CM રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે e-commerce કંપની Amazon સાથે કર્યા MoU

SHARE THE NEWS

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને e-commerce કંપની Amazon વચ્ચે થયેલ MoU અંતર્ગત એમેઝોન (Amazon) અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara), સુરત (Surat), ભરુચ (Bharuch) અને રાજકોટ (Rajkot) સહિતના MSME ક્લસ્ટર્સમાં ટ્રેનિંગ અને વર્કશોપ વેબિનારના આયોજનથી MSME ઉદ્યોગોને બિઝનેસ ટુ કન્ઝુમર (B2C) ઇ-કોમર્સ માટે સહાયરૂપ બનશે.

Amazon એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ(Textile), જેમ્સ એન્ડ જવેલરી, હસ્તકલા કારીગરીની ચીજવસ્તુઓ તેમજ હર્બલ પ્રોડક્ટ્સ , ઓર્ગેનિક પ્રોડક્ટ્સ માટે ગુજરાતના MSME ને  વિશ્વભરના 200 થી વધુ દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.

પરિણામે, રાજ્યના MSME ઉદ્યોગો માટે ઇ-કોમર્સ એક્સપોર્ટના નવા દ્વાર ખુલશે અને MSME ઉદ્યોગોને ઘરઆંગણેથી વૈશ્વિક વેપાર-કારોબારની તક મળશે.

એમેઝોન ઈન્ડિયા (Amazon India) દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ માટે કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો MSME ઉદ્યોગોની ‘મેડ ઈન ઈન્ડિયા’- ‘મેડ ઇન ગુજરાત’ પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તાઓ સુધી સરળતાથી પહોંચતી થશે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *