જામનગરના દરેડ પાસેથી પોલીસે એક શખ્સને અંગ્રેજી શરાબની સાત બોટલ સાથે પકડી પાડયો

SHARE THE NEWS
Symbolic image

જામનગરના દરેડ પાસેથી પોલીસે એક શખ્સને અંગ્રેજી શરાબની સાત બોટલ સાથે પકડી પાડયો છે. આ શખ્સે સપ્લાયરનું નામ આપ્યું છે. પોલીસે બન્ને સામે ગુન્હાની નોંધ કરી છે.

જામનગર નજીકના દરેડમાં આવેલા સત્યરાજ ચોક નજીકના આશાપુરા કોમ્પ્લેક્સ પાસેથી પસાર થતાં દરેડની હરિપાર્ક સોસાયટીવાળા સાજિદ કેશુભાઈ વસા નામના ખલીફા શખ્સને પોલીસે રોકાવી તેની તલાસી લીધી હતી.

આ શખ્સના કબ્જામાંથી વ્હીસ્કીની મેકડોવેલ્સ નંબર વન બ્રાન્ડની સાત બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા 3500/- ની કિંમતની બોટલ કબ્જે કરી આરોપી સાજિદની પૂછપરછ કરતાં તેણે આ જથ્થો પુષ્કરધામવાળા જયેશ સુભાષ નિમાવત પાસેથી લીધાની કબૂલાત કરી છે. પોલીસે જયેશના સગડ દબાવ્યા છે.

રિપૉર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *