ગુજરાતમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશન બંદ કરાવો, CMને બોટાદના MLAની રજૂઆત

SHARE THE NEWS

બોટાદ વિધાનસભા સીટના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

રાજ્યમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશનને લીધે તાજેતરમાં જ એક યુવાને આપઘાત કર્યો હતો. તેમજ ઘણા લોકો પણ આવી ઓનલાઈન જુગારની એપ્લીકેસનને લીધે બરબાદ થયાના પણ દાખલાઓ સામે આવે આવ્યાં છે ત્યારે આપના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી
ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે, જેમાં તેમણે લખ્યું છે કે, જય ભારત સાથે જણાવવાનું કે ગુજરાત રાજ્યમાં ઓનલાઈન તીનપતી જુગાર રમવાને કારણે વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભવિષ્ય ખુબ જ સંકટમાં છે,

રાજ્યમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશનને લીધે તાજેતરમાં જ એક યુવાને આપઘાત કર્યો હતો. તેમજ ઘણા લોકો પણ આવી ઓનલાઈન જુગારની એપ્લીકેશનને લીધે બરબાદ થયાના પણ દાખલાઓ સામે આવે આવ્યાં છે
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લખવામાં આવેલ પત્ર

આવી એપ્લીકેશનમાં જુગાર રમવાને કારણે વિદ્યાર્થીઓ અને યુવનો દેવામાં ડૂબી જતા હોય છે. અને આખરે તેઓ જીવન ટુકાવી દેતા હોય છે. હાલમાં તારીખ 30 જુનના રોજ રાજકોટમાં CAનો અભ્યાસ કરતો વિદ્યાર્થી ઓનલાઈન તીનપતી રમવાને કારણે દેવું થતા આત્મહત્યા કરેલ છે. અને આવા અઘટિત બનાવો ગુજરાતના વિવિધ જીલ્લામાં વારંવાર બનતા હોય છે તો આવી જુગારની ઓનલાઈન એપ્લીકેશન તેમજ ગુજરાતી ચેનલમાં આવતી તીનપતિ. રમી, વિમલ ગુટકા, દારૂ વગેરે, એડ ઉપર પણ તત્કાલ પ્રતિબંધ મુકવામાં આવે તેવી વિનંતી સહ ભલામણ છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *