Rajkot: જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી (Majethi) ગામ વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા 55 વર્ષીય રાજુભાઈ બાબુરાવ ભાગવત નામના વ્યક્તિનું અવસાન થતાં પાટણવાવ પોલીસે (Patanvav Police) માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાની (Upleta) મદદથી અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો.
જેમાં પાટણવાવ પોલીસ સ્ટાફ અને માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાના સેવકો અને આગેવાનોએ સાથે મળી અને મૃત વ્યક્તિનું હિન્દુ ધર્મની વિધિવત રીતે અંતિમવિધિ કરી અને તેમને મૃતદેહની અંતિમવિધિ કરી અને પાટણવાવ પોલીસે માનવતાવાદી કાર્ય કર્યું છે.
ઉપલેટાના મજેઠી ગામના બસ સ્ટેન્ડમાં રહેતા રાજુભાઈ ભાગવત નામના વ્યક્તિ એકલા રહેતા હતા અને મજૂરી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા. ત્યારે શ્વાસની તકલીફ હોવાને લઈને તેમનું ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં અવસાન થયું હતું.
ત્યારે બનાવ પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતો હોવાથી પોલીસે માનવ સેવાની મદદ લઈ અને મૃત વ્યકિતની અંતિમ વિધિ કરાવી હતી. આમ પાટણવાવ પોલીસ અને માનવ સેવાની ટીમ દ્વારા માનવતા ને મહેકવાતું કાર્ય કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ: આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)