
જેતપુર (Jetpur) નવાગઢ (Navagadh) વિસ્તારમાં ગૌચરની જમીન ખાલી કરાવવા બાબતે જેતપુરના મામલતદાર (Jetpur Mamlatdar) પોલીસના કાફલા (Police force) સાથે દોડી ગયા હતા. જોકે ગૌચરની જમીન ખાલી કરાવવા બાબતે સ્થાનીક રહેવાસીઓ સાથે મામલો સૂલટવાને બદલે ઉલટી ગયો હતો.

અને ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું. જેને લઈને જેતપુર પોલીસ દ્વારા એક વ્યક્તિને પોલીસ વાહનમાં બેસાડી દેતા મામલો બીચક્યો હતો. જેથી સ્થાનિક મહિલાઓ દ્વારા રસ્તા રોકવામાં આવ્યો હતો. જેથી જેતપુર પોલીસ ને રણચંડી બનેલી મહિલાઓ સામે જુકવું પડ્યું અને પોલીસ વાહનમાં બેસાડેલ વ્યક્તિને છોડવી પડી હતી.
શું છે પૂરો મામલો
વાત એમ છે કે જેતપુરના નવાગઢના ખોડિયાર ધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં ગોચરની જમીન આવેલી હોય જેના ઉપર આ વિસ્તારના સ્થાનીક લોકો પોતાના સમાજની વાડી બનાવવા માંગતા હોય. જેને લઈને જેતપુર શહેર મામલતદાર પોલીસના કાફલા સાથે આ વિસ્તારમાં પહોંચી ગયા હતા. અને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. જ્યાં સ્થાનીક લોકો દ્વારા વિરોધ કરાતાં પોલીસ અને સ્થાનીક લોકો આમને સામને આવી ગયા હતા. તેમજ આ વિસ્તારમાં કોળી સમાજની આબાદી પણ વધુ પ્રમાણમાં છે.
રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ મો. +91 9879914491
897 Views, 1