Jetpur News: સરધારપુર સરકારી પ્રા. શાળામાં શિક્ષકોની ઘટ, એડવોકેટ ગોવિંદ ડોબરીયાએ આપ્યું મામલતદારને આવેદનપત્ર

SHARE THE NEWS

Jetpur News: જેતપુર તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને વારંવાર અલગ અલગ લોકો અને સંગઠનો દ્વારા શિક્ષકોની ઘટ પૂરી કરવા અને દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહિ તેને લઈને રજૂઆતો કરવામાં આવતી હોય છે. ત્યારે આજે જેતપુર વકીલ મંડળના પૂર્વ પ્રમુખ તેમજ સરધારપુર ગ્રામ પંચાયતના માજી સરપંચ એડવોકેટ ગોવિંદભાઈ ડોબરીયા દ્વારા જેતપુર મામલતદારને રૂબરૂ મળીને સરધારપુર સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

જેમાં તેમણે જેતપુર મામલતદારને લેખિત રજૂઆત કરી હતી કે, આથી આપ સાહેબને જણાવવાનું કે, રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના મોજે સરધારપુર ગામે પ્રાથમિક સ્કુલમાં ધો.1થી 5ના કુલ 5 શિક્ષકોને બદલે હાલ 3 શિક્ષકો હોય જેથી 2 શિક્ષકોની તાત્કાલીક નિમણૂક આપવા.

તથા 6 માસ બાદ 2 શિક્ષકોની નિવૃત્તી થવાની હોય, જેથી કુલ 4 શિક્ષકોની જગ્યા ખાલીઓ થાય તેમ હોય, જેથી1થી 5 ધોરણના કુલ-139 વિદ્યાર્થીઓ માટે માત્ર 1 શિક્ષક રહે તેમ હોય અને શિક્ષકો ન હોવાને કારણે ભારતીય બંધારણ મુજબ બાળકોને શિક્ષણ મળવુ જોઈએ પરંતુ શિક્ષકો ન હોવાના કારણે બાળકોનો શિક્ષણનો બંધારણીય હકક છીનવાઈ ગયેલ હોય, જેથી તાત્કાલીક ધોરણે પ્રાથમિક શાળા સરધારપુરમાં શિક્ષકોની નિમણુક કરવા હુકમ કરવા અ૨જ છે.

ઉલ્લેખનીય છે કે એડવોકેટ ગોવિંદભાઈ ડોબરીયા દ્વારા જેતપુર મામલતદારને રૂબરૂ મળીને સરધારપુર સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે આવેદનપત્ર પાઠવવામા આવ્યું તો છે પણ તેમની માંગ ક્યારે પૂરી થશે તે જોવાનું રહ્યું.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *