જેતપુરની સડકો પર માસ્ક વગર ફરતા લોકોને પોલીસે આપી સરપ્રાઈઝ!

SHARE THE NEWS

પોલીસ કાફ્લો નગરમાં નીકળ્યો હોય તેના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી જતા દુકાનદારો ગ્રાહકો ગામમાં આવતી જનતા સજાગ થઈ ગઈ હતી

-દિનેશકુમાર રાઠોડ (9879914491)
Jetpur Free Mask Distribution: સમગ્ર દેશ અને રાજ્યમાં જ્યારે કોરોનાએ ફરી પોતાનું માથું ઉચકયું છે ત્યારે ઠેક ઠેકાણે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને લઈને રાજકોટ (Rajkot) જેતપુર (Jetpur) શહેર તેમજ તાલુકામાં કોરોના (Covid19) કેસો પણ નોંધાયા છે. ત્યારે વિવિધ સંસ્થાઓ જેવી કે જેસીઆઈ (JCI Jetpur) તેમજ રોટરી ક્લબ (Rotary club Jetpur) અને સીટી પોલીસ સ્ટેશન (Jetpur City Police) ના પી.આઈ જે.બી.કરમુર (P I J B Karmur) પોતાની ટીમ સાથે શહેરમાં નીકળી માસ્ક વિતરણ (Mask distribution) કર્યું હતું. તેમજ કોરોના વાયરસના કહેરથી બચવા માટે આ માસ્ક કેવી રીતે ઉપયોગી થશે, તેની લોકોને માહિતી (Public awareness) આપી હતી. આ ઉપરાંત કોરોના વાયરસના કહેરથી બચવા માટે સોશ્યલ ડિસ્ટન્સ (Social distance) નું પાલન કડકપણે થાય તેવી સૂચનાઓ આપી હતી.

જેતપુર શહેર પોલીસ તેમજ રોટરી ક્લબ અને જેસીઆઈ દ્વારા માસ્ક વિતરણ

પોલીસ કાફ્લો નગરમાં નીકળ્યો હોય તેના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી જતા દુકાનદારો ગ્રાહકો ગામમાં આવતી જનતા સજાગ થઈ ગઈ હતી. જેની પાસે માસ્ક ન હતું તે લોકોએ હાથરરૂમાલ મોઢે બાંધી લીધા હતા. આવા સમયે પોલીસે પણ હકારાત્મક વલણ અપનાવી લોકોને માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ગામમાં આવવા-જવાની સૂચનાઓ આપી હતી.

જેતપુર શહેર પોલીસ તેમજ રોટરી ક્લબ અને જેસીઆઈ દ્વારા શહેરના મુખ્ય ચોકમાં જેમાં શહેર મામલતદાર અઘેરા ગ્રામ્ય મામલતદાર ગીનીયા , ચીફ ઓફિસર ગઢવી , પીજીવિસીએલના જે.એન. ગઢવી સહિતના અધિકારીઓ અને સંસ્થાઓને માસ્ક વિતરણ કરી લોકોને માસ્ક પેહરવા અપીલ પણ કરી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *