Junagadh: જૂનાગઢમાં પોલીસના સહકારથી યુવાનોને અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે અપાશે તાલીમ

SHARE THE NEWS

ડી.આઈ.જી નિલેશ જાજડિયાના અધ્યક્ષ સ્થાને પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે તાલીમ વર્ગનો પ્રારંભ

સફળ થવા માટે તમામ ઊર્જા લક્ષ્ય તરફ કેન્દ્રિત કરો: એસ.પી હર્ષદ મહેતા

જૂનાગઢ તા.03 ભારતીય સેનામાં જોડાઈને રાષ્ટ્રની સેવાની સાથે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોને તાલીમનું પ્લેટફોર્મ મળે તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના અભિગમથી જૂનાગઢમાં જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 60 યુવાનોને અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે નિવાસી તાલીમ આપવામાં આવશે.

જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા પોલીસ તંત્ર જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે નિવાસી તાલીમ વર્ગનો પ્રારંભ જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી નિલેશ જાજડિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ડીઆઈજીએ જણાવ્યું હતું કે સફળ થવા માટે ફિઝિકલ ફિટનેસ અને ડિસિપ્લિન બંને જરૂરી છે. રાષ્ટ્ર સેવા માટે તત્પર એવા યુવાનોને અહીં તાલીમ દરમિયાન જુદી જુદી કસોટી અને કસરત પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી સફળ થવા માટે શુભકામના પાઠવી હતી.

એસપી હર્ષદ મહેતાએ યુવાનોને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સફળતા માટે વૈચારિકશક્તિ અને મનોબળ તેમજ યુવાનો ધારે તે સફળતા મેળવી શકે તે માટે વિવિધ દ્રષ્ટાંતો આપીને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

નિષ્ફળતા અને સફળતા વચ્ચે બહુ ફરક હોતો નથી તેમ જણાવી લક્ષ્ય ઉપર તમામ શક્તિ ધ્યાન કેન્દ્રિત કરવા યુવાનોને પ્રેરિત કર્યા હતા.

આ તાલીમ વર્ગમાં યુવાનોને આપવામાં આવનાર સુવિધાઓ તેમજ તાલીમ અંગેની યોજનાકિય રૂપરેખા જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદીએ આપી હતી.

આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક નરેશ મહેતા, ડીવાયએસપી અનિલ પટણી તથા નાયબ પોલીસ અધિક્ષક નિકીતા, સહિતના પોલીસ અધિકારીઓ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *