Writer Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/writer/ News for India Tue, 07 Sep 2021 15:03:11 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Writer Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/writer/ 32 32 174330959 બાબાસાહેબની અટક આંબેડકર ક્યાંથી આવી ???: રાજુ સોલંકી http://revoltnewsindia.com/where-did-babasahebs-surname-ambedkar-come-by-raju-solanki/895/ http://revoltnewsindia.com/where-did-babasahebs-surname-ambedkar-come-by-raju-solanki/895/#respond Fri, 15 May 2020 06:34:54 +0000 http://revoltnewsindia.com/?p=895 મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં આંબડવે ગામ સુબેદાર રામજી શકપાલનું વતન. જ્યારે રામજી તેમના પરીવારને લઇને સતારા ગયા ત્યારે તેમણે નક્કી કર્યું કે જાતિ-સૂચક શકપાલ અટક મારા વારસદારોને આપવી નથી, એટલે એમણે…

The post બાબાસાહેબની અટક આંબેડકર ક્યાંથી આવી ???: રાજુ સોલંકી appeared first on REVOLT NEWS INDIA.

]]>
મુંબઈમાં આવેલું બાબાસાહેબ આંબેડકરનું ઘર “રાજગૃહ”

મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં આંબડવે ગામ સુબેદાર રામજી શકપાલનું વતન. જ્યારે રામજી તેમના પરીવારને લઇને સતારા ગયા ત્યારે તેમણે નક્કી કર્યું કે જાતિ-સૂચક શકપાલ અટક મારા વારસદારોને આપવી નથી, એટલે એમણે એમના પુત્ર ભીમરાવની અટક આંબડવેકર રાખેલી.

બાળક ભીમને લઇને તેઓ પ્રતાપસીંગ હાઇસ્કુલમાં ગયા ત્યારે સ્કુલના કારકૂનને આંબડવેકર બોલવામાં તકલીફ પડી, એટલે એણે આંબડવેકરની જગ્યાએ આંબેડકર સરનેમ સ્કુલના રજિસ્ટરમાં લખી નાંખી. ત્યારથી બાબાસાહેબની અટક પડી ગઈ આંબેડકર.

એ સ્કુલમાં કોઈ આંબડવેકર કે આંબેડકર નામના બામણ શિક્ષક નહોતા. #રાજરત્ન_આંબેડકર પોતે આ સ્કુલમાં ગયેલા, એ સમયના રજિસ્ટરો ચેક કરેલા અને એમણે પોતાની જાત માહિતીથી જણાવ્યું છે કે તે વખતે તે સ્કુલમાં બેશક એક જોષી નામના બામણ શિક્ષક હતા.

રાજરત્નએ આ સમગ્ર બાબતનો ખુલાસો વીડીયો બનાવીને કર્યો છે.

આમ, બાબાસાહેબની અટક એમના કોઈ #આંબેડકર સરમનેમવાળા બામણ શિક્ષકે આપેલી એ વાર્તાનો છેદ ઉડી જાય છે.

ગુજરાતમાં ધનંજય કીરના ગુજરાતી અનુવાદમાં આ વાર્તા આપણને જાણવા મળી અને પ્રચલિત થઈ. ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં કિશોર મકવાણાએ આ વાર્તામાં મરી મસાલો ઉમેરીને બીજી મોટી વાર્તા બનાવી છે. તેઓ લખે છે કે,

“1924નો એક પ્રસંગ છે. ડો. બાબાસાહેબ #આંબેડકર તેમના કાર્યાલયમાં કોઈ વિષય પર લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા. બરાબર તે સમયે જ એક વયોવૃદ્ધ સદગૃહસ્થ લાકડીના સહારે તેમના કાર્યાલયના દરવાજે આવીને ઉભા રહ્યા. ડો. બાબાસાહેબ આંબેડકર તો તેમને જોતાંવેંત ખુરસીમાંથી ઉભા થઈ ગયા અને જઇને સીધા વૃદ્ધપુરુષને પગે લાગ્યા.

