જૂનાગઢ-મીઠાપુર ST બસ શરુ કરવા NSUI ની માગ

SHARE THE NEWS

કોરોનાકાળ બાદથી ST બસ બંધ હોવાથી વિદ્યાર્થીઓ (Students) અને મુસાફરોને અનેક હાલાકી

જૂનાગઢ (Junagadh) NSUI ના પ્રમુખ યુગ પુરોહિત દ્વારા જૂનાગઢ મીઠાપુર (Mithapur) વાયા શાપુરની જે ST બસ કોરોના (Corona) દરમીયાન બંધ છે, તે વહેલામાં વહેલી તકે ચાલુ કરવા માટે ડેપો મેનેજરને રજુવાત કરવામાં આવી હતી.

હવે કોલેજ તેમજ સ્કૂલો શરુ થઈ ગયેલ છે ત્યારે આ રૂટની બસમાં ઘણા સ્ટુડન્ટસ અવર જવર કરતાં હોય ત્યારે આ બસનો રૂટ કોરોના ફરીથી શરુ કરવામાં આવ્યો  નથી. 

NSUI ના કહેવા મુજબ આ બસમાં અવર-જવર કરતા ઘણા વિદ્યાર્થીઓ તેમજ લોકો ને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેથી જો આગામી 2 થી 3 દિવસમાં આ રૂટની બસ સમયસર ચાલું કરવામાં નહિ આવે તો તમામ વિધાર્થીઓને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાનું NSUI દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

રિપૉર્ટ: પ્રતીક એમ. પંડ્યા, જૂનાગઢ

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *