UpletaPolice Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/upletapolice/ News for India Fri, 12 Nov 2021 11:00:05 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png UpletaPolice Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/upletapolice/ 32 32 174330959 નિરાધાર મૃત વ્યક્તિનો અંતિમસંસ્કાર કરી માનવતા મહેકાવતી પાટણવાવ પોલીસ http://revoltnewsindia.com/patanvav-police-cremating-a-helpless-dead-person/4381/ http://revoltnewsindia.com/patanvav-police-cremating-a-helpless-dead-person/4381/#respond Fri, 12 Nov 2021 10:56:27 +0000 https://revoltnewsindia.com/?p=4381 Rajkot: જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી (Majethi) ગામ વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા 55 વર્ષીય રાજુભાઈ બાબુરાવ ભાગવત નામના વ્યક્તિનું અવસાન થતાં પાટણવાવ પોલીસે (Patanvav Police) માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાની…

The post નિરાધાર મૃત વ્યક્તિનો અંતિમસંસ્કાર કરી માનવતા મહેકાવતી પાટણવાવ પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી (Majethi) ગામ વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા 55 વર્ષીય રાજુભાઈ બાબુરાવ ભાગવત નામના વ્યક્તિનું અવસાન થતાં પાટણવાવ પોલીસે (Patanvav Police) માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાની (Upleta) મદદથી અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો.

જેમાં પાટણવાવ પોલીસ સ્ટાફ અને માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાના સેવકો અને આગેવાનોએ સાથે મળી અને મૃત વ્યક્તિનું હિન્દુ ધર્મની વિધિવત રીતે અંતિમવિધિ કરી અને તેમને મૃતદેહની અંતિમવિધિ કરી અને પાટણવાવ પોલીસે માનવતાવાદી કાર્ય કર્યું છે.

ઉપલેટાના મજેઠી ગામના બસ સ્ટેન્ડમાં રહેતા રાજુભાઈ ભાગવત નામના વ્યક્તિ એકલા રહેતા હતા અને મજૂરી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા. ત્યારે શ્વાસની તકલીફ હોવાને લઈને તેમનું ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં અવસાન થયું હતું.

ત્યારે બનાવ પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતો હોવાથી પોલીસે માનવ સેવાની મદદ લઈ અને મૃત વ્યકિતની અંતિમ વિધિ કરાવી હતી. આમ પાટણવાવ પોલીસ અને માનવ સેવાની ટીમ દ્વારા માનવતા ને મહેકવાતું કાર્ય કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ: આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)

Loading

The post નિરાધાર મૃત વ્યક્તિનો અંતિમસંસ્કાર કરી માનવતા મહેકાવતી પાટણવાવ પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/patanvav-police-cremating-a-helpless-dead-person/4381/feed/ 0 4381
Upleta: વિવિધ માંગો સાથે ખેડૂતો દ્વારા યોજવામાં આવી આક્રોશ રેલી http://revoltnewsindia.com/farmers-outrage-rally-in-upleta/3931/ http://revoltnewsindia.com/farmers-outrage-rally-in-upleta/3931/#respond Sat, 23 Oct 2021 06:11:33 +0000 https://revoltnewsindia.com/?p=3931 ઉપલેટા (Upleta) શહેર (City) માં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) સહિતના આગેવાનોએ ખેડૂતો સાથે જોડાઈ ને આક્રોશ રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ગુજરાતના જાણીતા…

The post Upleta: વિવિધ માંગો સાથે ખેડૂતો દ્વારા યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉપલેટા (Upleta) શહેર (City) માં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) સહિતના આગેવાનોએ ખેડૂતો સાથે જોડાઈ ને આક્રોશ રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ગુજરાતના જાણીતા ખેડૂત આગેવાન (Farmer Laedar) પાલભાઈ આંબલિયા (Palbhai Ambaliya) પણ જોડાયા હતા.

Rajkot: જિલ્લાના ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદ બાદ જે રીતે સમગ્ર ઉપલેટા પંથકના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર દ્વારા અપાયેલ સુચના અનુસાર જે સર્વે કરવામાં આવ્યું છે ત્યારે આ સર્વે બાદ સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવેલ છે ત્યારે તેમાં ઘણા ખરા ઉપલેટા તાલુકાના ગામો કે જે ખરેખર નુકસાન ગ્રસ્ત છે તેમને સહાયની યાદીમાંથી બાકાત રખાતા ઉપલેટા પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ત્યારે આ રોષને લઈને ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ આગેવાનો સાથે મળી અને ઉપલેટા પંથકના ખેડૂતો સાથે ઉપલેટા શહેરના જાહેર માર્ગો પર જનાક્રોશ રેલી કાઢી અને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા આવી પહોંચ્યા હતા.

આ જનાક્રોશ રેલીમાં ખેડૂત આગેવાન પાલભાઇ આંબલિયા પણ રેલીમાં જોડાયા હતા અને રેલી બાદ નુકસાની અંગે સરકાર દ્વારા જાહેર કરાયેલ નીતિનિયમો વિશે ખેડૂતોને માહિતગાર કાર્ય હતા અને તાજેતરમાં જે વીજળીના પ્રશ્નો ઉદભવતા જોવા મળી રહ્યા છે તેને લઈને આવેદનપત્ર પાઠવી અને આ સાથે ખાસ રજુઆત કરી હતી.

રિપોર્ટ: આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ).

Loading

The post Upleta: વિવિધ માંગો સાથે ખેડૂતો દ્વારા યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/farmers-outrage-rally-in-upleta/3931/feed/ 0 3931
Upleta: પોલીસે દારૂનું કટિંગ થાય તે પહેલાં જ મેખાટીંબી ગામ પાસેથી 705 પેટી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો http://revoltnewsindia.com/upleta-police-seized-705-cartons-of-english-liquor-from-mekhatimbi-village-just-before-the-liquor-was-cut/2005/ http://revoltnewsindia.com/upleta-police-seized-705-cartons-of-english-liquor-from-mekhatimbi-village-just-before-the-liquor-was-cut/2005/#respond Fri, 06 Aug 2021 18:40:16 +0000 https://revoltnewsindia.com/?p=2005 રાજકોટ (Rajkot) જિલ્લાની ઉપલેટા  પોલીસે (Upleta Police) ઇંગલિશ દારૂના (Foreign Liquor) મોટા જથ્થા પર ઘોસ બોલાવી અને ઉપલેટા તાલુકાના મેખાટીંબી (Mekhatimbi) ગામ પાસેથી ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ધાંધલે રેડ…

The post Upleta: પોલીસે દારૂનું કટિંગ થાય તે પહેલાં જ મેખાટીંબી ગામ પાસેથી 705 પેટી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
Upleta Police Station

રાજકોટ (Rajkot) જિલ્લાની ઉપલેટા  પોલીસે (Upleta Police) ઇંગલિશ દારૂના (Foreign Liquor) મોટા જથ્થા પર ઘોસ બોલાવી અને ઉપલેટા તાલુકાના મેખાટીંબી (Mekhatimbi) ગામ પાસેથી ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ધાંધલે રેડ કરી અને કુલ 705 પેટી ઇંગલિશ દારૂનો જથ્થો ઝડપી પાડયો છે જેમાં પોલીસે રૂપિયા 34,12,620/- નો દારૂ તેમજ એક ટ્રક, બે યુટિલિટી, એક મોટર સાયકલ અને 705 પેટી ઇંગલિશ દારૂ ઝડપી પાડયો છે.

એક ટ્રક, બે યુટિલિટી, એક સ્પ્લેન્ડર સહિત કુલ 61,42,620/- નો મુદ્દામાલ ઝડપેલ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તે સ્પષ્ટ પણે લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમય થી ગુજરાતની અંદરથી મોટા પ્રમાણની અંદર ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે ત્યારે આ ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધીનો કેટલો અમલ થાય છે અને દારૂબંધી કેટલી છે તે આવા મોટા જથ્થાઓ જ્યારે પકડાતા હોય છે ત્યારે જોવા મળતું હોય છે.

ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચા પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ. ધાધલ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. ગગુભાઇ ચારણ તથા વનરાજભાઇ રગિયા તથા હિમાંશુભાઇ હુણને ચોક્કસ બાતમીરાહે હકિકત મળેલ કે, મેખાટીંબી ગામ તરફ જવાના રોડની ડાબી બાજુ વેણુ નદીના કાંઠે સરકારી ખરાબાની જમીનમાં ઇંગ્લીશ દારૂના મોટા જથ્થાનુ અમુક માણસો કટીંગ કરી હેરાફેરી કરનાર છે તેવી હકીકત આધારે રેઇડ કરતા ટ્રડ નં GJ-02-XX-5158, બે મહિન્દ્રા બોલેરો પીકઅપ GJ-03-BW-0264 તથા GJ-27-7-1872 તેમજ એક હીરો સ્પ્લેન્ડર GJ-11-BS-0123 નંબર વાળા વાહનો સાથે જુદી જુદી બ્રાંડના ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ઝડપી લીધેલ.

અહેવાલ:- આશિષ લાલકિયા – ઉપલેટા (રાજકોટ)

Loading

The post Upleta: પોલીસે દારૂનું કટિંગ થાય તે પહેલાં જ મેખાટીંબી ગામ પાસેથી 705 પેટી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/upleta-police-seized-705-cartons-of-english-liquor-from-mekhatimbi-village-just-before-the-liquor-was-cut/2005/feed/ 0 2005