Jetpur: ગણેશમહોત્સવના પાવન પ્રસંગે સમાજસેવા અર્થે રક્તદાન કેમ્પનું કરવામાં આવ્યું આયોજન

SHARE THE NEWS

હાલ ગુજરાત સહીત દેશભરમાં ગણેશોત્સવની ભાવભેર ઉજવણી થઇ રહી છે ગણેશોત્સવ નિમિત્તે અનેક સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

ગણેશોત્સવના પાવન પ્રસંગે ગણપતિની સ્થાપના કર્યા બાદ તેમની સેવાપૂજા કરવાની સાથે કંઈક ઉમદું અને સમાજ ઉપયોગી કાર્ય કરવાના હેતુસર જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર બોસમીયા કોલેજ પાસે સ્થિત શિવિકા કોમ્પ્લેક્ષમાં ગણપતિની સ્થાપના કરનાર શટરબર્ગ આઈએનસી, પીક્ષલ સાઈનેજ, મહાવીર મોડેલિંગ, ધર્મા ફ્લાવર્સ એન્ડ ડેકોરેશન, પુજારા ટેલિકોમ, ક્રિસ્ટલ ઇવેન્ટ્સ, યશ વઘાસીયા ફોટોગ્રાફી તેમજ શિવિકા કોમ્પ્લેક્ષ મિત્રમંડળ દ્વારા જે.સી.આઈ. જેતપુર અને લાયન્સ ક્લબ જેતપુરના સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં અનેક નામી-અનામી સેવાભાવી યુવકોએ સ્વૈચ્છીક રક્તદાન કરી અન્યની બુઝાતી જીંદગીને જીવનદાન આપી સ્વૈચ્છીક રક્તદાનનો મહિમા સમાજમાં ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો.

 812 Views,  2 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: