જેતપુર: ફૂલવાડીની પોસ્ટઓફિસમાં અચાનક તાળા લાગતા લોકોને થઈ રહ્યા છે ધક્કા

SHARE THE NEWS
ફૂલવાડી પોસ્ટ ઓફીસ

જેતપુરના (Jetpur) ફૂલવાડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફીસ (India Post office)  છેલ્લા બે દિવસથી અચાનક બંધ (Lockdown) કરી દેવામાં આવતા ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. જેતપુરના જુના વિસ્તાર એવા નાજાવાળા પરા અને ફૂલવાડી વિસ્તાર (Fulwadi area)  ને જોડતા મુખ્ય માર્ગ પર આ પોસ્ટ ઓફીસ વર્ષોથી ખખડધજ મકાનમાં કાર્યરત છે. અને ચોમાસા દરમિયાનતો આ ફૂલવાડી પોસ્ટ ઓફીસની હાલત દયનીય થઈ જાય છે.

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ +91 9879914491

શું છે પુરી બાબત…

વાત એમ છે કે છેલ્લા બે દિવસથી આ ફૂલવાડી પોસ્ટ ઓફીસ પોસ્ટ વિભાગ દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવતા ત્યાં આવતા ગ્રાહકોને ધક્કા થઈ રહ્યાં છે. અને પોસ્ટ વિભાગ દ્વારા આ બ્રાન્ચે કોઈ સૂચના પણ નથી મારવામાં આવેલી કે શા માટે આ
ફૂલવાડી પોસ્ટ ઓફીસ બંધ રાખવામાં આવેલ છે.

ફૂલવાડી પોસ્ટ ઓફીસ

જો કે સામાન્ય નાગરિકોની વેદનાને લઈને રિવોલ્ટ ન્યૂઝ ઈન્ડિયા લોકોના મિત્ર તરીકેની પોતાની ફરજ નિભાવી ને  પોસ્ટ વિભાગ ગોંડલના અધિકારી ને આ બાબત અંગે પૂછતાં તેમણે જણાવેલ કે ફૂલવાડી પોસ્ટ ઓફીસના કર્મચારીને કોરોના થઈ જતા આ બ્રાન્ચ બંધ રાખવામાં આવેલ છે. તેમજ થોડા સમયમાં આ બ્રાન્ચ કાર્યરત થઈ જશે એવું જણાવેલ હતું.

જો કે લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે પોસ્ટ વિભાગ દ્વારા સામાન્ય નાગરિકોના હિત ને લઈને ફૂલવાડી પોસ્ટ ઓફીસે જાહેર સૂચના પણ મારવી જોઈએ કે આ બ્રાન્ચ ક્યારે ખુલશે.

 635 Views,  1 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: