જેતપુરની જીવાદોરી સમાન ભાદર-1 ડેમ થયો ઓવરફ્લો

SHARE THE NEWS
Photo: Bhadar-1 Dam

જેતપુર અને રાજકોટને પાણી પૂરું પડતા ભાદર-1 ડેમનું  નિર્માણનું કાર્ય 1952 માં શરૂ થયું હતું અને 1964 માં ડેમ નિર્માણ થયો હતો. ત્યારથી આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સાબિત થયો છે.

24 મી વાર ઓવરફ્લો થયો ભાદર-1 ડેમ

સિંચાઈના હેતુથી જ આ ડેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં ડેમ સિંચાઈ ઉપરાંત પીવાના પાણીનો મોટો સ્ત્રોત સાબિત થઈ રહ્યો છે.

રાજકોટ,ગોંડલ,ધોરાજી,ઉપલેટા,જામકંડોરણા,જુનાગઢ, અને જેતપુરના આશરે 46 ગામડાઓમાં ખેતીની જમીનમાં આ ડેમના પાણીનો ઉપયોગ થાય છે.

સારો વરસાદ પડતા જેતપુર ઉપરાંત રાજકોટ, વીરપુર, સહિતના અનેક ગામો ઉપર ઘેરાતું જળસંકટ દૂર થયું

હાલ સારો વરસાદ થયો છે. જેના કારણે સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા ભાદર-1 ડેમમાં પાણી છલોછલ ભરાતા સિંચાઈ ઉપરાંત પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.

ભાદરડેમની ઉંડાઇનુ લેવલ ચોત્રીસ ફૂટ છે. ભાદર ડેમની પાણીનો જથ્થો સંગ્રહ કરવાની કેપીસીટી 6648 એમ.સી.એફ.ટી, ની છે. ત્યારે હાલ ડેમ 100 ટકા ભરાતા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *