જેતપુર (Jetpur) ના એમ.જી રોડ (MG Road) પરથી પસાર થતા એક યુવાનની નજર એક દુકાન પાસે પડેલા પર્સ પર પડી હતી. જે પર્સ ચેક કરતા તેમાં પાંચ હજારથી વધુની રકમ અને સેમસંગ એન્ડ્રોઇડ ફોન મળી આવ્યો હતો. જેને મૂળ માલિકને પરત સોંપતા યુવાન વિજય વેગડાએ માનવતાનું અને ઇમાનદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
અત્યારે મોંઘવારીના સમયમાં પાંચ સો રૂપિયા કમાવવા પણ મોઢે ફીણ આવી જતા હોય છે, જ્યારે સામે એક સાથે પાંચ હજારથી પણ વધુની રકમ સાથેનું પર્સ જો મળી આવે તો લોટરી લાગ્યા જેવું થાય. પરંતુ જેણે ગુમાવ્યું તેના પર શું વિતે તે તેને જ ખબર હોય !
જ્યારે આ રોકડ ભરેલું પર્સ યુવાનને હાથ લાગ્યું ત્યારે તરત જ જેતપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ દફડાની રૂબરૂમાં મૂળ માલિકને સોંપીને માનવતાનું અને ઇમાનદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
by Team Revolt Jetpur