KhabarJetpur Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/khabarjetpur/ News for India Tue, 26 Oct 2021 12:46:27 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png KhabarJetpur Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/khabarjetpur/ 32 32 174330959 Jetpur: ખીરસરા ગામે વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ યોજાયો; 100થી વધુ આંખના દર્દીઓએ કેમ્પનો લીધો લાભ http://revoltnewsindia.com/jetpur-free-ophthalmology-camp-held-in-khirsara-village-more-than-100-eye-patients-benefited-from-the-camp/4064/ http://revoltnewsindia.com/jetpur-free-ophthalmology-camp-held-in-khirsara-village-more-than-100-eye-patients-benefited-from-the-camp/4064/#respond Tue, 26 Oct 2021 12:44:48 +0000 https://revoltnewsindia.com/?p=4064 Rajkot: જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા (Khirsara) ગામે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ, રાજકોટના સહયોગથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશિએશન, યુગ નિર્માણ ગાયત્રી પરિવાર તેમજ જ્ઞાનગંગા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે નેત્રનિદાન કેમ્પ (Eye…

The post Jetpur: ખીરસરા ગામે વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ યોજાયો; 100થી વધુ આંખના દર્દીઓએ કેમ્પનો લીધો લાભ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા (Khirsara) ગામે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ, રાજકોટના સહયોગથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશિએશન, યુગ નિર્માણ ગાયત્રી પરિવાર તેમજ જ્ઞાનગંગા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે નેત્રનિદાન કેમ્પ (Eye camp) નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ખીરસરા, વડાસડા, સ્ટેશન વાવડી, ગુંદાળા, જેતપુર સહિતના ગામોના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો

જેતપુર તાલુકાના ખીરસરા ગામે જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખીરસરા, વડાસડા, સ્ટેશન વાવડી, ગુંદાળા તેમજ જેતપુરના 100થી વધુ જેટલાં આંખના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.

આ કેમ્પમાં આંખને લગતી સારવાર કરાવવા માટે આવેલા તમામ દર્દીઓને વિનામૂલ્યે દવા તેમજ આંખમાં નાખવાના ટીપા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા અને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત વાળા તમામ દર્દીઓને ઓપરેશન માટે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ, રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ કેમ્પને સફળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન (ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશિએશન)ના ગુજરાત પ્રમુખ શ્રીમતી ડૉ. શહેનાઝબેન બાબી, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન (ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશિએશન)ના રાજકોટ જિલ્લા પ્રમુખ

તેમજ નવયુગ વિદ્યાલય- ખીરસરાના સંચાલિકા શ્રીમતી મનીષાબેન કથીરિયા, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન (ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશિએશન)ના પ્રફુલભાઈ યાદવ, યુગ નિર્માણ ગાયત્રી પરિવાર- રાણપુરના પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ સહીત ખીરસરા ગામના જાગૃત નાગરિકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

by Team Revolt, Jetpur (Rajkot).

Loading

The post Jetpur: ખીરસરા ગામે વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ યોજાયો; 100થી વધુ આંખના દર્દીઓએ કેમ્પનો લીધો લાભ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-free-ophthalmology-camp-held-in-khirsara-village-more-than-100-eye-patients-benefited-from-the-camp/4064/feed/ 0 4064
Jetpur: સમાજ સુરક્ષા વિભાગ દ્વારા યોજાયેલ દિવ્યાંગ કેમ્પમાં લાભાર્થીઓને સુવિધાઓ ને બદલે મળી અનેક દુવિધાઓ http://revoltnewsindia.com/beneficiaries-found-many-dilemmas-instead-of-facilities-in-the-divyang-camp-organized-by-jetpur-social-security-department/4043/ http://revoltnewsindia.com/beneficiaries-found-many-dilemmas-instead-of-facilities-in-the-divyang-camp-organized-by-jetpur-social-security-department/4043/#respond Tue, 26 Oct 2021 09:21:06 +0000 https://revoltnewsindia.com/?p=4043 Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) માં સમાજ સુરક્ષા વિભાગ (Social security department) દ્વારા જેતપુરમાં આવેલ સરકારી હોસ્પિટલ (Hospital) ખાતે એક ખાસ દિવ્યાંગ કેમ્પ (Divyang camp) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…

The post Jetpur: સમાજ સુરક્ષા વિભાગ દ્વારા યોજાયેલ દિવ્યાંગ કેમ્પમાં લાભાર્થીઓને સુવિધાઓ ને બદલે મળી અનેક દુવિધાઓ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) માં સમાજ સુરક્ષા વિભાગ (Social security department) દ્વારા જેતપુરમાં આવેલ સરકારી હોસ્પિટલ (Hospital) ખાતે એક ખાસ દિવ્યાંગ કેમ્પ (Divyang camp) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુવિધાના બદલે દુવિધાઓ મળતા કેમ્પમાં આવેલ દિવ્યાંગજનોમાં સુખને બદલે દુઃખીની લાગણીઓ જોવા મળી હતી.

જેતપુરમાં આજરોજ દિવ્યાંગ લોકોને મેડિકલ સર્ટિ આપવા અને એસ.ટી. બસના પાસ માટેના એક કેમ્પનું આયોજન  સમાજ સુરક્ષા વિભાગ દ્વારા  કરવામાં આવેલ હતુ. જેમાં વહેલી સવારથી જ લોકો દૂરદૂરથી દિવ્યાંગ કેમ્પનો લાભ લેવા માટે આવી પહોંચ્યા હતા.

જેમાં દૂરદૂરથી આવેલા લોકો તેમાં પણ ખાસ કરીને દિવ્યાંગ લોકો માટે કેમ્પના સ્થળે પીવાના પાણી કે શૌચાલયની યોગ્ય વ્યવસ્થા ન હોય તેમજ કેમ્પ આયોજન કરનારા જવાબદાર અધિકારીઓને પણ 24 કલાક પહેલાં જ કેમ્પ જેતપુરમાં થવાનો છે તેની જાણ તેમના ઉચ્ચ અધિકારીઓએ કરી હોવાનો લુલો બચાવ કરતા જોવા મળ્યા હતા.

Photo: તડકામાં અને બેસવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી જમીન પર બેસવા મજબૂર લોકો

જેમાં મીડિયા દ્વારા જેતપુરના સરકારી હોસ્પિટલના અધિક્ષકની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. અને દિવ્યાંગ દર્દીઓને કેમ્પમાં પડતી હાલાકી અંગે પૂછતાં તેમણે જણાવેલ હતું કે આ કેમ્પ સમાજ સુરક્ષા ખાતા હેઠળ કરવામાં આવેલ છે તેમજ તેઓની જ જવાબદારી છે, દિવ્યાંગ કેમ્પમાં વ્યવસ્થા કરવાની.

જ્યારે ફરજ પરના સમાજ સુરક્ષાના અધિકારીને દિવ્યાંગ લોકોને કેમ્પમાં પડતી હાલાકી અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેઓ જેતપુર સરકારી હોસ્પિટલના વહિવટ વિભાગ દ્વારા જ કોઈ સુવિધાઓમાં સાથ સહકાર ન આપતા હોવાનું ગાણું ગાયું હતું. આ સરકારી હોસ્પિટલ જેતપુર અને સમાજ સુરક્ષા વિભાગ વચ્ચે  સંકલનનો રીતસરની અભાવ જોવા મળ્યો હતો.

Photo: સરકારી હોસ્પિટલ જેતપુરમાં થયેલ દિવ્યાંગ કેમ્પ

શું સરકારી ટાર્ગેટ પૂરો કરવા માટે યોજાય છે દિવ્યાંગ કેમ્પ?

દિવ્યાંગ કેમ્પમાં આવેલ દર્દીઓ પડતી હાલાકી અંગે ફરજ પરના જેતપુર સરકારી હોસ્પિટલના અધિક્ષક અને ફરજ પરના રાજકોટથી આવેલા સમાજ સુરક્ષા કર્મચારીઓ ને મીડિયા દ્વારા સવાલો કરતા તેઓ પોતાની જવાબદારીમાંથી છટકબારી શોધતા દેખાયા હતા. આ જોઈને લોકોમાં ચર્ચાઓ એ વેગ પકડ્યું છે કે શું આ સરકારી બાબુઓ સરકારી ટાર્ગેટ પૂરો કરવા માટે જ ફક્ત દિવ્યાંગ કેમ્પ યોજી રહ્યાં છે?

by Team Revolt, Jetpur (Rajkot).

Loading

The post Jetpur: સમાજ સુરક્ષા વિભાગ દ્વારા યોજાયેલ દિવ્યાંગ કેમ્પમાં લાભાર્થીઓને સુવિધાઓ ને બદલે મળી અનેક દુવિધાઓ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/beneficiaries-found-many-dilemmas-instead-of-facilities-in-the-divyang-camp-organized-by-jetpur-social-security-department/4043/feed/ 0 4043
Jetpur: પાંચ હજારથી પણ વધુ રોકડ ભરેલું પર્સ અને મોબાઈલ પરત આપી ઇમાનદારીનું ઉદાહરણ પૂરું પાડતો યુવાન http://revoltnewsindia.com/jetpur-a-young-man-who-returned-his-purse-full-of-more-than-five-thousand-cash-and-a-mobile-provides-an-example-of-honesty/3991/ http://revoltnewsindia.com/jetpur-a-young-man-who-returned-his-purse-full-of-more-than-five-thousand-cash-and-a-mobile-provides-an-example-of-honesty/3991/#respond Sat, 23 Oct 2021 18:36:08 +0000 http://revoltnewsindia.com/?p=3991 જેતપુર (Jetpur) ના એમ.જી રોડ (MG Road) પરથી પસાર થતા એક યુવાનની નજર એક દુકાન પાસે પડેલા પર્સ પર પડી હતી. જે પર્સ ચેક કરતા તેમાં પાંચ હજારથી વધુની રકમ…

The post Jetpur: પાંચ હજારથી પણ વધુ રોકડ ભરેલું પર્સ અને મોબાઈલ પરત આપી ઇમાનદારીનું ઉદાહરણ પૂરું પાડતો યુવાન appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર (Jetpur) ના એમ.જી રોડ (MG Road) પરથી પસાર થતા એક યુવાનની નજર એક દુકાન પાસે પડેલા પર્સ પર પડી હતી. જે પર્સ ચેક કરતા તેમાં પાંચ હજારથી વધુની રકમ અને સેમસંગ એન્ડ્રોઇડ ફોન મળી આવ્યો હતો. જેને મૂળ માલિકને પરત સોંપતા યુવાન વિજય વેગડાએ માનવતાનું અને ઇમાનદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અત્યારે મોંઘવારીના સમયમાં પાંચ સો રૂપિયા કમાવવા પણ મોઢે ફીણ આવી જતા હોય છે, જ્યારે સામે એક સાથે પાંચ હજારથી પણ વધુની રકમ સાથેનું પર્સ જો મળી આવે તો લોટરી લાગ્યા જેવું થાય. પરંતુ જેણે ગુમાવ્યું તેના પર શું વિતે તે તેને જ ખબર હોય !

જ્યારે આ રોકડ ભરેલું પર્સ યુવાનને હાથ લાગ્યું ત્યારે તરત જ જેતપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ દફડાની રૂબરૂમાં મૂળ માલિકને સોંપીને માનવતાનું અને ઇમાનદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

by Team Revolt Jetpur

Loading

The post Jetpur: પાંચ હજારથી પણ વધુ રોકડ ભરેલું પર્સ અને મોબાઈલ પરત આપી ઇમાનદારીનું ઉદાહરણ પૂરું પાડતો યુવાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-a-young-man-who-returned-his-purse-full-of-more-than-five-thousand-cash-and-a-mobile-provides-an-example-of-honesty/3991/feed/ 0 3991
Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/ http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/#respond Sat, 23 Oct 2021 13:35:02 +0000 https://revoltnewsindia.com/?p=3950 પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ જેતપુરમાં થોડા દિવસ પહેલા એક અનુસૂચિત જાતિ (Schedule caste) ના યુવાન ઉપર કથિત દબંગ લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.…

The post Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ

જેતપુરમાં થોડા દિવસ પહેલા એક અનુસૂચિત જાતિ (Schedule caste) ના યુવાન ઉપર કથિત દબંગ લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને જેતપુર શહેર પોલીસ (Police) દ્વારા આજદિન સુધી આરોપીઓની ધરપકડ ન કરાતા જેતપુરના SC સમાજ દ્વારા જેતપુર ડિવિઝન (Jetpur Police Division) ના ASP ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

મામુલી બોલાચાલીમાં યુવાન પર કરવામાં આવ્યો છે છરી વડે હુમલો: અનુ.જાતિ સમાજના આગેવાનો

આવરા અને ગુંડા તત્વો બેફામ બન્યા હોવાનું પણ આવ્યું જણાવવામાં

Rajkot: જિલ્લાના જેતપુરમાં જેતપુરમા અનુસૂચિત જાતિના આગેવાન કાળાભાઈ ચાવડાના પુત્ર  કિશોર ઉપર મામુલી બોલાચાલીમાં છરી વડે હુમલો કરી જાતિ અંગે અપમાનિત કરવાના બનાવમાં તારીખ 20/10/2021 ના રોજ જેતપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય કલમો મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત જાતી (Schedule caste) સમાજ દ્વારા SC સમાજના અગેવાનના પુત્ર પર કથિત દબંગો દ્વારા જીવલેણ હુમલો કરાતા પોલીસ ફરીયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરાતા એના વિરોધમાં આજે જેતપુરમાં નાયબ પોલીસ અધ્યક્ષ કચેરી (DYSP Office) ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.

Photo: ASP ને આવેદનપત્ર પાઠવતા SC સમાજના આગેવાનો

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, જેતપુર વિસ્તારમાં SC સમાજ પ્રત્યે ખૂબ જ અત્યાચારો થઇ રહ્યા છે.
બહેન-દિકરીઓ સલામત નથી. તેમજ નશાખોર બેફામ થઇ રહ્યા છે. તેમજ પોલીસ પ્રશાસનની જરાય જેટલી બીક કે ડર નથી. પોલીસ તંત્ર દ્વારા બુટલેગરોને આવારા તત્વોને છાવરવામાં આવતુ હોય તેવુ લાગી રહ્યુ છે.

જીવલેણ હુમલાના આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયો

રોજ-બરોજ નવી નવી ઘટનાઓ અમારા સમાજના યુવાનો તથા બહેન દિકરીઓને ટાર્ગેટ બનાવવા બની રહી છે. આમ દરેક જગ્યાએ અનુ. જાતિના વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી તેના પર અત્યાચાર થઈ રહ્યા છે. તેનો અમો જેતપુર શહેર/તાલુકા અનુ. જાતિ સમાજ વતી સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. તેમજ અમારા સમાજના લોકોની સલામતી જોખમાય હોય તેવુ સામ્રાજય સ્થપાય રહ્યુ હોય.

SC સમાજ પર અત્યાચારો વધ્યા હોવાનું પણ આવ્યું જણાવવામાં

તેમજ અમારે દહેશતમાં જીવવુ પડે તેવી પરીસ્થિતીનું નિર્માણ થઇ રહ્યુ છે. તેમજ હાલ બે દિવસ પહેલા પણ જેતપુરના એક પ્રતિષ્ઠીત બુજુર્ગ દલીત આગેવાનના યુવાન પુત્ર ઉપર જીવલેણ હુમલો થયેલ હોય.

Photo: SC સમાજના લોકો

હુમલાખોર આરોપીઓ ઝનુની સ્વભાવના અને માયાભારે હોવાની છાપ ધરાવતા હોય તેમજ મની મસલ્સ પાવરના કારણે પોલીસ બેડામાં તેનો રોફ હોય જેના કારણે આવા ગુંડા અને આવારા તત્વો બેફામ બની રહ્યા છે.

આરોપીની ધરપકડ કરી ના હોવાને લઇને SC સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો

ત્યારે સમગ્ર હકીકત ધ્યાને લઇ આવા લોકોની તાત્કાલિક ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવવા અને ફરી આવા કોઇ બનાવો ફરી ન બને તે બાબતે સખત અને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવા અંગેની જેતપુર શહેર/તાલુકા SC સમાજ દ્વારા SC સમાજના ભાઈઓ, આગેવાનો મનોજભાઈ પારધી, કાળાભાઈ ચાવડા, જીતુભાઇ પારધી, કાંતિભાઈ વેગડા, તરુણભાઈ પારઘી, સંજયભાઈ જાદવ અને પ્રકાશભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

અને આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે મોટી સંખ્યામાં એકત્રીત થઈને જેતપુર ડિવિઝનના પોલીસ વડા એ.એસ.પી. (ASP) સાગર બાગમાર (Sagar Bagmar, IPS) ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

Loading

The post Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/feed/ 0 3950