Teacher’s Day 2024: જેતપુરની અક્ષરદીપ શાળામાં ઉજવાયો શિક્ષક દિવસ

SHARE THE NEWS

Teacher’s Day 2024: ભારતમાં શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.  જ્યારે, વિશ્વ શિક્ષક દિવસ એક મહિના પછી એટલે કે 5મી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે.

ભારતમાં શિક્ષક દિવસ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે ઉજવવામાં આવે છે.

જેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા. તેમને 1954માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

ત્યારે આ ખાસ દિવસે રાજકોટ જિલ્લાના જેતપુરની અક્ષરદીપ પ્રાથમિક શાળામાં પણ દેશના દ્વીતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે હોંશભેર શિક્ષક દિવસ (Teacher’s Day 2024) ઉજવવામાં આવ્યો હતો.

જેમાં ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક બનીને શાળામાં વર્ગ લીધા હતા. અને આનંદ ઉમંગ સાથે શિક્ષક દિવસની ઉજવણી કરી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *