Jetpur: ગુરુબ્રાહ્મણ સમાજના હોદ્દેદારોની કરવામાં આવી નિમણુંક

SHARE THE NEWS

તા. 26 ના રોજ જેતપુર તાલુકાના દેવકીગલોળ ગામે મૂળહંસસાહેબ શુક્લના આશ્રમે શ્રી માધવદાસબાપુ મહંતશ્રીના નિવાસ સ્થાને મળેલા ગુરુબ્રાહ્મણ સમાજના ભાઈઓ ડેડરવા, સમઢીયાળા, જેતપુર, નવાગઢ, અમરનગર, ઉમરાળી અને દેવકીગલોળના સૌ ગુરુ બ્રાહ્મણ સમાજના ભાઈઓ મળેલા હતા.

જેમાં સર્વ સંમતિથી જેતપુર ગુરુ બ્રાહ્મણ સમાજના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે નીતિનભાઈ ખંડેસરા (ડેડરવા), મહામંત્રી તરીકે દીપકભાઈ બાવળફાડ (અમરનગર), ખજાનચી તરીકે કિશનભાઈ ચૌહાણ,
(અમરનગર), ઉપપ્રમુખ તરીકે દીપકભાઈ શુક્લ (દેવકીગલોળ), સંગઠનમંત્રી તરીકે રાજેશભાઈ ચૌહાણ (સમઢીયાળા) અને મીડિયા કન્વીનર તરીકે નરેશભાઈ સવાણી (જેતપુર).

આ કાર્યક્રમમાં માધવજીભાઈ શ્રીમાળી (નવાગઢ), મંગાભાઈ ખંડેસરા (ડેડરવા), મનોજભાઈ ચૌહાણ (જેતપુર), અમિતભાઈ જોગેલ (દેવકીગલોળ), અશ્વિનભાઈ શુક્લ (દેવકીગલોળ) સહિતના લોકો હજાર રહ્યા હતા.

 1,462 Views,  2 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: