કોરોના વાયરસને પગલે જૂનાગઢના સફારી પાર્ક બંધ કરવાનો ર્નિર્ણય લેવાયો

SHARE THE NEWS

જૂનાગઢઃ કોરોના વાયરસના ખતરો અને તેના ભયની વચ્ચે વનવિભાગ દ્વારા જૂનાગઢમાં આવેલા સકરબાગ પ્રાણી સંગ્રહાલય દેવડીયા અને આંબરડી સફારી પાર્કને આગામી 29 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના વાયરસનો ખતરો હવે ધીરે ધીરે વિસ્તરી રહ્યો છે. હાલ તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ અને જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થઇ શકે તેવા તમામ સ્થળો અને આગામી 29 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં સોમવારે રાજ્યના વન વિભાગ દ્વારા પ્રાણી સંગ્રહાલયો અને સફારી પાર્કને કોરોના વાયરસના સંભવિત ખતરાને લઈને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વનવિભાગ દ્વારા કરવામાં આવેલા નિર્ણય મુજબ જૂનાગઢનું સકરબાગ પ્રાણી સંગ્રહાલય દેવડીયા અને આંબરડી સફારી પાર્કને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસ જે પ્રકારે તેની ગંભીર અસરો ફેલાવી રહ્યું છે. તેને ધ્યાને રાખીને વન વિભાગે પણ જંગલની સુરક્ષા વધુ સતેજ બને અને કોરોના વાયરસ જંગલમાં પ્રવેશી ન શકે તે માટે આગામી 29 તારીખ સુધી તમામ સ્થળો પર પ્રવાસીઓના પ્રવેશને નિષેધ બનાવ્યો છે, પરંતુ સાસણ સફારી પાર્કને પ્રવાસીઓ માટે ખુલ્લો રાખવાનો નિર્ણય વન વિભાગે કર્યો છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *