Upleta: પોલીસે દારૂનું કટિંગ થાય તે પહેલાં જ મેખાટીંબી ગામ પાસેથી 705 પેટી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો

SHARE THE NEWS
Upleta Police Station

રાજકોટ (Rajkot) જિલ્લાની ઉપલેટા  પોલીસે (Upleta Police) ઇંગલિશ દારૂના (Foreign Liquor) મોટા જથ્થા પર ઘોસ બોલાવી અને ઉપલેટા તાલુકાના મેખાટીંબી (Mekhatimbi) ગામ પાસેથી ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ધાંધલે રેડ કરી અને કુલ 705 પેટી ઇંગલિશ દારૂનો જથ્થો ઝડપી પાડયો છે જેમાં પોલીસે રૂપિયા 34,12,620/- નો દારૂ તેમજ એક ટ્રક, બે યુટિલિટી, એક મોટર સાયકલ અને 705 પેટી ઇંગલિશ દારૂ ઝડપી પાડયો છે.

એક ટ્રક, બે યુટિલિટી, એક સ્પ્લેન્ડર સહિત કુલ 61,42,620/- નો મુદ્દામાલ ઝડપેલ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તે સ્પષ્ટ પણે લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમય થી ગુજરાતની અંદરથી મોટા પ્રમાણની અંદર ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે ત્યારે આ ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધીનો કેટલો અમલ થાય છે અને દારૂબંધી કેટલી છે તે આવા મોટા જથ્થાઓ જ્યારે પકડાતા હોય છે ત્યારે જોવા મળતું હોય છે.

ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચા પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ. ધાધલ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. ગગુભાઇ ચારણ તથા વનરાજભાઇ રગિયા તથા હિમાંશુભાઇ હુણને ચોક્કસ બાતમીરાહે હકિકત મળેલ કે, મેખાટીંબી ગામ તરફ જવાના રોડની ડાબી બાજુ વેણુ નદીના કાંઠે સરકારી ખરાબાની જમીનમાં ઇંગ્લીશ દારૂના મોટા જથ્થાનુ અમુક માણસો કટીંગ કરી હેરાફેરી કરનાર છે તેવી હકીકત આધારે રેઇડ કરતા ટ્રડ નં GJ-02-XX-5158, બે મહિન્દ્રા બોલેરો પીકઅપ GJ-03-BW-0264 તથા GJ-27-7-1872 તેમજ એક હીરો સ્પ્લેન્ડર GJ-11-BS-0123 નંબર વાળા વાહનો સાથે જુદી જુદી બ્રાંડના ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ઝડપી લીધેલ.

અહેવાલ:- આશિષ લાલકિયા – ઉપલેટા (રાજકોટ)

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *