જેતપુર: કોરોનાને બાય બાય કરતા ભાજપના આગેવાનો અને કાર્યકરો

SHARE THE NEWS

જેતપુરમાં ભાજપ આયોજીત કિસાન પંચાયત સભામાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા…

ભાજપના આગેવાનો સહિત કાર્યકરો પણ જોવા મળ્યાં માસ્ક વગર…

કોરોના વાયરસે જાણે વિદાય લીધી હોય તેવો માહોલ સર્જાયો…

જવાબદાર રાજકીય પક્ષના લોકો દ્વારા કોરોના ગાઈડ લાઈનનો કરવામાં આવ્યો સરેઆમ ભંગ…

જેતપુર નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાયો…

કિસાન મોર્ચા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્રારા યોજાયો કાર્યક્રમ…

ધોરાજી રોડ પરના લેઉવા પટેલ સમાજ ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં  સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા…

રાજકોટ: જિલ્લાના જેતપુરમાં (તા. 21) આજરોજ ભાજપ દ્વારા
નમો કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેતપુર-જામકંડોરણા વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. હાલ જ્યારે કોરોનાની ત્રીજી લહેર હળવી પડતા કેસ ઘટતા સરકાર દ્વારા ઘણી છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે કોરોના સાવ નાબૂદ થઈ ગયો હોય તેવું નિષ્ણાતો દ્વારા પણ જણાવવામાં આવ્યું નથી. અને પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બદલ સામાન્ય લોકો પાસેથી દંડ પણ વસુલવામાં આવતો હોય ત્યારે જાણે જેતપુરમાંથી કોરોના સાવ જતો રહ્યો હોય તેવો માહોલ આજના ભાજપના કાર્યક્રમમાં જોવા મળ્યું હતું.

આ કાર્યક્રમમાં કાર્યકરો તો ઠીક પણ ભાજપના આગેવાનો પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો ઊલાળ્યો કરતા જોવા મળ્યાં હતાં. આ કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, રાજકોટ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, પૂર્વમંત્રી જસુબેન કોરાટ સહિતના ભાજપના આગેવાનો માસ્ક વગર જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ ધોરાજી રોડ પરના લેઉવા પટેલ સમાજ ભવન ખાતે યોજાવામાં આવ્યો હતો.

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

 627 Views,  1 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: