પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અંગે કરવામાં આવ્યા ફેરફાર, વાંચો શું છે ફેરફાર

SHARE THE NEWS

તમામ પ્રાથમિક શાળાઓમાં હવેથી 6 વર્ષની ઉંમર ઘરાવનારા બાળકોને જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે

Report by Dineshkumar Rathod 9879914491

રાજયમાં બાળકોના પ્રવેશને લઈ શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. તમામ પ્રાથમિક શાળાઓમાં હવેથી 6 વર્ષની ઉંમર ઘરાવનારા બાળકોને જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે. રાજય સરકાર દ્વારા તમામ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. RTE એક્ટમાં કરેલાં ફેરફાર અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો

રાજય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાઈટ ટુ એજ્યુકેશન પ્રમાણે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં શિક્ષણને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. જે બાદ ગુજરાત સરકાર દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટેની ઉંમરની લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 1 જૂનના રોજ બાળકની ઉંમર 5 વર્ષ પૂર્ણ થયેલી હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે.

શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-22 અને 2022-23માં કોઈ પણ બાળક જેણે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ કરેલ હોય તેને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. આમ ત્રણ વર્ષ સુધીના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. આમ ત્રણ વર્ષ સુધી રાજ્યમાં 5 વર્ષ સુધીના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. પણ ત્યાર બાદ 2023-24થી 6 વર્ષ પૂર્ણ કરેલ બાળકોને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે.