જેતપુર પંથકમાં પૂછડિયા પત્રકારોનો રાફળો ફાટ્યો. પોલીસ,હોમગાર્ડ અને જીઆરડી જવાનોને આપી રહ્યા છે માનસિક ત્રાસ

SHARE THE NEWS

Report by Dineshkumar Rathod Cell 98799 14491

કોરોના મહામારીના સમયમાં આખી દુનિયા જયારે પીડાઈ રહી છે ત્યારે પોલીસ જીઆરડી હોમગાર્ડના જવાનો ગુજરાતની પ્રજાની ખડેપગે દિવસ રાત અવિરત સેવા આપતા હોય આવા મહામારીના સમયમાં પણ રાજકોટના જેતપુરમાં પૂછડિયા પત્રકારોનો રાફળો ફાટ્યો હોય તેવું થયું છે.

ઘણા સમયથી જેતપુર પંથકમાં અભણ પત્રકારોનો રાફળો ફાટ્યો છે જે યેનકેન પ્રકારે પોલીસ કર્મચારીઓ હોમગાર્ડનાં જવાનો અને જીઆરડીના જવાનોના કામમાં દખલગીરી કરતા હોય તેવી વાતોએ જોર પકડ્યું છે. આવા આવારા કહેવાતા પત્રકારોને ગુજરાતી વાંચતા લખતા પણ નથી આવડતું હોતું છતાં યેનકેન પ્રકારે પ્રેસના કાર્ડ બનાવીં આમપ્રજાથી લઈને પોલીસ કર્મીઓને હેરાનગતિ કરવામાં કઈ બાકી નથી રાખતા. આ મહામારીના સમયમાં પોતેતો કોઈની સેવા કે મદદ કરતા નજરે નથી આવતા, પણ જે પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો પોતાના જીવના જોખમે પ્રજાને સેવા કરી રહ્યાં છે તેને માનસિક ત્રાસ આપવાનું બંધ નથી કરતા . જેતપુર પંથકની પ્રજામાં પણ આવા અભણ, અંગૂઠાછાપ આવારા પત્રકારો ઉપર વહીવટી તંત્ર દ્વારા કઠોર પગલા લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

 7,724 Views,  2 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: