બેલેટ સાથે નિકળેલી ચીઠ્ઠીમાં જાગૃત મતદારે આશંકા વ્યક્ત કરી છે કે જો શાળાની ઇમારતનું સમારકામ કરવામાં નહિ આવે તો મોટી જાનહાની થઈ શકે છે. ચિઠ્ઠીમાં આગળ જણાવેલ હતું કે અગાઉ પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ પોપડાઓને કારણે ઇજાઓ પહોંચી હતી.
સાથે તેમાં જણાવેલ હતું કે ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર સુધી પણ અગાઉ રજુઆત કરેલ હોવા છતાં કોઈ પરિણામ ન આવતા બેલેટ પેપર સાથે ચિઠ્ઠી લખવી પડી હતી. તેમજ નવા સરપંચ અને સભ્યોને શાળાની નવી ઇમારત બનાવી આપવા અપીલ કરી હતી.