
28/May/2020, By Kaushal Solanki Dhoraji
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આદેશને અનુસાર ધોરાજી અને આજુબાજુ ચાર તાલુકાઓ વચ્ચે સેમ્પલ કલેક્શન ચાલુ કરવામાં આવેલ છે. તેમાં અત્યાર સુધીના 250 સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જેમાં ગઈ કાલ સુધીના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, અને આજરોજ 29 સેમ્પલના રિપોર્ટ વેઇટિંગમાં છે. અંતે સરકારી હોસ્પિટલ દરરોજ 12:30 વાગ્યા થી 6 વાગ્યા સુધી શંકાસ્પદ દર્દીઓના ગળાના અને નાકના શો કલેક્ટ કરી ગાઈડ લાઈન મુજબ પેકિંગ કરી અને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે વાહન મારફતે મોકલવામાં આવે છે અને સવારે આવતા તમામ દર્દીઓ માટે સેનિટાઇઝર અને હેન્ડવોશની સુવિધા કરવામાં આવી છે.સોશ્યિલ ડીસ્ટન્સ જાળવવામાં આવે છે.

RMO ડોક્ટર બેરા સાહેબ, બ્રધર સોલંકીભાઈ હોસ્પિટલના લેબોરેટરી ટેકનીશીયન પાંચાભાઇ હેલ્થ વર્કર જસ્મીન ભાઈ તથા રતનબેન સેવા પૂરી પાડી હતી એવું ડોક્ટર જયેશ દ્વારા જણાવ્યું હતું
1,658 Views, 2