Bilkha: પૂ. ગોપાલાનંદજી બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિતે ભંડારો અને ભાવ ભજન ભક્તિનું કરવામાં આવ્યું આયોજન

SHARE THE NEWS

બિલખા (Bilkha) રાવતેશ્વર ધર્માલયના મહંત શિવ ઉપાસક શ્રી શ્રી 108 તપોનિષ્ઠા અગ્નિહોત્રી શ્રી મહંત સંપુર્ણાનંદ બ્રહ્મચારી મહારાજની આગેવાનીમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું

Junagadh: સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ
પણ તારે  પણ બોલે નહિ હે એનો તાર્યા ઉપર ભાવ ભારતની સંસ્કૃતિમાં સંતોનું આગવું સ્થાન છે. ત્યારે સંતો સમાજને પોતાના  ઉત્કૃષ્ઠ વિચારો આપી સમાજ સુધારક તરીકે ઉમદા કાર્ય કરતા હોય છે. બિલખા રાવતેશ્વર ધર્માલયનાના મહંત શિવ ઉપાસક અને થોડાં સમય પહેલાં જ શ્રાવણ માસમાં શિવની અલૌકિક ભક્તિ અને અનુષ્ઠાન કર્યું હતું.

એવા  શ્રી શ્રી 108 તપોનિષ્ઠા અગ્નિહોત્રી શ્રી મહંત સંપુર્ણાનંદ બ્રહ્મચારી મહારાજ કે જેને શ્રાવણ માસ દરમિયાન 3:00 સુધી સતત શિવપૂજા અને અનુષ્ઠાન વૈદિક વિધિ અને શાસ્ત્રોથી કર્યો હતો. અને મૌન વ્રત ધારણ કરી શ્રાવણ માસ દરમિયાન આફ્રિકા સાધના અને અભિવ્યક્તિ કરી હજારો ભાવિકો જોડાયા હતા.

અગ્નિ અખાડાનાં સભાપતિ પરમ આદરણીય સરળ સ્વભાવ ઉમદા વ્યક્તિત્વ મુક્તાનંદ બાપુની વિશેષ ઉપસ્થિતિ

જુનાગઢ ,પોરબંદર ,રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ એ પણ શિવભક્તિનો લ્હાવો લીધો હતો. શ્રાવણ માસના અનુષ્ઠાન પૂર્ણાહુતી સંતો મહંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતમાં “આપણું સામાજિક કર્તવ્ય” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. એવા પરમ પૂજનીય શ્રી શ્રી 108 તપોનિષ્ઠા અગ્નિહોત્રી શ્રી મહંત સંપુર્ણાનંદ બ્રહ્મચારી મહારાજની આગેવાનીમાં  ગોપાલાનંદ બાપુ ની ત્રીજી પુણ્યતિથિનું નિમિત્તે બિલખા ખાતે સાધુ સંતોના ભંડારાનું અને ભજન ભાવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બહોળી ભારત ભરના સાધુ સંતો ,સેવકગણ ,અનુયાયીઓ, રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિમાં ભંડારો કરવામાં આવ્યો હતો. જેમાં સાધુ- સંતો ભેટ પૂજા પ્રસાદી આપવામાં આવી હતી અને હતા.115 વર્ષની વયના ગોપાલાનંદજી બાપુએ સાધુ બન્યા બાદ ક્યારેય અનાજ, નમક ગ્રહણ કર્યું ન હતું.

તેઓ ખોરાકમાં સાંબો, ગાયનું દૂધ અને ફળ જ લેતા હતા. 100 વર્ષથી વધુ વય હોવા છતા તેઓની દ્રષ્ટિ, શ્રવણ શક્તિ, સતેજ હતી અને આરામથી હલન-ચલન કરી શકતા હતા. સમગ્ર દેશમાં અનેક આશ્રમો અને અનુયાયીઓ ધરાવતા ગોપાલાનંદજી બાપુએ 115 વર્ષની વયે બાપુએ અંતિમ શ્વાસ લીધો હતો.

ગોપાલાનંદબાપુના દેહવિલયથી સાધુ-સંતો તેમજ હજારો ભાવિકોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. ગોપાલાનંદ બાપુ ગિરનાર પર ગૌમુખી ગંગા ખાતે 70 વર્ષની નવરાત્રીમાં કરતા અનુષ્ઠાન દર નવરાત્રીમાં ગોપાલાનંદજીબાપુ ગિરનાર પર આવેલી ગૌમુખી ગંગા ખાતે અનુષ્ઠાન કરતા હતા. છેલ્લા 70 વર્ષથી તેઓ નવરાત્રી દરમ્યાન નિયમીત રીતે અનુષ્ઠાન કરતા હતા.

પૂજ્ય ગોપાલાનંદ બાપુની ત્રીજી પુણ્યતિથિ પ્રસંગે અગ્નિ અખાડાનાં સભાપતિ પૂજય મુક્તાનંદ બાપુ ની વિશેષ ઉપસ્થિતિ અને નર્મદા થી પરમેશ્વરાનંદ બાપુ  ઉપસ્થિતિ રહી હતી. રાત્રે જૂનાગઢ ગીર ઘરેણુ એવા લોકસાહિત્યકાર રાજભા ગઢવી ના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપૉર્ટ: વનરાજ ચૌહાણ, જુનાગઢ.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *