્વર ધર્માલયના મહંત શિવ ઉપાસક શ્રી શ્રી 108 તપોનિષ્ઠા અગ્નિહોત્રી શ્રી મહંત સંપુર્ણાનંદ બ્રહ્મચારી મહારાજની આગેવાનીમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું

Junagadh: સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ
પણ તારે  પણ બોલે નહિ હે એનો તાર્યા ઉપર ભાવ ભારતની સંસ્કૃતિમાં સંતોનું આગવું સ્થાન છે. ત્યારે સંતો સમાજને પોતાના  ઉત્કૃષ્ઠ વિચારો આપી સમાજ સુધારક તરીકે ઉમદા કાર્ય કરતા હોય છે. બિલખા રાવતેશ્વર ધર્માલયનાના મહંત શિવ ઉપાસક અને થોડાં સમય પહેલાં જ શ્રાવણ માસમાં શિવની અલૌકિક ભક્તિ અને અનુષ્ઠાન કર્યું હતું.

એવા  શ્રી શ્રી 108 તપોનિષ્ઠા અગ્નિહોત્રી શ્રી મહંત સંપુર્ણાનંદ બ્રહ્મચારી મહારાજ કે જેને શ્રાવણ માસ દરમિયાન 3:00 સુધી સતત શિવપૂજા અને અનુષ્ઠાન વૈદિક વિધિ અને શાસ્ત્રોથી કર્યો હતો. અને મૌન વ્રત ધારણ કરી શ્રાવણ માસ દરમિયાન આફ્રિકા સાધના અને અભિવ્યક્તિ કરી હજારો ભાવિકો જોડાયા હતા.

અગ્નિ અખાડાનાં સભાપતિ પરમ આદરણીય સરળ સ્વભાવ ઉમદા વ્યક્તિત્વ મુક્તાનંદ બાપુની વિશેષ ઉપસ્થિતિ

જુનાગઢ ,પોરબંદર ,રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ એ પણ શિવભક્તિનો લ્હાવો લીધો હતો. શ્રાવણ માસના અનુષ્ઠાન પૂર્ણાહુતી સંતો મહંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતમાં “આપણું સામાજિક કર્તવ્ય” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. એવા પરમ પૂજનીય શ્રી શ્રી 108 તપોનિષ્ઠા અગ્નિહોત્રી શ્રી મહંત સંપુર્ણાનંદ બ્રહ્મચારી મહારાજની આગેવાનીમાં  ગોપાલાનંદ બાપુ ની ત્રીજી પુણ્યતિથિનું નિમિત્તે બિલખા ખાતે સાધુ સંતોના ભંડારાનું અને ભજન ભાવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બહોળી ભારત ભરના સાધુ સંતો ,સેવકગણ ,અનુયાયીઓ, રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિમાં ભંડારો કરવામાં આવ્યો હતો. જેમાં સાધુ- સંતો ભેટ પૂજા પ્રસાદી આપવામાં આવી હતી અને હતા.115 વર્ષની વયના ગોપાલાનંદજી બાપુએ સાધુ બન્યા બાદ ક્યારેય અનાજ, નમક ગ્રહણ કર્યું ન હતું.

તેઓ ખોરાકમાં સાંબો, ગાયનું દૂધ અને ફળ જ લેતા હતા. 100 વર્ષથી વધુ વય હોવા છતા તેઓની દ્રષ્ટિ, શ્રવણ શક્તિ, સતેજ હતી અને આરામથી હલન-ચલન કરી શકતા હતા. સમગ્ર દેશમાં અનેક આશ્રમો અને અનુયાયીઓ ધરાવતા ગોપાલાનંદજી બાપુએ 115 વર્ષની વયે બાપુએ અંતિમ શ્વાસ લીધો હતો.

ગોપાલાનંદબાપુના દેહવિલયથી સાધુ-સંતો તેમજ હજારો ભાવિકોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. ગોપાલાનંદ બાપુ ગિરનાર પર ગૌમુખી ગંગા ખાતે 70 વર્ષની નવરાત્રીમાં કરતા અનુષ્ઠાન દર નવરાત્રીમાં ગોપાલાનંદજીબાપુ ગિરનાર પર આવેલી ગૌમુખી ગંગા ખાતે અનુષ્ઠાન કરતા હતા. છેલ્લા 70 વર્ષથી તેઓ નવરાત્રી દરમ્યાન નિયમીત રીતે અનુષ્ઠાન કરતા હતા.

પૂજ્ય ગોપાલાનંદ બાપુની ત્રીજી પુણ્યતિથિ પ્રસંગે અગ્નિ અખાડાનાં સભાપતિ પૂજય મુક્તાનંદ બાપુ ની વિશેષ ઉપસ્થિતિ અને નર્મદા થી પરમેશ્વરાનંદ બાપુ  ઉપસ્થિતિ રહી હતી. રાત્રે જૂનાગઢ ગીર ઘરેણુ એવા લોકસાહિત્યકાર રાજભા ગઢવી ના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપૉર્ટ: વનરાજ ચૌહાણ, જુનાગઢ.

Loading

The post Bilkha: પૂ. ગોપાલાનંદજી બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિતે ભંડારો અને ભાવ ભજન ભક્તિનું કરવામાં આવ્યું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/bhandaro-and-bhav-bhajan-bhakti-was-organized-on-the-occasion-of-the-third-punyatithi-of-poo-gopalanandji-bapu/3350/feed/ 0 3350
Junagadh: સોરઠની ધરતી પર ગુનાખોરી ને ડામવા “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ અને HM હર્ષ સંઘવી http://revoltnewsindia.com/junagadh-approved-chief-minister-bhupendra-patel-and-minister-of-state-for-home-affairs-har/3271/ http://revoltnewsindia.com/junagadh-approved-chief-minister-bhupendra-patel-and-minister-of-state-for-home-affairs-har/3271/#respond Mon, 27 Sep 2021 11:08:17 +0000 https://revoltnewsindia.com/?p=3271 જીલ્લા ભાજપ (BJP) પ્રમુખ કિરીટ પટેલ (Kirit Patel) ની રજૂઆત રંગલાવી જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમવાર પાંચ ઈસમો સામે “ગુજસી ટોક” કાયદો લાગુ કરવામાં આવ્યો ગુંડા તત્વોને ડામવા ગૃહ રાજ્યમંત્રી (Home…

The post Junagadh: સોરઠની ધરતી પર ગુનાખોરી ને ડામવા “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ અને HM હર્ષ સંઘવી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જીલ્લા ભાજપ (BJP) પ્રમુખ કિરીટ પટેલ (Kirit Patel) ની રજૂઆત રંગલાવી

જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમવાર પાંચ ઈસમો સામે “ગુજસી ટોક” કાયદો લાગુ કરવામાં આવ્યો

ગુંડા તત્વોને ડામવા ગૃહ રાજ્યમંત્રી (Home Minister) હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવી સાબિત કરી બતાવ્યું કે કાયદો જ સર્વોપરી છે.

Junagadh: થોડા સમય પહેલા વિસાવદર (Visavadar) માં બેનલ ખૂબ જ નિંદનીય ઘટનામાં  અસામાજીક તત્વો ની ટોળકી દ્વારા વિસાવદરમાં નાના વેપારીઓ પાસે આતંક ફેલાવી ધાક-ધમકી આપી ડરનો માહોલ ઉભો કરી ખડણી માગવામાં આવી હતી.

તેમજ લોકો ઉપર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસાવદરના જનતામાં ભય નો માહોલ સર્જાયો હતો. જે બાબતે આવા ગુંડા આવારા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી થાય અને વિસવાદર શહેર અને તાલુકાની જનતા સાથે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને તે માટે શહેરના આગેવાનો અને સામાજિક સંગઠનો દ્વારા કિરીટ પટેલ ને રજૂઆત કરવામાં આવી હતી.

જે રજૂઆત ને ધ્યાને લઇ આ ગંભીર બનાવ નો પ્રજાહિત વહેલી તકે નિર્ણય લઈ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને  ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવારા તત્વો સામે “ગુજસી ટોક” કાયદ્દો લાગું કરી કાયદાનું સંપૂર્ણ ભાન કરાવ્યું છે.

ફોટો: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

અને સાબિત કરી બતાવ્યું કે સરકાર પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે તત્પર છે. વિસાવદરના બનાવમાં પાંચ આરોપીઓ સામે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ દ્વારા “ગુજસી ટોક” અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રજાના હિત માં ગુજરાત સરકાર અને ગુહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ “ગુજસી ટોક” કાયદા હેઠળ આવારાતાત્વો સામે લાલ આંખ કરી છે તે બદલ વિસાવદરની જનતા આભાર માને છે .  જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમવાર પાંચ ઈસમો સામે “ગુજસી ટોક” કાયદો લાગુ કરવામાં આવ્યો છે. સમગ્ર સોરઠ પંથક માં સરકારના નિર્ણય થી અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો અને સાબિત થઈ ગયું છે કે કાયદો જ સર્વોપરી છે.

રિપૉર્ટ: વનરાજ ચૌહાણ, જૂનાગઢ.

Loading

The post Junagadh: સોરઠની ધરતી પર ગુનાખોરી ને ડામવા “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ અને HM હર્ષ સંઘવી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/junagadh-approved-chief-minister-bhupendra-patel-and-minister-of-state-for-home-affairs-har/3271/feed/ 0 3271
Junagadh: શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં યોજાઇ બેઠક http://revoltnewsindia.com/a-meeting-was-held-under-the-chairmanship-of-chief-minister-vijay-rupani-for-beautification-of-narasimha-mehta-lake-in-junagadh-city/2872/ http://revoltnewsindia.com/a-meeting-was-held-under-the-chairmanship-of-chief-minister-vijay-rupani-for-beautification-of-narasimha-mehta-lake-in-junagadh-city/2872/#respond Fri, 10 Sep 2021 15:56:13 +0000 https://revoltnewsindia.com/?p=2872 Gandhinagar: CM વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવ (Narsinh Mehta Lake) ના બ્યુટીફીકેશન માટે અને જૂનાગઢ શહેરમાં રેલવેના ઓવરબ્રિજ-અંડરબ્રિજ તૈયાર કરવા અંગેની વિસ્તૃત બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ…

The post Junagadh: શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં યોજાઇ બેઠક appeared first on REVOLT NEWS INDIA.

]]>

Gandhinagar: CM વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવ (Narsinh Mehta Lake) ના બ્યુટીફીકેશન માટે અને જૂનાગઢ શહેરમાં રેલવેના ઓવરબ્રિજ-અંડરબ્રિજ તૈયાર કરવા અંગેની વિસ્તૃત બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી.

જૂનાગઢના લોકો માટે જૂનાગઢના હૃદય સમા અને શહેરની શાન એવા નરસિંહ મહેતા તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા મુખ્યમંત્રીએ આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત તેમણે જૂનાગઢ શહેરમાંથી પસાર થતી રેલવેના કારણે વિવિધ ક્રોસિંગ ઉપર થતા ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને ફાટક મુક્ત શહેર બનાવવા તેમજ નવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ નિર્માણ માટે જરૂરી સૂચનો કર્યા હતા.

Loading

The post Junagadh: શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં યોજાઇ બેઠક appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/a-meeting-was-held-under-the-chairmanship-of-chief-minister-vijay-rupani-for-beautification-of-narasimha-mehta-lake-in-junagadh-city/2872/feed/ 0 2872
જૂનાગઢ-મીઠાપુર ST બસ શરુ કરવા NSUI ની માગ http://revoltnewsindia.com/demand-of-nsui-to-start-junagadh-mithapur-st-bus/2821/ http://revoltnewsindia.com/demand-of-nsui-to-start-junagadh-mithapur-st-bus/2821/#respond Wed, 08 Sep 2021 15:11:42 +0000 https://revoltnewsindia.com/?p=2821 કોરોનાકાળ બાદથી ST બસ બંધ હોવાથી વિદ્યાર્થીઓ (Students) અને મુસાફરોને અનેક હાલાકી જૂનાગઢ (Junagadh) NSUI ના પ્રમુખ યુગ પુરોહિત દ્વારા જૂનાગઢ મીઠાપુર (Mithapur) વાયા શાપુરની જે ST બસ કોરોના (Corona)…

The post જૂનાગઢ-મીઠાપુર ST બસ શરુ કરવા NSUI ની માગ appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોનાકાળ બાદથી ST બસ બંધ હોવાથી વિદ્યાર્થીઓ (Students) અને મુસાફરોને અનેક હાલાકી

જૂનાગઢ (Junagadh) NSUI ના પ્રમુખ યુગ પુરોહિત દ્વારા જૂનાગઢ મીઠાપુર (Mithapur) વાયા શાપુરની જે ST બસ કોરોના (Corona) દરમીયાન બંધ છે, તે વહેલામાં વહેલી તકે ચાલુ કરવા માટે ડેપો મેનેજરને રજુવાત કરવામાં આવી હતી.

હવે કોલેજ તેમજ સ્કૂલો શરુ થઈ ગયેલ છે ત્યારે આ રૂટની બસમાં ઘણા સ્ટુડન્ટસ અવર જવર કરતાં હોય ત્યારે આ બસનો રૂટ કોરોના ફરીથી શરુ કરવામાં આવ્યો  નથી. 

NSUI ના કહેવા મુજબ આ બસમાં અવર-જવર કરતા ઘણા વિદ્યાર્થીઓ તેમજ લોકો ને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેથી જો આગામી 2 થી 3 દિવસમાં આ રૂટની બસ સમયસર ચાલું કરવામાં નહિ આવે તો તમામ વિધાર્થીઓને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાનું NSUI દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

રિપૉર્ટ: પ્રતીક એમ. પંડ્યા, જૂનાગઢ

Loading

The post જૂનાગઢ-મીઠાપુર ST બસ શરુ કરવા NSUI ની માગ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/demand-of-nsui-to-start-junagadh-mithapur-st-bus/2821/feed/ 0 2821
હાલો ભણવા ! સોરઠના ગ્રામ્ય પંથકમાં 6 થી 8 ના વર્ગો શરુ http://revoltnewsindia.com/halo-classes-started-from-6th-to-8th-in-the-rural-panth-of-sorath/2676/ http://revoltnewsindia.com/halo-classes-started-from-6th-to-8th-in-the-rural-panth-of-sorath/2676/#respond Fri, 03 Sep 2021 12:40:23 +0000 https://revoltnewsindia.com/?p=2676 ઓફલાઈન વર્ગો શરુ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ  જૂનાગઢ(Junagadh): રાજ્ય સરકારના નિર્ણય બાદ ધોરણ 6 થી 8 ના  ઓફલાઈન (Offline class) વર્ગો શરુ થઇ ચુક્યા છે. જે અંતર્ગત સોરઠ (Sorath)ના  ગ્રામ્ય પંથકમાં…

The post હાલો ભણવા ! સોરઠના ગ્રામ્ય પંથકમાં 6 થી 8 ના વર્ગો શરુ appeared first on REVOLT NEWS INDIA.

]]>
ઓફલાઈન વર્ગો શરુ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ 

જૂનાગઢ(Junagadh): રાજ્ય સરકારના નિર્ણય બાદ ધોરણ 6 થી 8 ના  ઓફલાઈન (Offline class) વર્ગો શરુ થઇ ચુક્યા છે. જે અંતર્ગત સોરઠ (Sorath)ના  ગ્રામ્ય પંથકમાં 6 થી 8ના વર્ગો શરુ થતા (Students) વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોરોના (Covid 19) મહામારીને કારણે છેલ્લા ઘણા સમયથી ધોરણ 6 થી 8 ના  ઓફલાઈન વર્ગો બંધ હતા. જાણકારોના મતે ઓફલાઈન શિક્ષણનો એક અલગ જ પ્રભાવ હોય છે. જે વિદ્યાર્થીઓ માટે વધુ હિતાવહ છે.

ખાસ કરી ને સોરઠના અનેક ગામડાઓમાં ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓ અભયાસ કરી શકે તેવો માહોલ નથી, જે એક કડવા સત્ય જેવી વાત છે.

ત્યારે કોરોના (SOP) ગાઈડલાઇનને અનુસરી શરુ કરાયેલ વર્ગોમાં હવે કાતિલ કોરોના રૂપી વિઘ્ન ફરી વખત ન આવે અને બાગના મનમોહક પુષ્પો જેવા બાળકોનો શાળામાં નિરંતર પૂર્વવત રીતે મળતો રહે એવી આપણે પણ આશા સેવીએ.

ડાયરેક્ટ હિટ
જે મજા અને મીઠાસ ‘હાલો ભણવા’ શબ્દ બોલવામાં આવે એવી જ મજા સ્કૂલ જઇયે એના ઉચ્ચારણમાં ન આવે.

રિપૉર્ટ: પ્રતીક એમ. પંડ્યા, જૂનાગઢ.

Loading

The post હાલો ભણવા ! સોરઠના ગ્રામ્ય પંથકમાં 6 થી 8 ના વર્ગો શરુ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/halo-classes-started-from-6th-to-8th-in-the-rural-panth-of-sorath/2676/feed/ 0 2676