Jetpur: પત્રકાર સામે ખોટા આક્ષેપો કરતા તલાટીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ અને હોદેદારો સામે પત્રકાર આલમ લાલઘુમ

SHARE THE NEWS

જેતપુરના  નિષ્ઠાવાન પત્રકાર દિનેશ રાઠોડ દ્વારા તાલુકા પંચાયત જેતપુરને આવક-જાતીના દાખલા કાઢવામા વેરો ભર્યાની પહોંચ ફરજિયાત જોડવાના તેમજ અરજદારોને થતી હેરાનગતિના સમાચાર મીડીયાના માધ્યમથી પ્રસિધ્ધ કરી લેખિત અરજી કરતા,  તાલુકા વિકાસ અધિકારી કુગસિયાની સૂચના અને માર્ગદર્શન  હેઠળ પત્રકાર દિનેશ રાઠોડ વિરુધ્ધ  “બની બેઠેલા પત્રકાર, બ્લેકમેઇલ કરવા – પૈસા પડાવવા,  સસ્તી પ્રસિધ્ધી માટે અરજી કરનાર જેવા પાયા વિહોણા લેખિત આક્ષેપો કરી પત્રકારની સામે  ટોળાશાહી ઉભી કરી સામુહિક રીતે દબાવી તેની પ્રતિષ્ઠા અને કારકિર્દીને હાનિ પહોચાડવાના હેતુથી અરજીમા સહીઓ કરી હતી. 

આ તમામ તાલૂકા પંચાયત કર્મચારીઓ અને તલાટીકમ મંત્રીઓ  દ્વારા એકદિવસ પેન-ડાઉન સ્ટ્રાઇક  પણ કરવામા આવતા  જેતપુર શહેર અને તાલુકાના તમામ પત્રકારો આજે  તાલુકા પંચાયતના કર્મચારીઓ ને રૂબરૂ મળી ઓનકેમેરા પૂછતા તેઓએ જનાવેલ હતુ કે  ” અમે દિનેશ રાઠોડને ક્યારેય રૂબરૂ મળ્યા નથી , જોવાથી ઓળખતા નથી,   ક્યારેય ટેલીફોનીક ચર્ચા કરેલ નથી,  બની બેઠેલા પત્રકારની વ્યાખ્યા અમોને આવડતી નથી,  સહી જાણ્યા જોયા અને વાંચ્યા વગર કરી નાખી, ખરેખર અમારે સહી ન કરવી જોઇયે,  અમારા કર્મચારીઓની સહી જોઇને સહી કરી નાખી, જો હુ એક સહી ન કરુ તો એકલો પડી જાવ એટલે સહી કરી,   એક કર્મચારીને જરાપણ શોભે નહી તેવા સ્ટેટમેંટ આપ્યા હતા.

તાલુકા વિકાસ અધિકારી કુગસિયાએ જણાવ્યુ હતુ કે  આ અરજી  વાંચ્યા પછી  તેમાના પાયા વિહોણા આક્ષેપો  મે કાઢી નાખવા જણાવ્યુ હતુ, પરંતુ આ અરજી મારી જાણ બહાર તૈયાર થયેલ છે. આ અરજી  કોણે લખી સહીઓ કરાવી છે તે તપાસ કરી હુ  આપને જણાવીશ. 

તા.પ. ના પદાધિકારીઓ અને કેટલાક સરપંચોને આ આક્ષેપિત અરજીમા કરેલ સહીઓ વિશે પુછતા જણાવેલો કે  અમારી સહી જ નથી તો કેટલાકે જણાવ્યુ કે અમોને કોરા કાગળ ઉપર સહી કરાવેલ છે.       

આ બાબતે શહેર -તાલુકાના  પત્રકારોએ આ પાયા વિહોણી અરજીમા સહી કરી આંખો બંધ કરી સમર્થન આપનાર તલાટી કમ્મ મંત્રીઓ, તા.પ. ના કર્મચારીઓ અને પદાધિકારીઓ તેમજ સરપંચો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરતુ એક આવેદન પત્ર  મામલતદાર મારફત આપવામા આવ્યુ હતુ.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *