Rajkot: જિલ્લાના વિરપુર બસ સ્ટેશનનું E-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

SHARE THE NEWS

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા વિરપુર Virpur બસ સ્ટેશન Bus Station ખાતે ઉપસ્થિત રહયા

વિરપુરમાં રૂા. 2.96 કરોડના ખર્ચે નવું બસ સ્ટેશન બનશે

રાજકોટ, તા.04 જૂન June – મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિવિધ નવ સ્થળોએ બસ વર્કશોપ ,બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ અને પાંચ સ્થળોએ નવીન સ્ટેશનનું ઇ ખાતમુહૂર્ત કર્યુ હતું. જેમાં રાજકોટ જિલ્લાના વીરપુરના રૂા. 2.96 કરોડના ખર્ચે તૈયાર થનાર નવા બસ સ્ટેશનનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી રાજ્યમાં ST એસ.ટી. નિગમ દ્વારા વધારવામાં આવેલી સેવાઓ અને એસ.ટી. નફાનુ સાધન નહીં પરંતુ જનતાની સેવા નું માધ્યમ છે તેમ જણાવી કોરોનાના કપરા કાળમાં એસ.ટી. ની સેવાને બિરદાવી હતી.

આ ઓનલાઇન કાર્યક્રમમાં સરધાર ખાતેથી વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.

વિરપુર બસ સ્ટેશનના ઈ ખાતમુહૂર્ત કાર્યક્ર્મમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી જયેશ રાદડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્થાનિક કાર્યક્રમ સંપન્ન થયો હતો.

સ્થાનિક માધ્યમો સાથેની વાતચીતમાં મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એસ.ટી. નીગમ દ્વારા સેવાઓ અને સવલતો વધારવામાં આવી છે. ગુજરાત સરકારની મુસાફરો માટે સવલતો અને સેવાઓ વધારવાની કટિબદ્ધતા ના ભાગરૂપે વીરપુરમાં પણ એસ.ટી.ના મુસાફરોને નવા બસ સ્ટેશનમાં વિવિધ સગવડો મળી રહેશે.

વિરપુર ખાતે મંત્રી જયેશ રાદડીયાના હસ્તે તેમજ સ્થાનિક આગેવાનો ની ઉપસ્થિતિમાં ખાત મુહુર્ત વિધિ સંપન્ન થઇ હતી.

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં 14 જગ્યાએ અંદાજિત 44 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવ નિર્મિત 9 બસ સ્ટેશન / ડેપો વર્કશોપનું E-લોકાર્પણ તેમજ 5 બસ સ્ટેશન / ડેપો વર્કશોપ નું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે એસ.ટી. વિભાગના 422.76 લાખના ખર્ચે તૈયાર થનાર બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, આ પ્રસંગે સાંસદ મોહન કુંડારીયા,એસ.ટી. વિભાગના અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 762 Views,  2 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: