જેતપુર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સભ્યની જગ્યાએ તેમના પતિ દ્વારા કામગીરી કરાતા લોકોમાં વ્યાપ્યો આક્રોશ

SHARE THE NEWS

જેતપુર તાલુકા પંચાયતની ચૂંટણી કોરોના કાળમાં જ યોજવામાં આવી હતી જેમાં મોટાભાગના મહિલા સભ્યો ચૂંટાઈને આવ્યા હતા ત્યારે ચૂંટાયેલા મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિ દ્વારા કામગીરી કરવામાં આવી હોવાનો કારણે અરજદાર દ્વારા જેતપુર તાલુકા વિકાસ અધિકારીને કારોબારી ચેરમેન વિરુદ્ધ અરજી કરવામાં આવી છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પગલાં ન ભરાય તો ઊંચ કક્ષાએ કરશે રજુઆત પણ કરવામાં આવે તેવું જણાઈ આવ્યું છે.

જેતપુર તાલુકા પંચાયત યેનકેન પ્રકારે ચર્ચામાં રહેતી હોવાનું સામે આવતું હોય છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેતપુર તાલુકા પંચાયતની ચૂંટણી કોરોના કાળ દરમિયાન જ યોજવામાં આવી હતી. જેમાં મોટાપ્રમાણમાં મહિલાઓ ચૂંટાઈ આવી હતી અને જેતપુર તાલુકા પંચાયતના સંચાલનની જવાબદારી આવી હતી. પરંતુ ચૂંટાયેલા મહિલા સભ્યની જગ્યાએ તેમના પતિ કામગીરી કરતા વિવાદ સર્જાયો છે જેમાં પેઢાલાના રહેવાસી મનગભાઈ વાલેરા દ્વારા જેતપુર તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ રૂપી એક અરજી કરવામાં આવી છે જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે પેઢલા ગામની તાલુકા પંચાયતની સીટ પરથી ભાવનાબેન ખૂંટ ચૂંટાઈ આવેલા હતા અને તેઓ હાલ જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં કારોબારી ચેરમેન પદ હોઈ પરંતુ હાલ તેમની જગ્યાએ તેમના પતિ નવનિતભાઈ ખૂંટ કામગીરી કરતા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.

ચૂંટાયેલા મહિલા સભ્ય ગેરહાજર હોય ત્યારે તેમની જગ્યાએ તેમના પતિ હાજર ?

પેઢલાના સામાજિક કાર્યકર અને અરજદાર મગનભાઈ વાઢેર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જો કારોબારી ચેરમેન ભાવનાબેન ખૂંટ પોતાને મળેલા અને લોકોએ આપેલા હોદ્દાનો પોતે ઉપયોગ કરી શકતા ન હોય તો પોતે રાજીનામુ આપી દેવું જોઈએ પરંતુ પોતાના પતિને સત્તાનો દુરુપયોગ કરતા અટકાવવા જોઈએ તેવી પણ માંગ કરાઈ છે અને સાથે જ અરજદારે મીડિયાને જણાવ્યું હતું કે જો તાલુકા વિકાસ અધિકારી ગેરરીતિ અટકાવશે નહિ તો ઉપરી અધિકારીને પણ આ અંગેની ફરિયાદ કરવામાં આવશે તેવું પણ જણાવેલ હતું.

જુઓ વિડિઓ:

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *