નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા જેતપુર શહેર મામલતદાર વી.એન. ભારાઈ મારફત ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત શહેરમાં તારીખ 12 જાન્યુઆરીના રોજ બનેલી એક ઘટના બાબતના સીસીટીવી ફૂટેજનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાએ ઘટના વાળા વિસ્તારના લાગુ પડતા પોલીસ અધિકારીનો સંપર્ક કરી આ બાબતે જો કોઈ ભોગ બનનાર ફરિયાદી ન બને તેવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પોતે ફરિયાદી બનવું જોઈએ.
તેવું જણાવતા જે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પત્રકાર તુષાર બસીયા પર જ ફરિયાદ દાખલ કરી દેવામાં આવેલ હોય. પોતાના જીવના જોખમે સાચી વાતને રાષ્ટ્ર અને માનવ સમાજના કલ્યાણ માટે મીડિયાના માધ્યમથી અનેક પડકારો અને જોખમો વચ્ચે દિવસ રાત સતત પોતાની ફરજ નિભાવનાર પત્રકારને આવું ઇનામ મળશે તેવી કલ્પના શુદ્ધા નહીં કરી હોય.
ત્યારે આવા બનાવથી પત્રકારો કે જે લોકશાહીનો ચોથો સ્તંભ હોય અને લોકશાહીને ટકાવવા માટે જ્યારે પોતાની ફરજ નિભાવતા હોય છે, ત્યારે આવી બાબતને કારણે પત્રકારજગતમાં આક્રોશ વ્યાપ્યો હોય.
જેને લઇને આપશ્રીને જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા એવી વિનમ્ર માંગ છે કે પત્રકાર તુષાર બસિયા વિરૂદ્ધ કરવામાં આવેલ એફ.આઈ.આર.ની સી સમરી રિપોર્ટ કરવા માટે આપની કક્ષાએથી હૂકમ થઈ આવવા વિનંતી છે.
ઉલ્લેખનીય છે કે પત્રકાર સંઘ જેતપુર દ્વારા જે માંગ કરવામાં આવી છે તેવી જ માંગ ગુજરાતભરના પત્રકારો પણ કરી રહ્યા છે.