બીજા લોકોને તો નવાઈ લાગી. પેલા આગંતુકે આશીર્વાદ આપતા કહ્યું, ચિરંજીવી હો. ડો. બાબાસાહેબ

 #આંબેડકર ખુબ આદર સહિત એમને કાર્યાલયમાં દોરી લાવ્યા. સાથીદારો વૃદ્ધજનની ઓળખાણ ઇચ્છતા હતા એટલે ડો. બાબાસાહેબ આંબેડકરે કહ્યું, ‘મિત્રો, આ મારા ગુરુજી છે. એમના હાથ નીચે મેં પ્રાથમિક શાળાનું શિક્ષણ મેળવ્યું હતું. તમે તો જાણો જ છો કે મારી અટક તો આંબાડેકર હતી.

પણ બાળપણમાં મને આંબેડકર અટક આપનાર ગુરુજી મહાદેવ આંબેડકર સ્વયં બ્રાહ્મણ છે. આજે અચાનક જ મને મળવા આવ્યા, એથી હું ઉપકૃત થયો છું. એમના પાવન પગલાં મારા કાર્યાલયમાં પડ્યા, એથી ધન્યતા અનુભવું છું.’ ડો. બાબસાહેબ #આંબેડકરની વાત સાંભળીને ઉપસ્થિત તમામ લોકોએ એમને પ્રણામ કર્યા.

એક જમાનાનો બાળક આંબેડકર આજે મહાન વિદ્વાન ડો. આંબેડકર બની ગયો છે છતાંય એની નમ્રતામાં કે એમની ગુરુભક્તિમાં ક્યાંય કમી આવી નથી. એ જોઇને ગુરુજીની આંખમાં હર્ષમાં આંસુ ઉભરાઈ આવ્યા.

ભીમરાવનો આદર પામીને ગુરુજી તો ભાવવિભોર થઈ ગયા. અને એટલું જ બોલ્યા, ‘ભીમા,તેં તારા કુળનું નામ તો દીપાવ્યું છે પણ તારે લીધો તો મનેય યશ મળ્યો છે. તું અમર થવાનો છે.’

ગુરુજીએ થોડીક વાતો કરીને જવાની તૈયારી કરી. એટલે બાબાસાહેબ બોલ્યા, ‘સાહેબ, મેં હજુ કમાણી કરી નથી. છતાંં મારી ઇચ્છા એવી છે કે હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપના ચરણોમાં સમર્પિત કરી ગુરુદક્ષિણા અર્પણ કરું.’ એકવાર ગુરુજી સવારના સમયે કાર્યાલયમાં પુન: પધાર્યા.

ડો. બાબાસાહેબ આંબેડકરે પાંચ પાન, પાંચ સોપારી, સવા રુપિયો અને નવી ધોતી ગુરુદક્ષિણારુપે ગુરુજીને અર્પણ કર્યા.”

કિશોર મકવાણાની ઉપરોક્ત કથામાં બાબાસાહેબ એમના ગુરુને એવું કહે છે કે “સાહેબ, મેં હજુ કમાણી કરી નથી.” આ કેવી રીતે બને? મકવાણા આ પ્રસંગની સાલ લખે છે 1924.

બાબાસાહેબના જીવનપ્રસંગોની ક્રોનોલોજી જુઓ. 1924 પહેલાં તો બાબાસાહેબ મુંબઈની સીડનહેમ કોલેજના પ્રોફેસર બની ચૂક્યા છે, પછી એ નોકરી છોડીને મુંબઈ હાઇકોર્ટમાં વકીલાત પણ શરુ કરી દીધી હતી.

છતાં બાબાસાહેબ એવું જુઠ્ઠં બોલે કે મેં હજુ કમાણી કરી નથી, એ વાત માન્યામાં આવતી નથી. અને પછી બાબાસાહેબ એમના ગુરુને પાંચ પાન, પાંચ સોપારી, સવા રુપિયો અને નવી ધોતી ગુરુદક્ષિણારુપે આપે છે.

આ તો હદ થઈ ગઈ. કિશોર મકવાણા આ પાન, સોપારી, સવા રુપિયો, ધોતી ક્યાંથી લાવ્યા? જુઠ્ઠાણાની એક હદ હોય છે.

હવે આપણે મૂળ વાત પર આવીએ. બાબાસાહેબના જીવનની સૌથી પ્રમાણિત કથા ચાંગદેવ ખેરમોડેએ મરાઠીમાં લખેલા 12 ગ્રંથોમાં છે. બીજો પ્રમાણિત સ્રોત છે બાબાસાહેબનો ખુદનો પરિવાર.

1976માં એલેક્સ હેલીએ ‘રુટ્સ ધી સાગા ઑફ એન અમેરિકન ફેમિલી’ લખેલી. એમાં હેલીએ એના 18મી સદીના આફ્રિકન પૂર્વજ કુન્તા કિન્તેની હ્રદયદ્રાવક કથા આલેખી છે.

કઈ રીતે કુન્તાને ગુલામ બનાવીને ઉત્તર અમેરિકા લાવવામાં આવ્યો અને પછી એના વાલી-વારસોનું શું થયું એ સમગ્ર મહાકથા સમયમાં પાછા પગલાં ભરીને હેલીએ લખી છે એને તમે વાંચો તો તમારા રુંવાડા ઉભા થઈ જાય છે.

હેલીની જેમ રાજરત્ન આંબેડકરે એના બાપદાદાનો દટાયેલો ઇતિહાસ સદીઓની ધૂળ ખંખેરીને ખોળી કાઢ્યો છે. એટલે રાજરત્ન અને ખેરમોડેમાં પણ કોણ વધારે પ્રમાણિત છે એ નક્કી કરવાનું હોય તો હું બેશક રાજરત્નની વાત માનીશ.

હવે જો રાજરત્નના કહેવા પ્રમાણે કોઈ બામણ શિક્ષક, ગુરુજી કે ટીચર પ્રાથમિક શાળામાં ભીમરાવને ભણાવવા આવ્યા જ નહોતા તો આ કથા બાબાસાહેબના નેરેટિવમાં કઈ રીતે ઘૂસી ગઈ?

આ કથામાં નવાણુ ટકા કલ્પના છે અને સત્ય હશે તો પણ એ એકાદ ટકો હશે. કિશોર મકવાણાએ બામણ ગુરુજી હતા (હતા કે કેમ એ સવાલ તો છે જ) એના કરતા પણ સો ગણા ઉપસાવીને બામણોને રાજી કર્યા છે એ સ્પષ્ટ દેખાય છે.

હરિ દેસાઈ પણ કિશોર મકવાણાની જેમ યુટ્યુબની એમની એક ચેનલ પર આ જ કથા ફરીથી ઘૂંટી રહ્યા છે અને અનભિજ્ઞ, માહિતી-વંચિત દલિતો વાહ વાહ કરી રહ્યા છે, ત્યારે આ એક નાનકડો સંકેત જય ભીમ સાથે સૌને સમર્પિત. વાંચજો અને વિચારજો.

લેખક: રાજુ સોલંકી

(લેખક રાજુ સોલંકી કવિ,પત્રકાર, શિક્ષણવિદ અને માનવ અધિકાર કાર્યકર્તા છે, તેમનું કાર્યક્ષેત્ર અમદાવાદ છે. આ લેખ તેમનો અંગત વિચાર છે.)

Loading

The post બાબાસાહેબની અટક આંબેડકર ક્યાંથી આવી ???: રાજુ સોલંકી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/where-did-babasahebs-surname-ambedkar-come-by-raju-solanki/895/feed/ 0 895
ગામડાં અંગે ડૉ. આંબેડકરનો વિચાર વિસ્ફોટ- મયુર વાઢેર http://revoltnewsindia.com/village-culture-drambedkar/682/ http://revoltnewsindia.com/village-culture-drambedkar/682/#comments Tue, 28 Apr 2020 14:34:11 +0000 http://revoltnewsindia.com/?p=682 ડૉ. બાબાસાહેબ આંબેડકરે અઢી દાયકાની ઉંમર વટાવી નોહતી તે પહેલા જ તેમણે સમકાલિન ભારતનાં આર્થિક-સામાજિક ચિંતનને મહત્વનું ગણી તેનો ગંભીર અભ્યાસ આદર્યો હતો. તેની સમાંતરે, તેઓ બ્રાહ્ણણવાદે દેશના કરોડો બહુજન…

The post ગામડાં અંગે ડૉ. આંબેડકરનો વિચાર વિસ્ફોટ- મયુર વાઢેર appeared first on REVOLT NEWS INDIA.

]]>
Photo Credit: Instagram/Rahul Vegda

ડૉ. બાબાસાહેબ આંબેડકરે અઢી દાયકાની ઉંમર વટાવી નોહતી તે પહેલા જ તેમણે સમકાલિન ભારતનાં આર્થિક-સામાજિક ચિંતનને મહત્વનું ગણી તેનો ગંભીર અભ્યાસ આદર્યો હતો. તેની સમાંતરે, તેઓ બ્રાહ્ણણવાદે દેશના કરોડો બહુજન વર્ગને કરેલા ઐતિહાસિક અન્યાયના ઈતિહાસને ગંભીરતાથી સમજી રહ્યા હતાં. તેથી જ વીસમી સદીનાં ભારતમા તેમણે ગહન અભ્યાસ અને ચિંતન કરીને પ્રતિપાદિત કરેલા તેમના વિચારો  તોફાની દરીયા જેમ ઘૂઘવતાં લાગે છે. તેમના વિચારોમાં અન્યાય, અસમાનતા અને શોષણની અસહ્ય પીડા ભળી.  પરીણામે, ડૉ. આંબેડકરની પીડા આક્રોશમાં પરીણમી.

Photo Credit: Instagram/Rahul Vegda

તેથી જ ડૉ. આંબેડકરના વૈચારિક વિરોધીઓ પણ તેના આક્રોશને વ્યાજબી માની રહ્યાં છે. અલબત્ત, તેમનો આક્રોશ પણ આધુનિક ભારતનાં ઘડતરમાં લોકતાંત્રીક મૂલ્યોની મહેક વહેતી કરવા માટે જ હતો. તે માટે તેમને સવર્ણોની પ્રતિનિધિ સંસ્થા એવી કોંગ્રેસ અને હિન્દુ મહાસભાનાં અનેક નેતાઓ સાથે સંઘર્ષમાં ઉતરવું પડ્યું હતું. તે સંઘર્ષમાંથી ભારતની રાજકીય આઝાદીનાં ‘પ્રમુખ લડવૈયા’ તરીકે પંકાયેલા ગાંધીનાં વર્ણપ્રથાને સમર્થન આપતાં વિચારો ઉધાડા થયા. જે એક ‘મહાત્મા’ કે ‘સંત’નું બનાવટી બિરૂદ પ્રાપ્ત કરેલા નેતાને છાજે તેવા ન હતાં.

Photo Credit: Instagram/Rahul Vegda

     આધુનિક ભારતનાં ઈતિહાસમાં ઈ.સ. 1857માં થયેલો કથિત વિપ્લવને એક ચર્ચાસ્પદ બનાવ ગણવામાં આવે છે. વી.ડી. સાવરકર તો તે ઘટનાને  ‘અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવાના રાષ્ટ્રીય યુદ્ધ’ તરીકે ગણાવે છે; તો અશોક મહેતા પણ તેને ‘રાષ્ટ્રવાદની ભાવનાયુક્ત અંગ્રેજો સાથેનું યુદ્ધ’ ગણાવે છે. પણ આ ઘટનાના પરીબળો અને તેની અસરોને ઝીણવટથી તપાસતાં ઈ.સ. 1857નાં કથિત વિપ્લવ કોઈ હિસાબે રાષ્ટ્રીય ચળવળ જણાતી નથી. ઈતિહાસકાર આર.સી. મજમુદારને તે ઘટનામાં ભાગ લેનારા રાજવીઓમાં  રાષ્ટ્રીય ભાવના દેખાતી નથી.

જો કે ઈતિહાસમાં એ ઘટનાનો એક નિષ્ફળ વિપ્લવ તરીકે અભ્યાસ કરવામાં આવે છે. પણ ધારણા ખાતર માની લઈએ કે 1857મા થયેલો વિપ્લવ સફળ થયો હોત અને અંગ્રેજોએ ભારતને આઝાદી આપી હોત તો એ આઝાદી દલિતોના લમણે લખાઈ હોત?

જે સંસ્કૃતિએ દલિતોને જાહેર સ્થળેથી પાણી પીવાનો અધિકાર પણ આપ્યો નોહતો. તેણે દલિતોને શિક્ષણ, નોકરી કે રાજકીય સત્તાનાં પરીઘમા તેનો હિસ્સો આપ્યો હોત?  સાંપ્રત ભારતના સામાજિક-આર્થિક અન્યાયના મૂળિયાં લુચ્ચી વર્ણવ્યવસ્થામાં ખૂંપેલા છે. વર્ણવ્યવસ્થાએ દલિતોને ગુલામીપ્રથા કરતાં પણ વધારે ભયાનક શોષણગ્રસ્ત અવસ્થામાં રીબાવ્યાં હતા.

Photo Credit: Instagram/Rahul Vegda

  ગાંધી વર્ણવ્યવસ્થાને સમાજ માટે ઉમદા સ્વરૂપ માનતા હતા. તેમના મતે, “વર્ણવ્યસ્થા આપણે કર્તવ્ય શીખવે છે.” એટલું જ નહિ તેઓ તો વર્ણાશ્રમ ધર્મની પુન:સ્થાપના કરવાના હિમાયતી હતાં.

ડૉ. આંબેડકર અને ગાંધીજી વચ્ચે સૈદ્ધાંતિક મતભેદો અહીંથી જ વિકસે છે. સ્વાધિનતાના આંદોલન કાળમાં ડૉ. આંબેડકર અને ગાંધિ બંન્ને વચ્ચે રહેલી અસહમતી પર પણ તંદુરસ્ત વિમર્શ જરૂરી છે. પરાધિન ભારતમાં ડૉ. આંબેડકર અને ગાંધિની ગુલામીની અનુભૂતિમાં ફર્ક હતો. 

ગાંધિને  દેશમાં અંગ્રેજોની ગુલામીની અનુભૂતિ હતી; તો ડૉ. આંબેડકરને વર્ણ અને દેશ બંનેની ગુલામીની અનુભૂતિ હતી. એ વખતે દલિતોના ઘરે જન્મેલ બાળક પહેલા સવર્ણોનું ગુલામ હતું પછી અંગ્રેજોનુ ગુલામ હતું.

તેથી જ ડૉ. આંબેડકરે કહ્યું હતું કે, “દલિતો તો ગુલામોનાં પણ ગુલામ છે.” ડૉ. આંબેડકરની ગુલામીની અનુભૂતિમાં જે અકળામણ છે તેમાંથી જ

ડૉ. આંબેડકર એક ક્રાતિકારી યુગપુરૂષ તરીકે પ્રગટ થાય છે. જે ગાંધીના માર્ગથી તદ્દન જુદો હતો. તેમણે તેનો અલગ જ માર્ગ પ્રશસ્ત કર્યો. જે ગાંધીના માર્ગ કરતા વધારે સફળ રહ્યો. આજે ભારતમાં દલિતોની દારૂણ ગરીબીની તસવીર જોવા મળે છે તેના માટે લોકોની માનસિકતાના તળિયે બેસી ગયેલી જડ વર્ણવ્યસ્થાની અસર લેખી શકાય.

Photo Credit: Instagram/Rahul Vegda

       શહેરીકરણના ઉદ્વિકાસની પ્રક્રિયાની ગતિશીલતા વધતી ગઈ તેમ જરીપૂરાણી વર્ણવ્યવસ્થાની અસર શહેરોમાં ભલે આછી દેખાતી હોય પણ ત્યાં’ય તે ઓછી તો નથી.

બીજી તરફ ગામડામાં આજે’ય જોવા મળતી દલિતોના અલગ રહેઠાણની વ્યવસ્થા ભારતમા જીવતી વર્ણવ્યસ્થાની ચાડી ખાઈ છે. ડૉ. આંબેડકર કહેતા, “ગામડું હિન્દુ સામાજિક વ્યવસ્થાનું ધમધમતું કારખાનું છે. અહીં હિન્દુ સામાજિક વ્યવસ્થાને પૂરજોશમાં કામ કરતી જોઈ શકાય છે. સરેરાશ હિંદુ જ્યારે પણ ગામડા વિશે બોલે છે ત્યારે હંમેશા ઉન્માદમાં હોય છે. તે તેને સામાજિક સંગઠનનુ આદર્શ સ્વરૂપ ગણે છે. તેઓ દુનિયામાં ક્યાંય ગામડાનો જોટો ન જડે તેવું આદર્શ એકમ ગણે છે.”  ભારતનાં ગામડામાં થઈ રહેલા દલિત ઉત્પિડન સંદર્ભે ડૉ.આંબેડકરની કેફીયત 24 કેરેટ સોના કરતા મૂઠી ઉંચેરી જણાય છે.

દલિત યુવાનોને ઘોડા પર બેસી ફુલેકુ ફેરવવા ન દેવું, મૂછ રાખવા ન દેવી, તેને મોજડી પહેરવા ન દેવી દલિત સરપંચને ગ્રામપંચાયતમાં ખુરશી પર બેસવા ન દેવો, કે તેને રાષ્ટ્રીય તહેવારો પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા ન દેવો વગેરે જેવા દલિતોનાં માનવ ગૌરવભંગની ઘટનાઓ ગામડામા બને છે. દેશમાં ચકચાર મચાવી દેનારા ખેરલાંજી હત્યાકાંડ, લક્ષ્મણપુર-બાથેકાંડ, ઉનાકાંડ, સહારનપુરકાંડ જેવા અનેક અત્યાચરો ગામડાની ધરા પર જ બને છે.

      દલિતોના રક્ષણ અંગે બંધારણીય જોગવાઈઓ અને સામાજિક વાસ્તવિકતા વચ્ચેની ખાઈ એટલી પહોળી શા માટે છે?

લોકતાંત્રિક મૂલ્યો સામાજિક ચેતના તરીકે શા માટે વિકસ્યાં નહીં? બંધારણનાં અનુચ્છેદ 14 અને 17 અંતર્ગત જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતા ગેરબંધારણીય હોવા છત્તા તેના પ્રત્યે સરકારનું કૂણું વલણ શા માટે છે?  નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોનાં ‘ક્રાઈમ ઈન ઈન્ડીયા’ શિર્ષક હેઠળ પ્રકાશિત થયેલા રીપોર્ટ પ્રમાણે વર્ષ 2018માં 42,792 અત્યાચારનાં કેસ નોંધાયા હતાં. આ આંકડાઓમાં દલિતો પર અત્યાચાર થયો હોય પણ પોલીસ કેસ નોંધાયો ન હોય તેવા આંકડાઓ સમાવિષ્ટ કરવામાં આવ્યા નથી.

બાબાસાહેબ ડૉ. આંબેડકરે બંધારણમાં રાજ્યનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો(Directive Principles)માં પંચાયતી રાજનાં પ્રકરણની ચર્ચા વખતે ભારતના ગામડાંની વરવી હકીકતો તરફ ધ્યાન દોર્યું હતું. બાબાસાહેબ ડૉ. આંબેડકરે ગામડાને સંકુચિતતા, અજ્ઞાન અને કોમવાદનું કેન્દ્ર કહીને ગાંધીજીની “ગ્રામસ્વરાજ એટલે પંચાયત” એવી સંકલ્પનાનો છેદ ઉડાડ્યો હતો.

બાબાસાહેબ માનતા કે જો ભારત રાષ્ટ્રવાદ પેદા કરવામાં અને રાષ્ટ્રીય જૂસ્સાનું નિર્માણ કરવામા સફળ ન થયું હોય તો તેનું મુખ્ય કારણ ગ્રામીણ વ્યવસ્થાનું અસ્તિત્વ છે.

 તે વખતે બાબાસાહેબ ડૉ. આંબેડકર 21મી સદીના પડકારોને ગંભીરતાથી સમજીને દેશને ચેતવણી આપતાં હતા. અને તેથી જ બાબાસાહેબ માત્ર બંધરણનાં ઘડવૈયા જ નહી રાષ્ટ્ર નિર્માણના મહાનાયક પણ છે.

તેઓ જ્ઞાતિવાદથી ખદબદતાં ભારતનાં ગામડાઓની તસવીર ઝીણવટથી જોઈ રહ્યાં હતાં. તેઓ જાણતા હતા કે શહેરી આવકના સ્ત્રોતો દેશના કરોડો શોષિત ખેત-મજૂરોને ગામડાનાં જાતિવાદી સામંતીઓ જેટલા નહિં સતાવે છે. તેથી જ તેમણે દેશના કરોડો શોષિતોને ‘ગાંવ છોડો શહેર ચલો’નો નારો આપ્યો હતો. હિન્દુ સામાજિક માળખું ઉંચ-નીચના પાયા પર ટકેલું હોવાથી દલિતોને આર્થિક પ્રવૃતિમાં પણ પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે.

Photo Credit: Instagram/Rahul Vegda

તેથી જ સમાજના જઘન્ય અત્યાચારોનો સૌથી વધારે ભોગ દલિતો જ બને છે.  સાહિત્યમાં કવિ-લેખકોએ તેની કવિતામાં રૂપાળા શબ્દો પ્રયોજીને ગામડાંનાં જે ભરપેટ વખાણ કર્યાં છે તે તો ગામડાંમાં ઉભેલા કટ્ટર જાતિવાદનાં ઉકરડાને ઢાંકવા માટેનો ચાલાકીભર્યો કીમીયો જ છે.

આજે પણ રાજ્ય અને દેશના ગામડાંમાં ખેતમજૂરી કરીને જીવન વ્યતિત કરતા શોષિતોના જખમોની કવિતા વાંચશો તો મુખ્યધારાનાં સાહિત્યકારોએ ગામડા અંગે કરેલા  ભરપેટ વખાણનો બોદો અવાજ તો જરૂર સંભળાશે.

લેખક: મયુર વાઢેર

લેખક મયુર વાઢેર ઇંગલિશ સાહિત્યમાં અનુસ્નાતક છે, બહુજન સંગઠક મેગેઝીનના સબ એડિટર, RTI કાર્યકર્તા, અનુવાદક અને કર્મશીલ છે. આ લેખ તેમનો અંગત વિચાર છે.

Loading

The post ગામડાં અંગે ડૉ. આંબેડકરનો વિચાર વિસ્ફોટ- મયુર વાઢેર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/village-culture-drambedkar/682/feed/ 5 682
દેશ મારા બાપનો, કોના બાપનો ? http://revoltnewsindia.com/desh-mara-baap-no-article-rajusolanki/667/ http://revoltnewsindia.com/desh-mara-baap-no-article-rajusolanki/667/#respond Sat, 18 Apr 2020 07:17:32 +0000 http://revoltnewsindia.com/?p=667 1જાન્યુઆરી, 2020ની સ્થિતિએ ભારતની વસતી 1 અબજ, 38 કરોડ, 72 લાખ, 97 હજાર અને 452 છે. આ વસતીમાં #અંબાણી, #અદાણી, તાતા જેવા 138 #અબજોપતિ (બીલીયોનેર્સ) છે. અને આ અબજોપતિઓની નીચે 39,000 કરોડપતિઓ (મીલીયોનેર્સ) છે.…

The post દેશ મારા બાપનો, કોના બાપનો ? appeared first on REVOLT NEWS INDIA.

]]>

1જાન્યુઆરી, 2020ની સ્થિતિએ ભારતની વસતી 1 અબજ, 38 કરોડ, 72 લાખ, 97 હજાર અને 452 છે.

આ વસતીમાં #અંબાણી#અદાણી, તાતા જેવા 138 #અબજોપતિ (બીલીયોનેર્સ) છે.

અને આ અબજોપતિઓની નીચે 39,000 કરોડપતિઓ (મીલીયોનેર્સ) છે.

અને તેમની સાથે કોંગ્રેસ, ભાજપ, ટીએમસી, બીજેડી, ડીએમકે, અન્ના ડીએમકે, સમાજવાદી સહિતના તમામ રાજકીય પક્ષો કરોડપતિ #જનસેવકો અંદાજે એક લાખ છે.

અને તેમની સાથે લગભગ ત્રીસેક કરોડ લોકો #મધ્યમવર્ગ (મિડલક્લાસ) છે.

અને તેમની નીચે એક અબજ લોકો (વન બીલીયન પ્લસ) છે, જેને તમે #બહુજન#સર્વહારા#શ્રમજીવી#મજુર#વંચિત#દલિત#પીડિત#શોષિત#માઇગ્રન્ટ#વિસ્થાપિત જેવા જાતજાતના અને ભાતભાતના નામોથી સંબોધો છે.

આ એક અબજ લોકોના ખભે બેઠેલા પેલા અબજોપતિઓ, કરોડપતિઓ, જનતાના સેવકો, મધ્યમવર્ગના લોકો બધા મળીને ત્રીસેક કરોડ લોકો આ દેશના ઓપીનીયન-મેકર્સ છે. તેઓ #મીડીયા ચલાવે છે. કહો

કે #મીડીયા તેમના માટે ચાલે છે. આ જ લોકો ટીવીની ચેનલો પર મંદિર-મસ્જિદની ડીબેટો કરે છે. દેશની તમામ સમસ્યાઓ પર એમના ચોક્કસ અભિપ્રાયો હોય છે. તેઓ રાત-દિવસ બાકીના એક અબજ લોકોના મગજમાં એમના વિચારો, ટીકા, ટીપ્પણીઓ દિવસ રાત ઘૂસાડતા રહે છે. કોઈપણ આફત આવે, સુનામી, વાવાઝોડુ કે છેલ્લે #કોરોના, આ લોકો આ તમામ આફતો અંગે એમનો દ્રષ્ટિકોણ, દ્રષ્ટિબિંદુ, પૂર્વગ્રહો પેલા એક અબજ લોકોના મગજમાં નાંખતા રહે છે.

આ લોકો પૈકીના નવાણુ ટકા સવર્ણ હિન્દુઓ છે. તેઓ હાડોહાડ દલિત-દ્વેષી, આદિવાસી-દ્વેષી, મુસ્મિલ-દ્વેષી, ગરીબ-વિરોધી છે. તેઓ પોતાને #મેરીટોરીયસ માને છે, મેરીટ-ધારી છે અને અનામતના કટ્ટર વિરોધી છે.

આ ઉપલો વર્ગ નરેન્દ્ર મોદીની તમામ નીયો-લિબરલ (નવ-ઉદારવાદી) યોજનાઓ, પ્રોજેક્ટો, જેવા કે #બુલેટ_ટ્રેન, સ્ટેચ્યુ ઑફ યુનિટી, રામમંદિરના અંધ સમર્થક છે. તેઓ પોતાને મહાન #દેશભક્ત સમજે છે. એમના મંતવ્યો સાથે સંમત ના થાય એ તમામને તેઓ દેશદ્રોહી ઘોષિત કરે છે. તેઓ કોઈપણ ચર્ચામાં પાકિસ્તાનને ઘૂસાડી દઇને પોતાને વિજેતા જાહેર કરી નાંખે છે. પાકિસ્તાનનો મુદ્દો એમનું બ્રહ્માસ્ત્ર છે. આ મુદ્દો ઉપાડીને તેઓ તેમના કહેવાતા દુશ્મનોના છક્કા છોડાવી દે છે અને છેલ્લે તેમને પાકિસ્તાન જતા રહેવાનું ફરમાન કરે છે. જાણે દેશ એમના બાપનો હોય.

આ વર્ગ ભાજપની કોર કોન્સ્ટિટ્યૂઅન્સી છે. આ જ વર્ગ પચાસ વર્ષ પહેલાં કોંગ્રેસનું નેતૃત્વ કરતો હતો. આ જ વર્ગે કોંગ્રેસના રાજ્યમાં જલસા કર્યા હતા. એ વખતે એમના બાપ-દાદા ગાંધીવાદી, નેહરુવાદી, ઇન્દિરાવાદી હતા. હવે સમય બદલાયો છે, એટલે આ ઉપલો વર્ગ હવે મોદી-વાદી બન્યો છે. હવે આ વર્ગે ઉદારવાદ, બિન-સાંપ્રદાયિકતા જેવા મૂલ્યોને ફેંકી દીધા છે, હકીકતમાં એમના બાપદાદાએ આ મૂલ્યોના નામે આ દેશમાં ચરી ખાધું હતું. હવે એમના સંતાનો આ જ ઉદારવાદ, બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોને ગાળો બોલીને ચરી ખાય છે.

એમના માટે મૂલ્યો મહત્વના નથી. સત્તા મહત્વની છે. તમે તમારી જાતને દલિતો, શોષિતો, સર્વહારા, મજુરોના પ્રવક્તા ગણતા હશો. ભલે. આટલી મારી વાત નોંધી લેજો.

લેખક: રાજુ સોલંકી

(લેખક રાજુ સોલંકી કવિ,પત્રકાર, શિક્ષણવિદ અને માનવ અધિકાર કાર્યકર્તા છે, તેમનું કાર્યક્ષેત્ર અમદાવાદ છે. આ લેખ તેમનો અંગત વિચાર છે.)

Loading

The post દેશ મારા બાપનો, કોના બાપનો ? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/desh-mara-baap-no-article-rajusolanki/667/feed/ 0 667