જેતપુર: લોકોનો જીવ જોખમાય તે રીતે વાહન ચલાવનાર વ્યક્તિ ને કાયદાનું ભાન કરાવતી પોલીસ

SHARE THE NEWS
Symbolic image

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

જેતપુર (Jetpur) ઔદ્યોગિક શહેર હોય જેને લઈને બહારના રાજ્ય અને ગુજરાત (Gujarat)ના અલગ-અલગ જિલ્લાના લોકો રોજીરોટી (Employment) માટે જેતપુરમાં આવતા હોય છે. ત્યારે શહેરમાં વાહનવ્યવહાર પણ વધતો જાય છે. ઉપરાંત શહેરમાંથી જ જૂનાગઢ-રાજકોટ જવાના ખાનગી વાહનો પેસેન્જરની કેપેસિટી કરતા પણ વધારે બેસાડીને નીકળતા હોય છે. જેનાથી લોકોની જિંદગીને પણ જોખમ અનુભાવતું હોય છે. ત્યારે જેતપુર સીટી પોલીસ (Jetpur City Police) દ્વારા રાજકોટ તરફથી નવાગઢ તરફ આવતા નેશનલ હાઇવે રોડ ઉપર અનમોલ વેબ્રીજ પાસે રોંગ સાઇડમાં રોડ ઉપર પુર ઝડપે ટાટા છોટા હાથી GJ-03-AT 1011 ચલાવનારા શૈલેષભાઇ વિનુભાઇ ભેડાને ઝડપી પાડ્યો હતો. અને આઇ. પી. સી. કલમ 279 એમવી એકટ કલમ 184 અને 177 મુજબ ગુન્હો જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે જ્યારે જેતપુર સીટી પોલીસ દ્વારા નેશનલ હાઇવે પરથી પણ લોકોનું જીવ જોખમાય તેવી રીતે વાહન ચલાવતા ચાલકને ઝડપી પાડવામાં આવતા હોય છે. ત્યારે જેતપુર શહેરમાંથી પસાર થતા અને પુરપાટ દોડતા વાહન ચાલકો સામે ક્યારે લાલ આંખ કરવામાં આવશે તે પણ એક લોકચર્ચાનો વિષય બન્યો છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *