લોકરક્ષક ને મળ્યો લોકોનો સાથ! ગ્રેડ-પે મુદ્દે પોલીસના સમર્થનમાં સોશિયલ મીડિયામાં ચાલી જોરદાર ઝુંબેશ

SHARE THE NEWS
Symbolic image

ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ-પે અને કામના કલાકો તથા અન્ય સુવિધાઓનો લાભ આપવા માટે ગુજરાત રાજ્યના ધારાસભ્યો પણ પોલીસ કર્મચારીઓના સમર્થનમાં આવી ગયા છે. ત્યારે આજે 25 ઓક્ટોબરના રોજ પોલીસ કર્મચારીઓના સમર્થનમાં લોકો સોશિયલ મીડિયામાં ઝુંબેશ પણ ચલાવી રહ્યા છે.

અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ વર્ગ-3 અને વર્ગ-4 ના પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે અને કામના કલાકો ફિક્સ કરવા માટે સમર્થન આપી ચુક્યા છે.

આ સાથે જ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડાને લેખતી રજુઆત કરી ચુક્યા છે. આ લેખિત રજુઆતમાં ગેનીબેન ઠાકોર દ્વારા નીચે મુજબની માંગ કરવામાં આવી છે,

(1) ગુજરાત રાજ્યના એસ,એસ,આઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ પે ખુબજ ઓછા છે જેના બદલે 4200, 3600,2800 ગ્રેડ પે કરવામાં આવે ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થા તાત્કાલિક વધારો કરવામાં આવે.

(2) ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓના ફરજનો સમય નક્કી કરવામાં આવે અને 8 કલાકથી વધારે નોકરીમાં માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તથા તેમને વિવિધ ઋતુ મુજબ સુરક્ષાના સાધનો આપવામાં આવે.

(3) હાલ ગુજરાતના તમામ વિભાગોમાં થતા શોષણ સામે લડવા વિવિધ યુનિયનો બનાવવામાં આવેલ છે જેમાં ગુજરાત પોલીસને પણ યુનિયન બનાવવાનો મૂળભૂત અધિકાર સત્વરે આપવામાં આવે.

(4) ગુજરાતના અન્ય જીલ્લામાં કે અન્ય રાજ્યમાં તપાસ કે બંદોબસ્તમાં જતા પોલીસ કર્મચારીઓને સરકારી વાહન તથા તમામ સુવિધા આપવામાં આવે અને એમના ભથ્થા ડાયરેક્ટ એમના ખાતામાં જમા કરવામાં આવે.

(5) સસ્પેન્ડ થયેલ અધિકારીઓ ફરજ પર પરત લેવાનો સમયગાળો નક્કી કરવામાં આવે (6) ગુજરાત રાજ્યમાં ફિક્સપગાર પ્રથા નાબુદ કરવામાં આવે તથા સાતમાં પગાર પંચ મુજબ તમામ કર્મચારીઓના પગાર તાત્કાલિક ચુકવણું કરવામાં આવે.

(7) દરેક પોલીસ કર્મચારીઓની દર ત્રણ વર્ષે બદલીના કરતા પોતાના વતનમાં જીલ્લામાં જ આંતરિક બદલી કરવામાં આવે તથા અમુક કર્મચારીઓની નોકરીનો સમયગાળો પૂર્ણ ના થયો હોવા છતાં પણ કોઈજ કારણ આપવા વગર તેમની બદલી કરવામાં આવે છે જેના કારણે તેમના પરિવાર ને આર્થિક તેમજ આપવા વગર તેમની બદલી કરવામાં આવે છે જેના કારણે તેમના પરિવારને આર્થિક તેમજ માનશીક તકલીફ પડતી હોઈ છે ,જેનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે.

(9) પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલથી એ,એસ,આઈ સુધીના કર્મચારીઓને રજાના દિવસે ફરજ બજાવે તો રજાના દિવસે પગાર ચૂકવવામાં આવે જયારે પી,એસ,આઈ, તથા તેમનાથી ઉપરના અધિકારીઓ પણ રજાના દિવસે ફરજ બજાવે છે પરંતુ રજાના દિવસનો પગાર ચુકવવામાં આવતો નથી જેનું ચુકવણું કરવામાં આવે,

આમ આ ઉપરોક્ત તમામ માંગણીઓ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠોકર દ્વારા કરવામાં આવી હતી. હવે જોવાનું રહ્યું કે સરકાર પોલીસ કર્મચારીઓની જે માંગણીઓ પુરી કરે છે કે કેમ?

by Team Revolt.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *