Viramgam Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/viramgam/ News for India Fri, 06 Oct 2023 08:46:29 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Viramgam Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/viramgam/ 32 32 174330959 Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ગામોમાં અનુ.જાતિ સમાજ માટે સ્મશાન ભૂમિ નીમ કરવા અંગે અપાયા કાર્યવાહીના આદેશ http://revoltnewsindia.com/order-by-collector-for-cremation-of-sc-community-in-villages-of-ahmedabad-district-dr/7780/ http://revoltnewsindia.com/order-by-collector-for-cremation-of-sc-community-in-villages-of-ahmedabad-district-dr/7780/#respond Fri, 06 Oct 2023 08:39:26 +0000 http://revoltnewsindia.com/?p=7780 અમદાવાદ જિલ્લાના અનુસુચિત જાતિના લોકો માટે ગામડાઓમાં સ્મશાન માટે જમીન નીમ કરવા તેમજ સુવિધા પુર્ણ અંતિમધામ બનાવવા અને જિલ્લા સ્તરે તથા તાલુકા સ્તરે સમિતિ બનાવવાની કાર્યવાહી કરવા બાબતની રજૂઆત કલેકટર અમદાવાદને

The post Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ગામોમાં અનુ.જાતિ સમાજ માટે સ્મશાન ભૂમિ નીમ કરવા અંગે અપાયા કાર્યવાહીના આદેશ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Ahmedabad News: અમદાવાદ જિલ્લાના અનુસુચિત જાતિના લોકો માટે ગામડાઓમાં સ્મશાન માટે જમીન નીમ કરવા તેમજ સુવિધા પુર્ણ અંતિમધામ બનાવવા અને જિલ્લા સ્તરે તથા તાલુકા સ્તરે સમિતિ બનાવવાની કાર્યવાહી કરવા બાબતની રજૂઆત કલેકટર અમદાવાદને કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવતા મદદનીશ કલેકટર વિરમગામ દ્વારા કાર્યવાહી કરવા વિરમગામ/માંડલ/દેત્રોજના મામલતદારને કાર્યવાહી કરવા લેખિત સૂચના આપવામાં આવી હતી.

મદદનીશ કલેકટર દ્વારા મામલતદારને લખેલ પત્રની વિગત

ઉપરોકત વિષય તથા સંદર્ભદર્શિત પત્ર અન્વયે જણાવવાનુ કે, અરજદાર કિરીટ રાઠોડ વિગેરે, રહે. રતનબેનની ચાલી, ડો.બાબા સાહેબ આંબેડકર બ્રીજ નીચે, મુ.પો.વિરમગામ, જી.અમદાવાદની અરજીથી અનુસૂચિત જાતિના લોકો માટે

ગામડાઓમાં સ્મશાન માટે જમીન નીમ કરવા તેમજ સુવિધા પુર્ણ અંતિમધામ બનાવવા અંગે જિલ્લા સ્તરે તથા તાલુકા સ્તરે સમિતિ બનાવવાની કાર્યવાહી કરવા બાબતે અનુસુચિત જાતિનાં લોકો માટે સ્મશાન માટે જમીન નીમ કરવાની થાય છે કે કેમ?

તેમજ સુવિધા પુર્ણ અંતિમ ધામ બનાવવા બાબતે યોગ્ય ચકાસણી કરાવી જે ગામોએ અનુસુચિત જાતિના લોકો માટે સ્મશાન માટે કેટલા ગામોમાં સ્મશાન માટે જમીન નીમ કરવાની થાય છે?

તે અંગેનો અહેવાલ તથા જે ગામોએ અનુસુચિત જાતિ લોકો માટે સ્મશાન માટે જમીન નીમ કરવાપાત્ર થતી હોય તે ગામોએ જમીનની પસંદગી કરી ધોરણસરની દરખાસ્ત દિન-07 માં મોકલી આપવા જણાવવામાં આવે છે.

નોંધ: વિરમગામ/માંડલ/ દેત્રોજ ના તમામ ગામોમાં અનુ.જાતિ સ્મશાન ની કોઈ પણ તકલીફ / સમસ્યા હોય તો નીચે આપેલ સંપર્ક નંબર માં જરૂર ફોન કરી માહિતી માર્ગદર્શન મેળવી શકો છો. વિરમગામ તાલુકા માટે – કિરીટ રાઠોડ ( 9727745387 ), માંડલ તાલુકા માટે – કિશન સેંધવ ( 9723727227 ), દેત્રોજ તાલુકા માટે – કનુભાઈ સુમેસરા ( 9824265884 ).

Loading

The post Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ગામોમાં અનુ.જાતિ સમાજ માટે સ્મશાન ભૂમિ નીમ કરવા અંગે અપાયા કાર્યવાહીના આદેશ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/order-by-collector-for-cremation-of-sc-community-in-villages-of-ahmedabad-district-dr/7780/feed/ 0 7780
સફાઈ કામદારોની સુરક્ષાને લઈને માનવ અધિકાર આયોગની લાલ આંખ http://revoltnewsindia.com/red-eye-of-the-human-rights-commission-on-the-safety-of-sweeper/1441/ http://revoltnewsindia.com/red-eye-of-the-human-rights-commission-on-the-safety-of-sweeper/1441/#respond Sat, 26 Dec 2020 20:37:55 +0000 http://revoltnewsindia.com/?p=1441 વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરને સફાઈ કામદારોની સુરક્ષાને લઈ રાજ્ય માનવ અધિકાર આયોગે નોટિસ આપી અહેવાલ માંગ્યો. વિરમગામ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને સુરક્ષાના સાધનોની સુવિધા આપ્યા વિના કાયદાથી પ્રતિબંધિત સફાઈકામ કરાવવામાં…

The post સફાઈ કામદારોની સુરક્ષાને લઈને માનવ અધિકાર આયોગની લાલ આંખ appeared first on REVOLT NEWS INDIA.

]]>

વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરને સફાઈ કામદારોની સુરક્ષાને લઈ રાજ્ય માનવ અધિકાર આયોગે નોટિસ આપી અહેવાલ માંગ્યો.

વિરમગામ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને સુરક્ષાના સાધનોની સુવિધા આપ્યા વિના કાયદાથી પ્રતિબંધિત સફાઈકામ કરાવવામાં આવતું હોવા અંગે કિરીટ રાઠોડ, સામાજિક કાર્યકરને હકીકત મળતા તેઓએ સમગ્ર મામલે ગુજરાત માનવ અધિકાર આયોગમાં પિટિશન કરીને તપાસની માંગ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ એ ફરી જોર પકડ્યું છે ત્યારે વિરમગામ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. જેને લઈને માનવ અધિકારમાં કિરીટ રાઠોડ દ્વારા રજુઆત કરવામાં આવી છે કે વિરમગામ નગરપાલિકામાં કોના આદેશથી સફાઈ કામદારો પાસે સુરક્ષાના સાધનો આપ્યા વિના કાયદા અને નિયમ વિરુદ્ધના કામ સમયે જવાબદાર અધિકારી કોઈ નજરે ન ચડ્યા. સફાઈ કામદારોને રામ ભરોસે કેમ રાખવામાં આવે છે ??

સફાઈ કામદારો ગંદકીમાં ઉતરી અને કામ કરે છે. ગટરના દૂષિત પાણીમાં હાથ નાખવા પડે છે.

તેમને કોરોના વાયરસનો ચેપ લાગશે તો કોની જવાબદારી ?? જેવા સળગતા પ્રશ્નો અંગે તપાસની માંગ કરવામાં આવી હતી.

જેને લઈને અનુ.જાતિની માનવ અધિકાર ભંગની ફરિયાદમાં રાજ્ય માનવ અધિકાર આયોગે કલમ – 18 મુજબ પગલા લેવા અંગે ચીફ ઓફિસર વિરમગામ પાસે દિન – 20 તપાસ કરી તેઓની સહી સાથેનો અહેવાલ મંગાવેલ છે.

જો નિયત સમયમાં અહેવાલ ન મળે તો રાજ્ય આયોગના રજિસ્ટ્રર (લીગલ) દ્વારા આયોગ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવાનુ પણ જણાવેલ છે..

આ અંગે દલિત અધિકાર મંચ ના સંયોજક કીરીટ રાઠોડ એ જણાવેલ કે ચીફ ઓફિસર દ્વારા સફાઈ કામદારોની સુરક્ષાના હીતને ધ્યાને લઇને અયોગને અહેવાલ આપવો જોઈએ, અમે તમામ સફાઈ કામદારોને સુરક્ષાના સાધનો આપીને જ કામ કરાવવા આદેશ કરવો જોઈએ.

જો આ બાબતે યોગ્ય નિર્ણય નહિ થાય તો કામદારોના હિતમાં તેમને સાથે રાખીને લડત ચાલુ રાખવામાં આવશે.

Loading

The post સફાઈ કામદારોની સુરક્ષાને લઈને માનવ અધિકાર આયોગની લાલ આંખ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/red-eye-of-the-human-rights-commission-on-the-safety-of-sweeper/1441/feed/ 0 1441