ગોંડલ : ક્રિકેટનો સટ્ટો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ

SHARE THE NEWS

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચના મુજબ રાજકોટ રૂરલ LCB PI એ.આર.ગોહિલ તથા PSI એચ.એમ.રાણા તથા સ્ટાફ સહિતના ગોંડલ સિટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન LCB પોલીસ ને મળેલ બાતમીના આધારે ગુંદાળા પેટ્રોલ પંપ સામે ગુંદાળા દરવાજા અંદર દરોડો પાડી હાલમાં ચાલી રહેલ IPL ક્રિકેટ મેચ DIAMONDEXCH નામની વેબસાઈટનુ લોગીન આઈ.ડી. પાસવર્ડ મેળવી આ

આઇ.ડી. દ્વારા ચાલુ ક્રીકેટ મેચમાં ક્રીકેટ સટ્ટાને લગતા નશીબ આધારીત સોદાઓ નાખી રેઈડ દરમ્યાન લાઈવ લાઈન ગૂરૂ નામની મોબાઈલ એપ દ્વારા લાઇવ ક્રિકેટ મેચનો સ્કોર મોબાઈલ ફોનમાં જોઇ બીજા મોબાઇલ ફોનમાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં ગુગલ ક્રોમમાં આઈ.ડી.દ્રારા નશીબ આધારીત હાર જીતના સોદાઓ કરી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઇડ દરમ્‍યાન ત્રણ મોબાઇલ ફોન કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડા રૂ.૧૦૫૦/- સાથે મળી કુલ મુદામાલ કી.રૂ.૨૧,૦૫૦/- નો.મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

આરોપી (૧) પાર્થ ઉર્ફે ભોલુ કનકરાય રાજ્યગુરુની ધરપકડ કરેલ હતી.

 1,438 Views,  2 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: